રહેતું થકું ધ્રૌવ્ય વડે લક્ષિત થાય છે.” દ્રવ્યત્વ અવસ્થાથી ધ્રુવ રહેતું થકું, ધ્રુવથી લક્ષિત થાય છે
(અર્થાત્) ભગવાન આત્મા તો ધ્રુવથી જણાય છે. આહા.... હા... હા.. આ વળી પર્યાય વડે ધ્રુવ
જણાય...!! ધ્રુવ ધ્રુવ (લક્ષણ પર્યાયનું કહ્યું ને...!) અહીં તો ધ્રુવપણું જે છે એનું જે ખ્યાલમાં આવ્યું
- એ ધ્રુવપણું જે છે એનું જે ખ્યાલમાં આવ્યું - એ ધ્રુવપણું ખ્યાલમાં આવવું, એ ધ્રુવનું લક્ષણ છે.
(વળી) એ ધ્રુવનું લક્ષણ છે એમ કહે છે. આહા... હા... હા! ઝીણી વાત છે ભાઈ! (જે વાણી) ઇન્દ્રો
સાંભળવા આવે! ત્રણ જ્ઞાનના ધણી! એ વાત (વાણી) કેવી હશે! ઉપર શક્રેન્દ્ર, પહેલા દેવલોકના ઇન્દ્ર
(છે). એકાવતારી છે. એક ભવે મોક્ષ જનાર! શક્રેન્દ્ર. સુધર્મઇન્દ્ર એક ભવે મોક્ષ જનાર. તે (ધર્મ)
સભામાં આવે, તે વાણી કેવી હશે બાપ! કથા - વાર્તા (જેવી) સાધારણ હશે? આહા... હા... હા... હા!!
છે.” આહા... હા! જાણે છે જ્ઞાન, પણ એ ધ્રુવપણું જણાવે છે દ્રવ્યને, ધ્રુવપણું જણાવે છે ધ્રુવને એમ,
જાણે છે પર્યાય. કંઈ ધ્રુવપણું ધ્રુવપણાને જાણતું નથી, ધ્રુવ તો ધ્રુવ છે. પણ અહીંયા તો ધ્રુવપણું એનું
લક્ષણ છે. (એવું પર્યાય જાણે. એ લક્ષણથી ધ્રુવ છે એમ પર્યાયે લક્ષ્ય કર્યું! બહુ ફેરફાર છે ભાઈ!
આહા... હા! ન સમજાય તો, રાત્રે પૂછવું. રાત્રે છે ને...! સવાસાતથી આઠ પોણો કલાક...! ચર્ચા
(હોય છે ને...!) ઝીણી વાત છે ભાઈ! આહા.... હા! ધ્રુવ વડે લક્ષિત થાય છે. શું કીધું?”
ધ્રુવપણું છે. એ ધ્રુવનું લક્ષ્ય કરાવે છે. એ ધ્રુવપણું જે છે એ લક્ષણ છે અને ધ્રુવ જે છે એ લક્ષ્ય છે.
એમ પર્યાય જાણે છે. આહા... હા... હા! હવે આવો ઉપદેશ! ઓલું તો કહે કે વિષય સેવવા નહીં ને
ચોવિહાર કરવા, સામાયિક કરવી, પડિકકમણા કરવા. પણ આવી તત્ત્વની દ્રષ્ટિ વિના સામાયિક
(સાચી) આવી ક્યાંથી? આહા... હા! તત્ત્વ (જ) સ્વતંત્ર છે. દરેક તત્ત્વની એકસમયની પર્યાય
ક્રમબદ્ધ (છે). ક્રમબદ્ધ!
(છે). ક્રમસર હોનેવાલી હૈ, આગે - પીછે - આગળ, પાછળ છે નહીં. જર્હાં જો પર્યાય હોનેવાલી હૈ
હોગી હી. એ પર્યાયના લક્ષણથી દ્રવ્ય લક્ષ્ય થાય છે. આહા... હા... હા! ક્રમબદ્ધ નો લેખ આમાં
આવ્યો છે થોડોઃ ‘જૈન મિત્ર’ માં આવ્યું છે આ જ થોડું, થોડું’ ક આવ્યું છે થોડું’ ક! આહા... હા!
એ ઉત્પાદ-વ્યય-ધ્રુવની, એની વ્યાખ્યા થઈ. “
પણ દ્રવ્ય છે. આહા... હા!