Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 104 of 540
PDF/HTML Page 113 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૦૪
(વળી,) લખવાની (જે) ક્રિયા છે. (લખવા માટે) કલમ છે. (આંગળીમાં કલમ પકડી છે
પણ) એ કલમને આંગળી અડી નથી. અને કલમ જે આમ- આમ (કાગળ ઉપર) થાય છે. એ
કલમની પૂર્વે જે પર્યાય હતી, એના કર્તા ને કરણ એ કલમના પરમાણુ હતાં. અને એ પર્યાય બદલે છે
આમ લખવામાં (જે ક્રિયા થતી દેખાય) એ લખવાની પર્યાય, પૂર્વની પર્યાયથી ઉત્તર અવસ્થા (જે)
થઈ નવી (નવી પર્યાય થઈ) તો નવી અવસ્થાનું થવું એમાં ભલે બીજાનું આંગળી આદિનું ઉચિત
નિમિત્ત હો પણ એ કલમ ચાલે છે, તેના કર્તા-કરણ (સાધન) તે તેના પરમાણુ છે. (શ્રોતાઃ)
આંગળીની હાજરી તો છે ને...!
(ઉત્તરઃ) આંગળી - આંગળી એની ઉચિત નિમિત્ત નહીં, હાજરી છે.
એની કર્તા છે નહીં. નિમિત્ત છે પણ કર્તા-કર્મ નથી. (શ્રોતાઃ) પણ એની રાહ જોવી પડે ને...!
(ઉત્તરઃ) રાહ ન જોવી પડે! એ પ્રશ્ન જ નથી. (શ્રોતાઃ) એના માટે ઊભા તો રહેવું પડે ને...!
(ઉત્તરઃ) બિલકુલ ઊભા રહેવુંન પડે. (વસ્તુસ્થિતિ એ છે કે) એની પર્યાય થવા કાળે - જયારે થાય
ત્યારે સામે અનુકૂળ નિમિત્ત હો, પણ અનુકૂળ નિમિત્ત છે તો એ કર્તા-કરણસાધન થયું એમ નથી.
આહા... હા! (આ વાત ગળે ઉતારવી) બહુ આકરું કામ.
(કહે છે) પર જીવની કૃપા પાળવાની હોય, એનુ આયુષ્ય ને શરીર રહેવાનું હોય, એ તો
એના પોતાના પરમાણુની પર્યાયને જીવની પર્યાયને રહેવાનું પ્રાપ્ત છે. એમાં રહે છે જીવ, એ કર્મને
લઈને પણ નહીં. આયુષ્યને લઈને નહીં. આયુષ્ય અને કર્મ એને ઉચિત નિમિત્ત છે. પણ એ આયુષ્ય
(કર્મને) લઈને આત્મા શરીરમાં રહ્યો છે, એમ નથી. આહા... હા.. હા.. આવી વાત છે!! એ આત્મા,
આ જે શરીરમાં રહ્યો છે, પૂર્વની પર્યાય જે છે રહેવાની, એની પ્રાપ્તિ જીવે પોતે કરી છે. અને પછી
પણ પર્યાય, ઉત્તરપર્યાય નવી થાય, એનો કર્તા-કરણ (સાધન આત્મા છે એને નવી પર્યાય ઉત્પન્ન)
થવામાં-આયુષ્ય કે કોઈ કર્મ નિમિત્ત છે, તો એનાથી કર્તા-કરણ થયું છે, એમ નથી. આહા.. હા..
આવું ઝીણું છે. વીતરાગનો મારગ બહુ ઝીણો ભાઈ!
અત્યારે તો ગોટા ઊઠયા છે ભાઈ! આનાથી થાય, ને આનાથી થાય.. નિમિત્ત આવે તો
નિમિત્તથી થાય. નિમિત્તની રાહ જોવી (પડે)! (એ માન્યતા તત્ત્વથી વિરુદ્ધની છે) માટીના પિંડની
પર્યાય, એ પિંડરૂપે પર્યાય જે માટીમાં છે. એ (પર્યાય) પ્રાપ્ત છે એ પોતાના કર્તા-કરણથી પ્રાપ્ત છે. એ
પિંડની અવસ્થા બદલીને, ઘટરૂપ અવસ્થા થાય, તે ઘટરૂપ અવસ્થાના કર્તા ને કરણ (સાધન) તે
(માટીના પિંડના) પરમાણુ છે. કુંભાર નહીં. કુંભાર ઉચિત નિમિત્ત છે. કુંભાર કોઈ ઘડાની પર્યાયનો
કર્તા ને કરણ (એટલે) સાધન (બનાવનાર) નથી. આહા.. હા! સમજાય છે કાંઈ? આવી વાત છે,
(દુનિયાથી ઊંધી વાત છે)
(શ્રોતાઃ) પર સાથે સંબંધ તોડી નાખવાની વાત છે..! (ઉત્તરઃ) છે જ
નહીં. પણ સંબંધ માન્યો છે. છે ક્યાં? એને તો (દરેક દ્રવ્યને તો) એના દ્રવ્ય-ગુણ-પર્યાય સાથે
સંબંધ છે. એમ કીધું ને..! પરને લઈને ક્યાંય થાય (એમ છે નહીં) આહા.. હા... હા! .
ગુરુ કાંઈ સમજાવે છે. ભાષા એ ભાષાની પર્યાય, પ્રાપ્ત, એ પરમાણુથી ભાષાની પર્યાય પ્રાપ્ત
છે, આત્માથી નહીં. એને ભાષાની પર્યાય પહેલી, વચનવર્ગણારૂપે હતી. એ વચનવર્ગણાની પર્યાયને
પ્રાપ્ત હતી. પછી ભાષાપણે થઈ ઉત્તર અવસ્થારૂપે થઈ એમાં ઉચિત નિમિત્ત જીવનું. ઈચ્છા નિમિત્ત
પણ એ ભાષા થઈ એ પોતાના કર્તા ને કરણ સાધન વડે થઈ છે. આત્માથી નહીં. (ઈચ્છાથી નહીં)
(શ્રોતાઃ)