સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જુદાં નહિ જોવામાં આવતા પીળાશાદિક અને
કુંડલાદિકનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને
સુવર્ણ જ ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ-
સિદ્ધિ થાય છે, સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોયઃ તેવી રીતે દ્રવ્યે, ક્ષેત્રે, કાળે
કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે,
કારણ કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની
અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ગુણો અને પર્યાયો પણ ન હોય. આવું અસ્તિત્વ
તે દ્રવ્યનો સ્વભાવ છે.)
ગુણો અને કુંડળાદિકપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે, - એવા સુવર્ણનું મૂલસાધનપણે
જે પૃથક જોવામાં આવતું નથી,
જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (પીળાશાદકથી અને કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું
અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડલાદિકનું અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને
કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિકના અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ
થાય છે, પીળાશાદિક અને કુંડળાદિક ન હોય તો સુવર્ણ પણ ન હોયઃ તેવી રીતે ગુણો અને પર્યાયોથી
ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે, કારણ કે
દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો જ ધારણ કરતા હોવાથી ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ
દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો
સ્વભાવ છે.)
દ્રષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે છે).
૨. તેમનાથી = પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયોથી. (સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં નીપજવામાં મૂળ સાધન પીળાશ આદિ