Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 113 of 540
PDF/HTML Page 122 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૧૧૩
અત્યારે! આવું ભાઈ કોઈ દી’ સાંભળ્‌યું નહીં હોય ત્યાં. જિંદગીમાં ન્યાં. ભાઈને તો મગજ નો’ તું
કાંઈ એ મજૂરી કરીને વયા ગ્યા. આહા... હા! તત્ત્વની વસ્તુ બાપુ એવી છે!
વાસ્તવિક દ્રવ્ય, ગુણને પર્યાય શું છે? અને ગુણ ને પર્યાય (‘ગુણપર્યાયવત્ દ્રવ્યમ્’) દ્રવ્ય શું
છે? એની વ્યાખ્યા છે. તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ આયતવિશેષોસ્વરૂપ પર્યાયો વડે લક્ષિત થાય
છે”
તેની પર્યાય વડે દ્રવ્ય લક્ષિત થાય છે. બીજું તત્ત્વ છે (સાથે) માટે લક્ષ્ય થાય છે એમ નથી.
આહા... હા! આત્મામાં, સમ્યગ્દર્શનની પર્યાય થઈ, એ પર્યાય વડે લક્ષિત દ્રવ્ય થાય છે. (વળી) એ
પર્યાય વડે લક્ષિત દ્રવ્ય થાય છે. પર્યાય - સમ્યગ્દર્શન થયું, એ મિથ્યાદ્રર્શનનો અભાવ થયો એવી
અપેક્ષા એને લાગૂ પડતી નથી. આહા... હા.. હા! દર્શનમોહનો અભાવ થ્યો માટે સમ્યગ્દર્શનપર્યાય
જણાય છે, એમ નથી. એ સમ્યગ્દર્શનની પર્યાય, નિર્મળ વીતરાગી આત્મજ્ઞાન, એ પર્યાય આત્માને
જણાવે છે. આત્મા તેનું લક્ષ્ય છે ને આ પર્યાય તેનું લક્ષણ છે. આ... રે... આમાં વાતે - વાતે ફેર! છે
તો લોજિક! યુક્તિથી સિદ્ધ કર્યું છે પ્રભુ એ તો!! મુનિરાજ! દિગંબર સંત! વનવાસી હતા. વનવાસમાં
રહીને ટીકા બનાવી છે ‘આ’. એ એનું સ્વરૂપ જ છે તે. સ્વરૂપથી જુદું તે નથી.

વિશેષ કહેશે...