ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૯૯
એ (‘અગુરલઘુત્વ ગુણ’) દરેક દ્રવ્યમાં છે. અને અગુરુલઘુગુણ પોતપોતાના દરેક ગુણમાં પણ છે.
આહા... હા... હા! ગાથા ઝીણી છે. ભાઈ! બારોબાર રખડયા! આવું આવે! શરીરમાં એક - એક
રજકણની અવસ્થા (ને) આત્મા કરી શકે નહીં ને (એને) આત્મા ભોગવી શકે નહીં. એવો
આત્મામાં અકર્તા ને અભોકતા ગુણ છે. એમ પરમાણુમાં પણ અકર્તા ને અભોકતા (ગુણ) છે. એક
પરમાણુ બીજા પરમાણુને.. અડતો નથી તેથી (તે તેને) કરે ને ભોગવે (એવું) ક્યાંથી આવે? (કદી
ન આવે!) આવું (ક્યાંક સાંભળવા ન મળ્યું હોય એવું) એક કલાક (તત્ત્વસ્વરૂપ સાંભળી) યાદ
રાખવું! દુકાનના ધંધા, નોકરીયુંના ધંધા, આખો દી’ મજુરીયું ભલે પછી બે - પાંચ લાખ પેદા થાય!
મોટા મજૂર છે!! તત્ત્વની વસ્તુ શું! (તત્ત્વની) કેમ મર્યાદા છે? વસ્તુની, સ્થિતિની, મર્યાદા આમાં
કેમ છે? (એ સમજવું પડશે) આહા.. હા!
(કહે છે કેઃ) જેમ ગઢ પાકો હોય અને (તેમાં) પ્રવેશ ન થઈ શકે, એમ પરમાણુ બીજા
પરમાણુમાં પ્રવેશ ન કરે (ન થઈ શકે). આત્મા પરમાણુમાં જાય નહીં (પ્રવેશ ન થઈ શકે) પરમાણુ
આત્મામાં પ્રવેશ ન કરે (ન થઈ શકે). એવો વજ્રકિલ્લો છે દરેક દ્રવ્ય આહા.. હા... (અગુરલઘુત્વ
ગુણ) સામાન્ય ગુણ છે.
આમાં ‘ચેતનત્વ’ ગુણને પણ સામાન્ય (કહ્યો છે) કારણ કે ઝાઝા આત્મા (ઓ) છે ને...!
(એ દરેકમાં ચેતનત્વ’ છે. (એ અપેક્ષાએ (સામાન્ય ગુણમાં કહ્યું છે). અને મૂર્તપણું પણ. (મૂર્તત્વ
ગુણ) પરમાણુ ઝાઝા છે ને...! એ અપેક્ષાએ સામાન્ય ગુણ કહ્યો છે હો! આત્મામાં મૂર્તપણું નથી (એ
તો અમૂર્તિક છે). પરમાણુમાં મૂર્તપણું ઘણામાં છે. ને માટે (સામાન્ય ગુણમાં અહીંયાં કહ્યું છે).
મૂર્તપણું આત્મામાં નથી, પણ ઘણા પરમાણુમાં છે માટે મૂર્તત્વ સામાન્ય ગુણ કીધો. અને અમૂર્તત્વ
(ગુણ) ઘણા આત્માઓમાં છે ને પરમાણુમાં નથી તેથી તેને પણ (અમૂર્તત્વને) સામાન્ય ગુણ કીધો
છે. સમજાણું કાંઈ? (અહીંયાં ‘મૂર્તત્વ’ ગુણ ને સામાન્ય કહ્યું) તેથી આત્મામાં મૂર્તત્વ છે એમ નથી.
એ તો ઉપચારથી (કહ્યું છે) પણ આ તો વાસ્તવિક કથન છે કે આત્મામાં મૂર્તત્વ છે જ નહીં અને
અહીં મૂર્તત્વ (ગુણ) ને સામાન્ય કહ્યો તો તે ઘણા દ્રવ્યોમાં (ઘણા પરમાણુ દ્રવ્યોમાં) છે માટે (કહ્યું
છે.) પણ બધા દ્રવ્યમાં (એ ગુણ છે) એમ નહીં. આહા.... હા!
(કહે છે) ઓલો, ઈ જ વાંધો કહેતા’ તા... ને! એ હિન્દી... ભાઈ! કહેતા’ તા ને..!
(આત્માને મૂર્ત કીધો છે. (અહીંયાં) મૂર્ત કીધો છે (આત્માને), (કીધુંઃ) બાપુ! એ મૂર્ત તો ઉપચારથી
છે. બાકી મૂર્તપણું તો અનંત પરમાણુમાં છે અને ઘણામાં છે માટે (સામાન્ય ગુણ કીધો છે). પણ
આત્મા (માં પણ મૂર્તપણું છે માટે સામાન્ય કહ્યો છે એમ નહીં. (એમ તો ચેતનત્વ ગુણને અહીં કહ્યો
છે) તો ચેતનપણું ગુણ બધા (દ્રવ્યોમાં) છે માટે સામાન્ય (ગુણ કહ્યો છે (એમ નહીં) પણ
ચેતનપણું ઘણામાં-ઘણા આત્માઓમાં છે ને બધા આત્મામાં છે માટે તેને સામાન્ય (ગુણ) કીધો છે.
પણ ચેતનપણું જડમાં પણ છે માટે સામાન્ય કીધો છે એમ નથી. આહા... હા! કેટલું યાદ રાખવું
આમાં?! મગજમાં લાકડા કેટલાં’ક (અભિપ્રાયો) ગરી ગ્યા છે ઊંધા. અનાદિના લાકડા છે. હવે એમાં
(મગજમાં) આ તત્ત્વની વાત પહોંચવી (કઠણ લાગે છે લોકોને!)
હવે વિશેષ (ગુણ). “અવગાહેતુત્વ” આકાશમાં અવગાહહેતુપણું વિશેષ (ગુણ) છે. એ
આકાશમાં જ છે, બીજામાં નથી. “ગતિનિમિત્તતા”, ધમાસ્તિ (કાય) નામનો એક પદાર્થ છે.
ભગવાન સર્વજ્ઞે જોયો છે. તે ગતિનિમિત્તતા તે ધર્માસ્તિકાયનો વિશેષ ગુણ છે. એથી બધામાં
ગતિનિમિત્તતા