મિથ્યાત્વ અવસ્થાથી નાશ પામતું “અને ટકતી એવી દ્રવ્યત્વ–અવસ્થાથી ધ્રુવ રહેતું થતું ધ્રૌવ્ય વડે
લક્ષિત થાય છે” આહા... હા! સમ્યગ્દર્શનની પર્યાય લક્ષણ છે, તેનું લક્ષ્ય ધ્રુવ ઉપર છે. સમ્યર્ગ્શનનો વિષય
ધ્રુવ છે. ભૂતાર્થ છે. (‘સમયસાર’) ૧૧મી ગાથા. “
ધ્રુવને બતાવે છે. આહા... હા... હા! પર્યાય, આમ કર્મનો ક્ષય થ્યો એ બતાવે છે એમ નહીં.
હતી, એ જયારે અકર્મપણે થઈ, એ પોતાના સ્વરૂપથી થઈ છે. અહીંયાં ભગવાનને કેવલજ્ઞાન પ્રગટયું
માટે તે કર્મપણાની પર્યાય અકર્મપણે થઈ, એમ નથી. અને કર્મની પર્યાય પણ જયારે અકર્મપણે
(પરમાણુ) થયું તેથી અહીંયાં કેવળજ્ઞાન થયું, એમ નથી. અને કર્મની પર્યાય પણ જયારે અકર્મપણે
(પરમાણુ) થયું તેથી અહીંયાં કેવળજ્ઞાન થયું, એમ નથી. એ કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ, પૂર્વનો
વ્યય થતાં, ચાર ગુણ - મોક્ષમાર્ગનો વ્યય થતાં, કેવળજ્ઞાનની પર્યાય મોક્ષપણે થઈ, તેનો સ્વરૂપકર્તા
ને કરણ એ આત્મા છે, સંહનન મજબૂત છે વજાવૃષનારાચ એ છે માટે કેવળજ્ઞાન થયું છે, એમ નથી.
આહા... હા... હા... હા! આવી વાતું છે! ભગવાન પરમાત્મા, એણે કહેલો પંથ આ છે. આહા.... હા!
ભાષા એવી આવે તત્ત્વાર્થસૂત્રમાં ‘ચાર ઘાતિકર્મનો નાશ થાય, ત્યારે કેવળજ્ઞાન થાય, અહીંયા કહે છે
કે કેવળજ્ઞાનની પર્યાય, પૂર્વે ચાર જ્ઞાનની પર્યાય (મતિ, શ્રુતિ, અવધિ, મનઃપર્યય) હતી તેનો વ્યય
થયો, વ્યયનો કર્તા-કરણ પણ આત્મા (છે). અને ઉત્પાદ-કેવળ જ્ઞાનનો થયો તેનો કર્તા-કરણ -
સાધન પણ આત્મા (છે). કર્મને લઈને થયું ઈ, બિલકુલ વાત જૂઠી છે. આહા... હા... હા... હા!
(શ્રોતાઃ) જૈનધર્મમાં તો કર્મની લઈને થાય એમ વાત હોય ને...! (ઉત્તરઃ) જૈનધર્મમાં તો આત્માની
વાત છે. કર્મની નહીં. જગત ઈશ્વરકર્તા કહે અને આ જૈન કહે છે અમારે વિકારનો કર્તા કર્મ. અને કર્મ
(તૂટે) તોડે તો (મોક્ષ થાય.) એ તો ઈ નું ઈ છે. (મોક્ષનો કર્તા) જડ થ્યો! આહા... હા! ઓલાએ
ચૈતન્ય ઈશ્વર (કર્તા) ઠરાવ્યો કલ્પિત. આણે જડ (કર્તા) ઠરાવ્યો (કલ્પિત) કર્મ અંદર જડ છે એ
જયારે ઉદય આવે, ત્યારે અમને વિકાર થાય. અને એ કર્મ ખસી જાય તો અમારો વિકાર ટળે. એ
વાત બિલકુલ જૂઠી છે. આહા... હા.. હા! (શ્રોતાઃ) કર્મ ન રહે ત્યારે ખસી તો જાય છે.. (ઉત્તરઃ)
એને કારણે, ઈ તો એની પર્યાયમાં પૂર્વ પર્યાય કર્મપણે હતી, એની ઉત્તર પર્યાય અકર્મપણે થઈ, એનો
કર્તા-કરણ-સાધન એના પરમાણું છે. અહીં કેવળજ્ઞાન થ્યું માટે ને અકર્મપણે પર્યાય થઈ, એમ નથી.
આહા... હા... હા! ગહન વિષય છે પ્રભુ! વીતરાગ પરમાત્મા, આહા...! એનું તત્ત્વજ્ઞાન, બહુ ઝીણું
છે!! આહા... હા! લોકોએ બહારથી ખતવી નાખ્યું, આહા... હા! કેટલું! પંચાણું ગાથામાં આહા... હા!