Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 112 of 540
PDF/HTML Page 121 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૧૨
(તીરછા-આડા-એકસાથ) વિસ્તાર વિશેષો છે. છે ને?” (શુક્લત્વાદિ) ગુણો વડે લક્ષિત થાય છે.”
આ ધોળું (વસ્ત્ર) છે, એ ધોળા વડે (પણ) એ ધોળી પર્યાય છે. પણ (એનો જે ગુણ છે) એના વડે
લક્ષિત થાય છે. ધોળી છે એ પર્યાય છે. પણ રંગ (વર્ણ) એનો ગુણ છે. રંગ છે જે વસ્ત્રમાં એ એનો
ગુણ છે. ધોળી તો પર્યાય છે (પણ) સમજાવવું છે એટલે આમ લીધું. આહા... હા... હા! કાળી, ધોળી,
લીલી એ તો પર્યાય છે. અને રંગ (વર્ણ) જે ત્રિકાળી પરમાણુમાં છે એ ગુણ છે, આહા... હા... હા!
(શ્રોતાઃ) બરાબર! ... આવું છે. વસ્ત્ર વિસ્તારવિશેષ, દ્રવ્ય છે તે સામાન્ય ને એના ગુણ છે તે
વિસ્તારવિશેષ (છે). એ વસ્ત્ર વિસ્તારવિશેષોસ્વરૂપ શુક્લત્વાદિ ગુણો વડે-પર્યાય છે હો- લક્ષિત
થાય છે.
“પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી” વસ્ત્રને જે ભાવ આદિ ગુણો છે તેનાથી
તે વસ્ત્ર લક્ષિત થાય છે. છતાં તે ગુણોને અને દ્રવ્યને સ્વરૂપભેદ નથી. આહા... હા... હા...! બહુ
ઝીણું
... “સ્વરૂપથી જ તેવું છે; તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ વિસ્તારવિશેષો – સ્વરૂપો ગુણો વડે
લક્ષિત થાય છે.” દરેક દ્રવ્યમાં વિસ્તાર- (વિશેષો) અનંતા ગુણો છે. આમ વિસ્તાર (આડા-તીરછા)
પરમાણુ છે એમાંય અનંતગુણો છે. આત્મામાં પણ અનંતગુણો છે. ધર્માસ્તિકાય (આદિ) તત્ત્વમાં પણ
અનંતગુણો છે. એક કાલાણુ દ્રવ્ય છે એમાં પણ અનંતગુણ છે. વસ્તુ છે તેમાં વિસ્તરવિશેષો - ગુણો,
એક સાથે આમ (તીરછા) રહેલા ગુણો આમ (એકસાથ-પહોળાઈ) છે. પર્યાય છે એ આમ (લંબાઈ
- એક પછી - એક- ક્રમે ક્રમે) છે. આયત - એક પછી એક લંબાઈ છે ક્રમસર થાય અને ગુણો
અક્રમે - એક સાથે રહેલા છે. “દ્રવ્ય પણ વિસ્તારવિશેષો સ્વરૂપ ગુણો વડે લક્ષિત થાય છે; પરંતુ
તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.”
આહા... હા.. હા!
“વળી જેવી રીતે તે જ વસ્ત્ર આયતવિશેષોસ્વરૂપ” પર્યાય, હવે પર્યાય લીધી. તે વસ્ત્રમાં
પર્યાય થાય છે જે એક પછી એક, એક પછી એક. એ આયત એટલે લંબાઈ કાળપણે લંબાઈપણે
પર્યાય થાય છે એ આયતવિશેષોસ્વરૂપ “પર્યાયવર્તી (–પર્યાય તરીકે વર્તતા, પર્યાય– સ્થાનીય)
તંતુઓ વડે લક્ષિત થાય છે.”
આહા... હા! પર્યાયવર્તી તંતુઓ વડે લક્ષિત થાય છે, તંતુ (ને) પર્યાય
ગણી અહીંયાં.
“પરંતુ તેને તંતુઓની સાથે સ્વરૂપભેદ નથી” આહા... હા! ગુણોને અને દ્રવ્યને
સ્વરૂપભેદ નથી, ગુણ લક્ષણ છે દ્રવ્ય લક્ષ્ય છે. લક્ષણ - લક્ષ્યમાં સ્વરૂપભેદ નથી. આહા.... હા! આવી
વાતું હવે!
(અહીંયાં કહે છે કેઃ) “તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ તે જ દ્રવ્ય આત્મા અને પરમાણુ આદિ
“આયતવિશેષોસ્વરૂપ” પર્યાયો. એક પછી એક, એક પછી એક વિશેષ. ઓલા વિસ્તારવિશેષ ગુણો
હતા. આ પર્યાય વિશેષ (છે). આયત એટલે લંબાઈથી કાળક્રમે થતી પર્યાય, એવી
આયતવિશેષોસ્વરૂપ “પર્યાયો વડે લક્ષિત થાય છે.” આહા... હા..! કોણ? દ્રવ્ય. કપડું - વસ્ત્ર પણ
તેની પર્યાય વડે લક્ષિત થાય છે. એમ દરેક દ્રવ્ય, તેની વર્તમાન પર્યાય વડે લક્ષિત થાય છે. આહા...
હા... હા.. હા! એની પર્યાય, પોતાથી છે સ્વરૂપભેદ નથી. ભેદ જે ચીજ છે તેનાથી તે લક્ષ્ય થતું નથી.
એનામાં જે પર્યાય છે, એનાથી તે દ્રવ્ય લક્ષ્ય થાય છે. છતાં તે દ્રવ્યને, ગુણને પર્યાયને ભેદ નથી.
આહા... હા! હવે આ અપેક્ષા કહેવી છે ને