અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી” એ
સોનાને પીળાશાદિક ગુણો અને કુંડલાદિક પર્યાય ધારણ કરે છે એમ કહે છે. આહા... હા! છે?
“પીળાશાદિકના અને કુંડલાદિકના અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ થાય છે. પીળાશાદિક અને
કુંડળાદિક ન હોય તો સુવર્ણ પણ ન હોય” , તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિ જોવામાં
આવતા” (કોણ?) દરેક દ્રવ્ય. તે તે દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિ ત્રિકાળી ભાવ, અને તેની
વર્તમાન થતી અવસ્થા - તેવી રીતે ગુણોથી અને પર્યાયોથી ભિન્ન નહિં જોવામાં આવતા
અસ્તિત્વ’ છે એમ કહે છે. અને ગુણ, પર્યાયનું અસ્તિત્વ તે દ્રવ્યને લઈને અસ્તિત્વ છે. અરસ-પરસ
છે. બીજા દ્રવ્યને લઈને કાંઈ બીજા દ્રવ્યમાં થાય એવું વીતરાગ મારગમાં છે નહીં. એ બીજાનું દ્રવ્ય,
બીજા (દ્રવ્ય) ને કાંઈ કરે - જેમ ઈશ્વર કર્તા જગતનો - એમ માનનારા છે એવું જૈનમાં રહેલા એક
દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરે, એવું માનનારા બધા મિથ્યાદ્રષ્ટિ છે. જેમ ઈશ્વરકર્તા માનનારા મિથ્યાદ્રષ્ટિ
છે એમ જૈનમાં - વાડામાં રહેલા - એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે (એમ માન્યતા રાખનારા)
મિથ્યાદ્રષ્ટિ છે જૈન નથી. આહા... હા! આવું આકરું કામ છે બાપુ! ઝીણી વાત છે...!! આહા... હા...!
ગુણો ને પર્યાય તે, દ્રવ્યે ધારણ કરે છે. સમજાણું કાંઈ?
શરીર હલે. કલમ હલે - એ બધી પર્યાયો તેના પરમાણુની પર્યાય છે. એ આત્મા એ પર્યાયો કરે છે
એમ ત્રણ કાળમાં નથી. આત્મા બોલે છે તો તે બોલવાની પર્યાયનો કર્તા આત્મા (એ) ત્રિકાળ જૂઠ
છે. અહીં આવી વાતું છે, ગુણ ને પર્યાય છે આધાર દ્રવ્યના. અને દ્રવ્ય આધાર છે ગુણ, પર્યાયનું.
અરસ-પરસ. દ્રવ્ય છે તેનો કર્તા - કરણ ને સાધન ગુણ, પર્યાય (છે). અને એ ગુણ, પર્યાયનો કર્તા
- કરણ - સાધન એ દ્રવ્ય (છે). આહા... હા... હા... હા..! શું ભગવાનની શૈલી! વીતરાગ સિવાય
ક્યાંય આ છે નહીં. જિનેશ્વર દેવ, તે પણ દિગંબર ધર્મ- એમાં આ વાત આવી છે, બીજે ક્યાંય છે
નહી. બધાએ ગરબડ ગરબડ બધે ચલાવ્યું છે. એમાં દિગંબરમાં (પણ) માન ધરાવનારા ગરબડ
ચલાવે છે.