Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 106 of 540
PDF/HTML Page 115 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૦૬
ઉચિત નિમિત્તથી ઊનું થતું નથી. પાણીની પહેલી જે ઠંડી અવસ્થા હતી, તેની પ્રાપ્તિ પાણી છે. પછી
(એ પાણી) ઉષ્ણ અવસ્થાને પ્રાપ્ત થયું તેના કર્તા ને કરણ તે પાણીના પરમાણુ (દ્રવ્ય) છે. અગ્નિ
નહીં. આહા... હા... હા! સમજાય છે કાંઈ?
આહા... હા... હા! પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. બીજા તત્ત્વની એને (પરિણમનમાં) રાહ જોવી પડે.
(એમ છે નહીં). ઓલું આવ્યું છે ને...! બેનમાં (બહેનશ્રીનાં વચનામૃત બોલ ૨પ૧.) દ્રવ્ય કોને
કહેવાય? કેઃ ‘કે દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે.’ બેનના
વચનામૃતમાં છે.
है आपके पास..? पुस्तक लिया है..? पुस्तक लिया है...? [श्रोताः] आपने पुस्तक
दिया है, हमारे पास, हम सबके पास है। वचनामृत हिन्दीमें है [गुरुदेवः] उसमें ये शब्द है।
આહા... હા...! પ્રત્યેક દ્રવ્યના કાર્યને માટે (બીજા સાધનોની) રાહ જોવી પડે નહીં, એ સિદ્ધાંત
છે. દ્રવ્ય એને કહીએ કે પોતાની પર્યાયના કાર્યને માટે પરદ્રવ્યની રાહ જોવી પડે નહીં. આહા... હા...
અરે! વીતરાગી મારગ!! સર્વજ્ઞ પરમેશ્વરે જાણ્યો અને કહ્યો છે, કર્યો નથી. પરનું કર્યું નથી કાંઈ. કર્યું
છે પોતાનું. આહા... હા.. હા!
(કહે છેઃ) જેમકે આત્મામાં, પૂર્વપર્યાયની પ્રાપ્તિ મિથ્યાત્વની હોય, એ પણ પોતાના કર્તા
કરણથી, મિથ્યાત્વની પ્રાપ્તિ છે. દર્શનમોહનો ઉદય થયો માટે મિથ્યાત્વ છે, એમ નથી. દર્શન- મોહનો
ઉદય ઉચિત નિમિત્ત છે, પણ એને લઈને મિથ્યાત્વ અહીંયાં થાય છે, એમ નથી. મિથ્યાત્વ થવામાં
આત્માના કર્તા- કરણ-સાધનથી મિથ્યાત્વ થાય છે. આહા... હા... હા.. હા! (જે) મિથ્યાત્વની પ્રાપ્તિ
છે પૂર્વની, એમાંથી ગુલાંટ ખાઈને સમ્ય્ક (ત્વ) થાય છે. સમ્યગ્દર્શન (થાય છે.) તે સમ્યગ્દર્શનની
પર્યાયની પ્રાપ્તિ, દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન પર્યાયની પ્રાપ્તિ થઈ, એમ નથી.
સમ્યગ્દર્શનની પર્યાયની પ્રાપ્તિ (થઈ તેમાં) આત્મા તેનો કર્તા - કરણ- સાધનથી સમ્યગ્દર્શન
પર્યાયની પ્રાપ્તિ થાય છે. આહા...હા...હા..! આવું છે. વીતરાગ, સર્વજ્ઞ જિનેશ્વરદેવ...! એનું તત્ત્વજ્ઞાન
ઝીણું બહુ બાપુ...!
(શ્રોતાઃ) આ સ્વરૂપકર્તા ને આ સ્વરૂપકરણ..! (ઉત્તરઃ) હેં...! સ્વરૂપકર્તા ને સ્વરૂપકરણ
(આ છે). એમ આત્મામાં ચારિત્રની પર્યાય થાય, વીતરાગી ચારિત્ર, દયા-દાન - વ્રત - ભક્તિના
પરિણામ છે. એ કાંઈ ચારિત્ર નથી. એ તો અચારિત્ર છે. વ્રતના પરિણામ પણ એ અચારિત્ર છે.
ચારિત્ર તે તો એને કહીએ કે જે આનંદમૂર્તિ પ્રભુ આત્મા, તેના તરફની સન્મુખતાથી તેમાં આનંદમાં
રમે, અરે એનું નામ ચારિત્ર (છે). ચારિત્રની પર્યાયમાં ચારિત્રમોહનીયનો અભાવ થ્યો માટે
ચારિત્રની પર્યાય થઈ, એમ નથી. ચારિત્રમોહનીયનો અભાવ એ ઉચિત નિમિત્ત છે. પણ એને લઈને
અહીંયા ચારિત્રની પર્યાય થાય, એમ નથી. ચારિત્રની પર્યાય-પૂર્વે અચારિત્રની પર્યાયની પ્રાપ્તિ હતી.
એમાં પણ એના સ્વરૂપકર્તા ને કરણ આત્મા હતો. અને ચારિત્રની પર્યાય (પ્રાપ્ત થઈ) એનો કર્તા ને
કરણ (સાધન) એનો આત્મા છે. મહાવ્રતાદિના પરિણામ હતા માટે ચારિત્રની પર્યાય થઈ, એમ નથી.
આહા... હા... હા! આવું જગતથી ઊંધું છે ભાઈ...! વીતરાગ મારગ, આહા.... હા... હા... હા..! એ
વીતરાગ સિવાય ક્યાંય વાત છે નહીં. બધે - બધે ગપ્પા માર્યા છે બધાએ..! તીર્થંકર સર્વજ્ઞ
ત્રિલોકનાથ..! સર્વજ્ઞ પરમેશ્વરે જેવું જોયું, એવું વાણી દ્વારા આવ્યું..! એ સિવાય ક્યાંય એ વાત સાચી
છે નહીં. આહા... હા..! આ યે ધર્મ સાચો અને આ... યે ધર્મ સાચો, એવું છે નહી...