Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 540
PDF/HTML Page 109 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૦૦
(ગુણ) છે. નહીં “સ્થિતિકારણત્વ” અધર્માસ્તિકાય નામનો એક પદાર્થ છે. તેમાં સ્થિતિકારણત્વ
નામનો વિશેષ ગુણ છે. બીજા બધા (દ્રવ્યોમાં) એ નથી. એક જ દ્રવ્યમાં છે. “વર્તનાયતનત્વ”
કાળનું લક્ષણ (છે). વતુવું એ કાળનું લક્ષણ. (એ કાળનું વિશેષ લક્ષણ છે). રૂપાદિમત્ત્વ જડ.
રૂપાદિપણું-વર્ણ, રસ, ગંધ, સ્પર્શપણું. એ વિશેષગુણ છે. ઓલામાં (સામાન્યમાં મૂર્તત્વ કહ્યું હતું એ તો
ઘણામાં છે અને આ રૂપાદિમત્ત્વ-રૂપાદિપણું વિશેષ (ગુણ) છે. પરમાણુ પુદ્ગલ સિવાય બીજામાં
(બીજા જડ દ્રવ્યોમાં) (આ ગુણ) નથી. આહા... હા! “ચેતનત્વ”. જોયું? ફરીને લીધું આમાં.
ઓલામાં (સામાન્યમાં) ચેતનત્વ કહ્યું એ તો ઘણામાં છે (ઘણા-સર્વ-આત્માઓમાં છે માટે) અને
અહીંયાં ચેતનત્વ વિશેષગુણ કહ્યો. ચેતનત્વ બે પ્રકારે. એક ચેતનત્વ ઘણામાં છે માટે સામાન્ય અને
એક ચેતનત્વ આત્મામાં જ છે ને જડમાં બીજા (દ્રવ્યોમાં) નથી માટે વિશેષ. “ઇત્યાદિક વિશેષગુણો
છે.”
(દરેક દ્રવ્યોમાં) સામાન્ય ગુણ પણ અનંત છે, વિશેષગુણ પણ અનંત છે. આ તો નામ આટલાં
આપ્યાં આહા.. હા! એક-એક આત્મામાં સામાન્ય અસ્તિત્વાદિ, સામાન્ય ગુણ અનંત છે. અને જ્ઞાન-
દર્શન આનંદાદિ વિશેષ (ગુણ) પણ અનંત છે. અનંતનો ગજ છે પ્રભુ! અરે... રે! (આ કેમ બેસે?)
આહા.. હા! અમરનાથ! ભગવાન અમરનાથ છે. કોઈ દી’ નાશ થાય નહીં, નિત્યાનંદ રહે, ધ્રુવસ્વરૂપ
રહે. આહા... હા! એનું ‘ચેતનપણું’ છે એ વિશેષ ગુણ છે. બીજા જડમાં નથી એ અપેક્ષાએ. અને
ઘણા આત્મામાં (ચેતનપણું) છે એ અપેક્ષાએ એને સામાન્ય કહ્યું’ તું! એક ને (એક જ ગુણને) બે
લાગુ પાડયાં. (બે અપેક્ષા લાગુ પાડી) એ તો ગુણની વ્યાખ્યા કીધી પહેલી દ્રવ્યની કીધી. દ્રવ્ય-સ્વરૂપ
અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ એમ કરીને દ્રવ્ય છે. ગુણમાં આ પ્રકાર પાડયાં. સામાન્ય અને વિશેષ.
(હવે પર્યાયની વ્યાખ્યા કરે છે).
(અહીંયાં કહે છે કેઃ) “પર્યાયો તો આયતવિશેષો” દરેક દ્રવ્યમાં પર્યાય ક્રમે, ક્રમે આમ
લંબાઈથી થાય. એક પછી એક (થાય). ગુણ છે તે આમ (તીરછા-એક સાથે છે). આમ પહોળાઈ
અને પર્યાય છે તે (લંબાઈથી) આમ થાય ક્રમે. તેથી તેને આયત-લંબાઈ કીધી. આહા... હા... હા!
એક ગાથામાં તો કેટલું સમાડી દીધું છે!!
(કહે છે કેઃ) આત્મામાં (જે વિકાર દેખાય છે તે) વિકારના મૂર્ત કીધો છે. પણ એ કાંઈ
વાસ્તવિક નથી. એ તો ઉપચારથી કીધો છે. એ મૂર્તગુણ-જેમ જડમાં છે એમ આત્મામાં છે, એમ નહીં.
મૂર્તગુણ તો જડમાં જ છે. આત્મામાં છે (જ) નહીં. આહા.. હા! પણ અપેક્ષાથી કહ્યું હોય ને જાણવા
માટે. કેમકે મૂર્તકર્મ નિમિત્ત છે ને એને (વિકારને). એનાથી થયેલા સ્વભાવ છે અનંત ગુણનો પિંડ
પ્રભુ (આત્મામાં) તો કોઈ ગુણ વિકાર કરે, એવો તો કોઈ ગુણ છે નહીં. એ અપેક્ષા ગણીને, જ્યારે
સ્વભાવને અરૂપી ને અમૂર્ત કીધો ત્યારે વિકારને રૂપી ને મૂર્ત કીધો છે. અને રૂપી ગણીને
(અપેક્ષાએ) મૂર્ત કીધો, પણ એ વાસ્તવિક નથી. આવી. વાતું ભાઈ! ક્યાંય જજમાં ય નથી આવી
વાતુ, ન્યાં ક્યાંય નથી! અત્યારે તો વાડામાં (સંપ્રદાયમાં) ક્યાંય નથી. બહુ આકરું પડે બિચારાને, શું
કરે? અરે, ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર, જિનેશ્વરદેવ ત્રિલોકનાથ! એમના કહેલાં વચનો છે. અને
વસ્તુની મર્યાદા આમ જ છે. એમ જ્યાં સુધી ન જાણે, એવો વિવેક ન કરે, ત્યાં સુધી એને સમ્યગ્દર્શન
ન થાય. આહા... હા! સમજાણું કાંઈ?