Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 105 of 540
PDF/HTML Page 114 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૦પ
વચનવર્ગણા તો ઘણી હતી. ઘણા પરમાણુઓ હતાં. તો એટલા જ કેમ (ભાષારૂપે પરિણમ્યા)
(ઉત્તરઃ) એક એક પરમાણુ પોતાની પર્યાયનું કર્તાકરણ કરનારું (છે) એવું છે. બીજા પરમાણુને
લઈને નહીં. આવું છે પ્રભુ! (વીતરાગ વિજ્ઞાન) એક એક પરમાણુ, પૂર્વની પર્યાયને પ્રાપ્ત થઈ પણ
પોતાની કર્તા- કરણથી, અને એની ઉતર પર્યાય નવી થઈ એ પણ પોતાના કર્તા-કરણ સાધનથી
(ઉત્પન્ન થઈ છે) ઉચિત નિમિત્ત હો. નિમિત્તથી થઈ નથી. ઘડા (બન્યા). કુંભારથી ઘડો થયો નથી.
વણકરથી વસ્ત્ર વણાયું નથી. સ્ત્રીથી રોટલી થઈ નથી. આત્માથી હાથ - પગ હલતા નથી (હાથ -
પગ હાલે છે) એ પગના રજકણ જે છે, એની અવસ્થા આમ હતી તે આમ થઈ (સીધી હતી તે વળી
પગની અવસ્થા) તે નવી અવસ્થા ધારણ થશે, તો એની અવસ્થાનો કર્તા - કરણ એના પરમાણુ છે.
આત્માને લઈને પગ હાલે છે, ત્રણ કાળ, ત્રણ લોકમાં નહીં. આહા... હા... હા...! આવું સ્વરૂપ છે
પ્રભુ! (શ્રોતાઃ) જીવ છે માટે (હાથ - પગ) ચાલે છે ને! (ઉત્તરઃ) બિલકુલ નહીં. એ તો કહ્યું હતું
ને...? જીવ છે તે જીવની પોતાની પર્યાયને પ્રાપ્ત જીવ છે. પણ આ જે શરીરની પર્યાય છે. એ પણ
એના પોતાના કર્તા -કરણે શરીરની પર્યાય છે. પર્યાય પ્રાપ્ત થાય છે. શરીરપણે, આમ ગતિ કરે છે. એ
ઉત્તરપર્યાય થઈ નવી, એ ઉત્તરપર્યાયમાં નિમિત્ત - ઉચિત નિમિત્ત ભલે આત્મા હો. પણ એનાથી
આમ હાલવાની પર્યાય (પગની) થાય એમ છે નહીં. એના કર્તા- કરણ એના પરમાણુ છે. કર્તાકરણ
આત્મા છે એ બિલકુલ નહીં.. આહા.... હા... હા.. આવી વાતું છે. વીતરાગ માર્ગ! અત્યારે તો વ્રત
પાળો...ને! ભક્તિ કરો... ને! પૂજા... કરોને! એ... ય હાલ્યું છે બધું!
અહીંયાં તો કહે છે કેઃ હાથમાં-હાથમાં જે કાંઈ ચોખા રાખે આમ મૂકવા, ત્યાં (ભગવાને અર્ધ્ય
ચડાવતાં) એ ચોખાની પર્યાય, ત્યાં પહેલી હતી અહીં અને પછી આમ ગઈ, એ પર્યાયની પ્રાપ્તિ
ચોખાના પરમાણુથી (એના) કર્તા-કરણથી થઈ (છે). આગણળીને લઈને એ ચોખા આંગળીને
ભગવાન પાસે ગયા, એમ નથી. આહા... હા... હા! દરેક દ્રવ્ય-છ દ્રવ્ય ભગવાને જોયાં - એ અનંતા
આત્માઓ, અનંતા પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ (કાય), એક
આકાશ (એ) દરેક દ્રવ્યની જે પૂર્વપર્યાય પ્રાપ્ત છે. એ પણ પોતાના કર્તા ને કરણ, સાધનથી પ્રાપ્ત છે.
અને તેનો વ્યય થઈે, નવી ઉત્તર અવસ્થાને ધારણ કરે (છે) દરેક દ્રવ્ય. તેને ઉચિત નિમિત્ત ભલે હો,
પણ એ નિમિત્ત એનો કર્તા ને કરણ-સાધન નથી. એ નવી અવસ્થામાં તે તે દ્રવ્યના કર્તાને કરણ-
સાધન એનો સ્વભાવ છે. આહા... હા... હા..! દુનિયાથી જુદું છે! આહા... હા!
“અંતરંગસાધનભૂત સ્વરૂપકર્તા” આહા... હા! એ (માટીના) પરમાણુમાંથી ઘડાની પર્યાય
થઈ, એ અંતરસ્વરૂપ પરમાણુ પોતે કર્તા ને પોતે કરણ-સાધન છે. કુંભાર તો ઉચિત નિમિત્ત છે.
ચાકડો (દોરી આદિ) નિમિત્ત (છે) પણ એ ઘડાની પર્યાય, નિમિત્તથી થઈ નથી. આહા... હા.... હા!
આવું છે! પાણી છે, પાણી તૃષા લાગી હોય ને...! એ પાણીની અવસ્થા જે હતી ને આમ ગઈને પછી
બીજી અવસ્થા થઈ ગઈ અંદર. એ પરમાણુની પર્યાય પ્રાપ્ત હતી. એના સ્વરૂપકર્તા એ પરમાણુ હતા.
આ હાથને લઈને પાણી અંદર આવ્યું, એમ નથી. એ પાણીના પરમાણુ - જે દ્રવ્ય છે - તેની પૂર્વ
પર્યાયની પ્રાપ્તિ પણ પોતાના સ્વરૂપકર્તાને કરણ ને સાધનથી છે. અને પાછી પર્યાય બદલે છે, આમ
અંદર જતાં એ બદલતી અવસ્થાના કર્તા-કરણ તે પરમાણુ છે. આહા... હા... હા! પાણી છે એ ઊનું
થાય છે. અગ્નિ ઉચિત નિમિત્ત છે પણ