ગુણપર્યાય (વાળું) એ બે લીધી છે.... ને...! ગુણ - પર્યાય પણ એનો (દ્રવ્યનો) સ્વભાવ છે. (હવે
અહીાંં) દ્રષ્ટાંત આપે છે. (‘વસ્ત્રની જેમ’)
વસ્ત્ર, ઉત્પાદ વડે લક્ષિત થાય છે. લક્ષણ કહેવા છે ને...! ઉત્પાદ-વ્યય ને ધ્રુવ લક્ષણ છે. દ્રવ્ય લક્ષ્ય
છે. એમ ગુણ-પર્યાય લક્ષણ છે. દ્રવ્ય લક્ષ્ય છે. એમ વસ્ત્રમાં મલિન પર્યાયનો વ્યય થઈને
નિર્મળપર્યાય ઉત્પન્ન થઈ એ વસ્ત્રનું - પોતાનું સ્વરૂપ છે. આહા...! એ પર્યાય જે નિર્મળ થઈ તે
લક્ષણ, લક્ષ્ય વસ્ત્ર. એ (નિર્મળ) ઊપજતી પર્યાય થઈ એ પાણીથી ધોકાથી કે સાબુથી ઉત્પન્ન થઈ
નથી. આહા... એમ કહેવા માગે છે.
દ્રવ્યનું સ્વરૂપ જુદું ને પર્યાયને સ્વરૂપ જુદું, એમ નથી. ‘સ્વરૂપથી જ તેવુંછે (અર્થાત્ ઉત્પાદસ્વરૂપે જ
પોતે પરિણત છે);’ એ દ્રષ્ટાંત થયો. ઝીણી વાતું છે ભાઈ આ! (હવે સિદ્ધાંતમાં ઊતારે છે).
છે એમ કહેશે. બીજી ચીજ નિમિત છે પણ નિમિત્તથી તે ઊપજતું નથી. પ્રત્યેક દ્રવ્યનો પર્યાય, પોતાથી
ઊપજે છે, તે તેનું સ્વરૂપ છે અને ઉત્પાદ તેનું ‘લક્ષણ’ છે, દ્રવ્ય તેનું ‘લક્ષ્ય’ છે. ઉત્પાદથી દ્રવ્ય
લક્ષ્યમાં આવે છે. લક્ષ્યમાં-ઉત્પાદથી જોડે બીજી ચીજ હતી તેનું એ લક્ષ્ય છે અને તેનું આ લક્ષણ છે,
એમ નથી. આહા... હા! હા! બહુ ઝીણી (વસ્તુસ્થિતિ) પ્રત્યેક પદાર્થ-આત્મા અને પરમાણુઓ -
પોતાની પૂર્વની અવસ્થા જે ધારેલી છે. એમ જે કીધું ને..! છે? (મૂળપાઠમાં)
સાધનોની સંનિધિના સદ્ભાવમાં.’ પર્યાય જે ઉત્પન્ન થાય છે એને બહિરંગ - એને ઉચિત એને
યોગ્ય- બહિરંગ સાધનોની સંનિધિ (એટલે કે) હાજરી હોય છે. બીજી ચીજની નિમિત્તની ત્યાં હાજરી
હોય છે.
પાઠમાં?) આહા... હા..! તે અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તે - અનંતરંગસાધન. (એટલે)
દ્રવ્યમાં પોતાના જ