સમકિત થાય છે, એવું સ્વરૂપમાં છે નહીં આહા... હા... હા... હા! ભારે આકરું! આખી દુનિયાથી,
વિરોધ લાગે! પાગલ જેવું લાગે! આહા... હા.. હા! મારગ વીતરાગનો બાપા! જગતને મળ્યો નથી,
સાંભળવા! આહા... હા... હા!
એનાથી થયો છે? આહા... હા... હા! એક આનંદની પર્યાયમાં સમતા થઈ છે, એ તો એનો કર્તા-કરણ
એનો આત્મા કર્તા-કરણ-સાધન છે. આહા... હા.. હા! સમજાય છે કાંઈ? આતો વીતરાગ; ત્રણ
લોકનો નાથ, પરમેશ્વર બિરાજે છે, એની આ વાણી છે. ત્રણ લોકના નાથની વાણી આ છે!!
સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.” તે તે દ્રવ્યની તે (તે) પર્યાય થવી તે તેના સ્વરૂપથી
જુદી છે એમ નથી. સ્વરૂપથી જ તેવું છે.
અવસ્થા જે હતી, મલિનતાનો વ્યય, પણ એ વ્યય લક્ષણ ને દ્રવ્ય લક્ષ્ય છે. વ્યય કોઈ બીજી ચીજ
થઈ માટે તેનું મલિનપણું ટળ્યું - પાણીને લઈને ને ધોકાને લઈને - વસ્ત્રની એ મલિનતા ટળીને
નિર્મળતા થઈ એ પાણીને લઈને ને ધોકાને લઈને નિર્મલતા થઈ છે એમ બિલકુલ નહીં. એ વસ્ત્ર જ
પોતે નિર્મળ પર્યાયપણે ઊપજતું થકું, જેને વ્યય અને ધ્રુવની પણ અપેક્ષા નથી. આહા... હા! મલિન
અવસ્થા હતી તે વ્યય પામતું, તે વ્યય વડે લક્ષિત થાય છે. અહીં વ્યય કીધો. પહેલાં ઉત્પાદ કીધો હતો
ને...! (લક્ષણ બતાવવું છે ને..!) “પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી.” સ્વરૂપથી જ તેવું
છે” આહા... હા! તેવી રીતે તે જ દ્રવ્ય પણ દરેક દ્રવ્ય ઉત્તર અવસ્થાથી ઊપજતું અને પૂર્વ
અવસ્થાથી વ્યય પામતું થકું તે વ્યય વડે લક્ષિત થાય છે” વ્યય વડે દ્રવ્ય લક્ષિત થાય છે. (વસ્ત્ર)
પર માથે ધોકો પડયો માટે મલિનતા ગઈ તો કહે છે એમ લક્ષિત થતું નથી, એમ થતું જ નથી. ત્યાં
લક્ષણ નથી. વ્યય થયો છે એ લક્ષણ દ્રવ્યનું છે. આહા... હા...! આવી વાતું હવે!
આવું સ્વરૂપ છે! ગાથા પંચાણું ઝીણી છે. આખી! પહેલે દિ’ કાલે’ય ઝીણું હતું!
વ્યયની કરી, હવે ધ્રુવની કરે છે.
થકું ધ્રૌવ્ય વડે લક્ષિત થાય છેઃ “આહા...! વસ્ત્ર જે ધ્રુવ ટકતું થકું એ ધ્રુવ વડે વસ્ત્ર લક્ષ્ય