Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 103 of 540
PDF/HTML Page 112 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૦૩
સ્વરૂપકરણના સામર્થ્ય’ છે. દરેક દ્રવ્યની પર્યાય થાય, તે સ્વરૂપકર્તા (એટલે) સ્વરૂપનું સાધન, એ
પોતાના દ્રવ્યમાં જ કર્તા (થવાનું) સાધન છે. પરદ્રવ્ય એના કર્તાને સાધન છે નહીં છતાં નિમિત્ત છે.
ઉચિત-યોગ્ય, તેમાં નિમિત્ત હોય છે. પણ છતાં અંતરંગ સાધન-અંતરંગ કર્તા-તે પૂર્વની પર્યાયની
પ્રાપ્તિમાં અને નવી થવાની પ્રાપ્તિમાં એ સ્વરૂપકર્તાને સ્વરૂપ સાધન છે. આહા... હા! આવું ઝીણું છે
(વસ્તુ-તત્ત્વનું સ્વરૂપ) દરેક દ્રવ્ય (અંતરંગસાધનભૂત) સ્વરૂપકર્તાની અને સ્વરૂપકરણના સાધનના
સામર્થ્યરૂપ છે.)
જેમ, આ એક દાખલોઃ - આ ચશ્મા છે. આ (એની દાંડલીની) જે પૂર્વની અવસ્થા છે. (આ
દાંડલી આમ થતાં) અવસ્થા થઈ નવી. હવે એને બહિરંગ-નિમિત્ત, ઉચિત - યોગ્ય (નિમિત્ત) આંગળી
છે. પણ આંગળી તેની (દાંડલીની પર્યાયની) કર્તા નથી. (આ દાંડલી જુઓ) આમથી આમ થાય, તેની
કર્તા આંગળી નથી. એ (દાંડલીના) પરમાણુંમાં, પોતાની પર્યાય થવાની કર્તાપણું ને સાધનપણું એનું
(દાંડલીના પરમાણુનું) પોતાનું સામર્થ્ય છે (એ સામર્થ્યથી દાંડલી આમથી આમ થઈ છે, આંગળીના
નિમિત્તથી નહી). આહા.. હા! સમજાણું કાંઈ? (શ્રોતાઃ) કર્તા-કરણ શક્તિ પોતામાં છે એ મૂળભૂત
સિદ્ધાંત છે’
(ઉત્તરઃ) એ છે. દરેક દ્રવ્ય-આત્મા હો કે પરમાણુ હો ધર્માસ્તિ આદિ છ દ્રવ્ય (જે)
ભગવાને દેખ્યા છે. (એ બધામાં સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવ છે.)
આહા... હા! (એ છ એ દ્રવ્યે) જે પૂર્વ અવસ્થા ધારણ કરી છે, એ પણ પોતાના સ્વરૂપકર્તા
ને સ્વરૂપકરણ-સાધનથી પ્રાપ્ત કરી છે. નિમિત્તથી નહીં, નિમિત્ત હો (ભલે) ઉચિત-યોગ્ય નિમિત્ત હો.
પણ તેની પૂર્વની અવસ્થા જે છે તેમાંથી વ્યય થઈને ‘સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર
અવસ્થાએ ઊપજતું.’
છે? તે દ્રવ્ય ઉત્તર અવસ્થાએ ઊપજતું. પૂર્વની જે અવસ્થા છે અવસ્થા છે તેનો
કર્તા ને કરણ (એટલે) સાધન જીવ છે કે દ્રવ્ય છે. નિમિત્ત હો પણ નિમિત્ત તેનો કર્તા નથી. તેમ
નિમિત્ત તે, પર્યાય પ્રાપ્ત થઈ તેનું સાધન નથી. આહા.. હા આવી વાતું ઝીણી છે. વાસ્તવિક તત્ત્વ,
સ્વયંસિદ્ધ સ્વતંત્ર છે! પૂર્વની અવસ્થા પ્રાપ્ત થયેલી છે, તે વડે અનુગૃહીત થતાં તે પરમાણુમાં કે
આત્મામાં નવી અવસ્થા થવામાં, સ્વરૂપકર્તા ને સ્વરૂપકરણનું સામર્થ્ય હોવાથી, નવી અવસ્થા દ્રવ્યમાં
ઉત્પન્ન થાય છે. એક તો વિષય ઝીણો અને ગુજરાતી (ભાષામાં વ્યાખ્યાન!) આહા... હા! તત્ત્વજ્ઞાન
ઝીણું ઘણું બાપુ! (એને સમજવા ઉપયોગ સૂક્ષ્મ કરવો જોઈએ) વીતરાગ, સર્વજ્ઞ પરમેશ્વરે જોયું ને
કહ્યું એ બીજા કોઈએ જોયું નથી ને કહ્યું નથી. બીજામાં ક્યાંય (આ વાત) છે નહીં. સર્વજ્ઞ સિવાય,
એ પણ દિગંબર ધર્મમાં (એના) સિવાય ક્યાંય આવી વાત (તત્ત્વની) છે નહીં. આહા... હા!
જુઓ, આ હાથ છે ને (તેની આંગળી) આમ (સીધી, ઊભી છે) એ આમ (વાંકી) થાય છે.
પૂર્વની અવસ્થા એને પ્રાપ્ત કરી છે, અને તેને હવે નવી અવસ્થા (જે) આમ થઈને આમ થાય છે.
નવી અવસ્થા ધારણ કરે છે. તો એ નવી અવસ્થા ધારણ થવામાં, અનકૂળ ભલે આંગળી છે. બીજી
પણ એનાથી (આંગળીથી) આંગળી આમ સીધી - વાંકી થઈ નથી. એ કર્તા-કરણ (અર્થાત) સાધન
નથી, અને આ આંગળી (જે વાંકીમાંથી સીધી) થઈ એ એના પર્યાયનું કર્તાને સાધન, એ આંગળીના
(દરેક) પરમાણુ છે. આવી વાત છે (વસ્તુસ્થિતિની)!