Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 131 of 540
PDF/HTML Page 140 of 549

 

background image
ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૩૧
(એટલે ઉત્પાદ-વ્યય-ધ્રુવનું) (પણ) આ તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ એનું મૂળ સાધન છે, દ્રવ્યનું - એમ
શબ્દ વાપર્યો છે. ભાઈ! દ્રવ્ય, ઉત્પાદ-વ્યય-ધ્રુવનું (કર્તા-કરણ) સાધન છે. એમાં તો સાધારણ વાત
લીધી છે. આહા... હા! (વાત) ઝીણી છે, ધીરેથી - સમજવું! પ્રભુ, આ તો મારગ! વસ્તુ, જે છે, એ
ઉત્પાદ - વ્યય ને ધ્રુવની કર્તા છે, એ સાધારણ વાત કરી, અહીંયાં તો દ્રવ્ય, જે છે, એમાં ઉત્પાદ-
વ્યય-ધ્રુવ ન હોય, તો એ ઉત્પાદ - વ્યયને ધ્રુવ તો દ્રવ્યના કર્તા (કરણ-અધિકરણ) છે. (એ વિના)
દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા... હા... હા!
વેદાંતવાળા પર્યાયને માનતા નથી. પર્યાય (હોય) દ્રવ્યને? પણ ભાઈ, એ પર્યાય બહાર ન
હોય (પણ) એ પર્યાય, દ્રવ્યની કર્તા છે. (શ્રોતાઃ) દ્રવ્યને એ (જ) સિદ્ધ કરે છે...! (ઉત્તરઃ) હેં!
દ્રવ્યને સિદ્ધ કરે છે, પર્યાય. દ્રવ્ય, દ્રવ્યને સિદ્ધ ન કરે. પર્યાય દ્રવ્યને સિદ્ધ કરે. આહા! આકરી વાત
છે. ઈ તો ઓલામાં. ‘ચિદ્દવિલાસમાં’ આવ્યું છે ને..! ‘અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે.’
(કહે છે કેઃ) એમ, અનંતા દ્રવ્યો જે છે. એની વર્તમાનપર્યાય પ્રગટ ન હોય, અને એ પર્યાય
જો ગુણ હોય, કાં વર્તમાનપર્યાય અંદરમાં હોય - તો તે પર્યાય કર્તા-કરણ -સાધન -અધિકરણ દ્રવ્યનું
જે છે (એ પર્યાય બહાર ન હોય તો) દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા... હા! સમજાય છે કાંઈ....?
વેદાંત પર્યાયને માનતા નથી પ્રગટ. એકલું દ્રવ્ય (માને) આહા... હા... એ ધ્રુવ છે એને સિદ્ધ કરનાર
કોણ...? ધ્રુવ (ધ્રુવને) સિદ્ધ કરે..? એની જે પર્યાય છે. ઉત્પાદ- વ્યયની પર્યાય જે છે - એ તેને
સિદ્ધ કરે છે. “આ દ્રવ્ય” છે એને ઉત્પાદ- વ્યય સિદ્ધ કરે છે. પ્રગટપર્યાય જે છે એ દ્રવ્યને સિદ્ધ-
સાબિત કરે છે. બીજી રીતે લઈએ તો, આ તો અસ્તિત્વગુણની વ્યાખ્યા લીધી છે.
પણ આખું પરમાનંદસ્વરૂપ જે છે. જે પૂરણઆનંદ અને પૂરણજ્ઞાન આદિ અખંડ - એક
દ્રવ્યસ્વરૂપ (આત્મા) છે. તેની (પ્રગટ) પર્યાયથી તેની (દ્રવ્યની) સિદ્ધિ થાય છે, એટલે પર્યાયથી
તેનો નિર્ણય થાય છે. અહીંયાં તો એ આત્માને કે પ્રત્યેક પદાર્થને (જો) ઉત્પાદ- વ્યય-ધ્રુવ ન હોય
તો એ ઉત્પાદ- વ્યવ-ધ્રુવ (તો) દ્રવ્યને સિદ્ધ કરે છે. (જો એ ન હોય તો દ્રવ્ય સિદ્ધ થતું નથી.) તો
ઉત્પાદ પર્યાય ન હોય, વ્યયપર્યાય ન હોય, ધ્રુવ ન હોય તો દ્રવ્ય સિદ્ધ કરનારું (કોઈ) રહેતું નથી.
આહા... હા... વેદાંત સર્વવ્યાપક માનીને પર્યાયને ઉડાવી દ્યે છે. પ્રગટ પર્યાય છે (નહીં), પ્રગટ
પરિણમન છે જ નહીં એમ માને છે. સમજાણું કાંઈ...? આહા... હા...!
અહીંયાં તો કહે છે કેઃ દરેક પદાર્થ (ઉત્પાદ-વ્યય-ધ્રુવ સહિત છે). આ તો અધ્યાત્મની ઝીણી
વાત છે. પ્રભુ..! (કહે છે) એ પર્યાય વર્તમાનમાં (કે જે) સમ્યગ્દર્શન-જ્ઞાન આદિની પ્રગટ પર્યાય ન
હોય, તો એ પર્યાય (જ) દ્રવ્યને સિદ્ધ કરે છે. એ તો રહેતું નથી. આહા... હા...! ભાઈ, આવી વાતું
છે. નીચે છે જુઓ, (ફૂટનોટમાં) ઉત્પાદ- વ્યય- ધ્રૌવ્યો જ દ્રવ્યનાં કર્તા છે, (કરણ અને અધિકરણ
છે; તેથી ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યો જ દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે.) છે..? નીચે. આહા.. હા! અરે
ઉત્પાદ- વ્યયની પર્યાય ન હોયતો દ્રવ્યને સિદ્ધ ન કરે (ઉપરાંત) અરે, પૂર્વની પર્યાય વ્યય ન થાય
તો દ્રવ્યને સિદ્ધ ન કરે (એટલે વ્યય વિના દ્રવ્ય સિદ્ધ ન થાય.) અને એમાં કાયમ રહેનારું ધ્રૌવ્ય છે
એ ન હોય તો (પણ) દ્રવ્ય સિદ્ધ ન થાય. ધ્રૌવ્ય સત્ત્વ છે (સત્ત્વ વિના સત્ સિદ્ધ ન થાય). આ
ધ્રૌવ્ય દ્રવ્યને સિદ્ધ કરે છે. ધ્રૌવ્ય - ધ્રુવપણું એ કર્તા છે