Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 98 of 540
PDF/HTML Page 107 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૯૮
અહીંયાં તો કહે છે કે સ્ત્રીનું શરીર મેં ભોગવ્યું એમ કોઈ કયે. કહે છે જૂઠી વાત છે.
આત્મામાં, પરને ભોગવે એવો કોઈ ગુણ (જ) નથી. પોતાની પર્યાયને ભોગવે ને પરની પર્યાયને ન
ભોગવે એવો ગુણ છે. આહા.... હા... હા! આમ તૃષા! (બહુ લાગી હોય, બરફ - આઇસ્ક્રીમ,
(હમણાં કોઈ કહેતું હતું કે મુંબઇમાં ત્યાં આઈસ્ક્રીમ આપ્યો હતો) અરે! આઈસ્ક્રીમના પરમાણુ
આત્મા ભોગવે, ત્રણકાળમાં નહીં. એ આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી પ્રભુ! તને ઝીણું પડે
(આ સમજવું બાપા) આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી. અડી શકતો નથી (તો) ખાય એ ક્યાંથી,
આવ્યું? પ્રભુ તને (ખબર નથી). આહા... હા! એ રસગુલ્લા, મેસુબને ઘેવરપૂરીને મુંબઈમાં
(જમણમાં) કોઈ કહેતું નહોતું.... એક થાળીના પાંત્રીસ રૂપિયા! છોકરીનું સગપણ કર્યું. ત્રણસો જમાડયાં
વીશીમાં (લોજમાં) એ એક થાળી દીઠ પાંત્રીસ રૂપિયા! આપતાં હશે અંદર કંઈક ઊંચું બધું! ધૂળ....!
કહે છે કે ધૂળને - થાળીને આત્મા ભોગવી શકતો નથી. આહા... હા... હા! મેસુબ હોય, પૂરી ઘીની
હોય, પતરવેલિયાં હોય - અળવીના પાંદડાનાં એને આત્મા ભોગવી શકતો નથી. આહા...હા...હા!
નાનો છોકરો (બાળક) હોય ને પછી નાનો, એને બચ્ચી ભરે છે ને...! એના હાથને આ
હોઠથી (બચ્ચી ભરે તો કહે છે કે એ બાળકના હાથ-ગાલ-હોઠે, બચ્ચી ભરનારનું હોઠ - મોં અડયું
નથી) આ તે વાત કોણ માને? જગતના તત્ત્વની ખબર ન મળે! એ બચ્ચીયું ભરે છે ને... છોકરાને
પણ કહે છે કે એ એને અડયું ય નથી. આ પરમાણુ તે પરમાણુને અડયા જ નથી. તો એને ભોગવે
શી રીતે અને કરે શી રીતે?
(શ્રોતાઃ) સંતોષ તો થાય છે! (ઉત્તરઃ) સંતોષ? એ રાગ કરે.. મારો
છોકરો રૂપાળો છે ને પહેલો જન્મ્યો છે ને છ મહિના થયા છે, રૂપાળું શરીર છે ને આમ દેખે આહા...
હા... હા! ભારે રૂપ લઈને આવ્યો! બાપનો અણસાર આવે છે કંઈક એમાં અણસાર તો આવેને...?
હા, બાપનો અણસાર આવ્યો. અરે તું ક્યાં? ને (એ ક્યાં?) (શ્રોતાઃ) એ અણસાર કેમ આવ્યો?
(ઉત્તરઃ) એ તો જડનો (છે).
બાપનો અણસાર છોકરાની પરમાણુની અવસ્થામાં આવે? વ્યવહારથી કહેવાય. જણાય એટલે
પણ વ્યવહાર-એ તો જૂઠો વ્યવહાર છે. (શ્રોતાઃ) બાપ એવા બેટા કહેવાય ને...! (ઉત્તરઃ) કહેવાય.
એ ભાષાથી કહેવાય. બાકી છે. નહીં. કોઈ દીકરા કોના ને બાપ કોના? (કોઈ કોઈના નથી, એક
દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી)
આહા.. હા! ભગવાન આત્મા! (ને) શરીર સાથે, પરમાણું સાથે કાંઈ સંબંધ નથી. એના
દીકરાનું શરીર એનું ક્યાં છે? એ તો એનું તત્ત્વ તો ત્યાં છે. એ તત્ત્વને ભગવાન આત્મા અડતો ય
નથી તો એ મારા ક્યાંથી થ્યા? બહુ ઝીણી વાત બાપુ!! આવી વાત (સર્વજ્ઞ સિવાય બીજે) ક્યાં
(છે) કો’ ક દયા પાળવામાં રોકાઈ ગયા ને.... કો’ ક વ્રત પાળવામાં રોકાઈ ગ્યાને અપવાસ કરવામાં
કોઈ ગ્યાને, કો’ ક ભક્તિ ભગવાનની કરી ને બધા રોકાઈ ગ્યા ત્યાં (શુભભાવરૂપ ક્રિયાકાંડમાં) પણ
એ ભાવ તો રાગ છે, દયાનો ભાવ રાગ છે. એની પર્યાય તો તારામાં છે. એ ભાવને લઈને ત્યાં
પરને જીવતર થયું છે, દયા પાળી છે, એમ છે નહી. આહા... હા! હવે આવું ક્યારે (સમજે) નવરો
(થાય નહીં ધંધા આડે.) સમજાણું?
“અગુરુલઘુત્વ” જેટલા ગુણ અને પર્યાય છે (દ્રવ્યમાં) તેમાં ઘટે-વધે નહીં. કોઈ ગુણ (નો)
અભાવ થઈ જાય, એમ નહીં. દરેક પરમાણુ (દ્રવ્ય) ને દરેક આત્મામાં. (એ અગુરુલઘુત્વ (ગુણ)
આહા... હા!