Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 130 of 540
PDF/HTML Page 139 of 549

 

background image
ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૩૦
જોવામાં આવતાં ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે; કારણ કે ઉત્પાદો,
વ્યયો અને ધ્રૌવ્યોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી”
એ સોનું જ તેને ધારણ કરે છે,
ત્રણેયને આહા... હા! “દ્રવ્યના અસ્તિત્વથી જ ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય
ન હોય તો ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે).
ભાષા
તો જરી સાદી, પણ હવે તેને (સમજવું પડશે ને...!) આહા... હા!
(કહે છેઃ) અથવા, જેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે કુંડળાદિ–ઉત્પાદોથી, બાજુબંધ આદિ
વ્યયોથી અને પીળાશઆદિ ધ્રૌવ્યોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા–કરણ–અધિકરણરૂપે
સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા કુંડળાદિ – ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને
પીળાશઆદિ ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે – એવા સુવર્ણનું”
જેની નિષ્પત્તિ છે (એટલે)
દ્રવ્યની-સુવર્ણની “એવા સુવર્ણનું, મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે સ્વભાવ
છે; તેમ દ્રવ્યે ક્ષેત્રે, કાળે કે ભાવે ઉત્પાદ, –વ્યય–ધ્રૌવ્યોથી જે પૃથક જોવામાં આવતું નથી”.
આહા...
હા.. હા! કર્તા - કરણ - અધિકરણ (રૂપે)’ .
આહા...! એ દ્રવ્ય જે છે. તેની ઉત્પાદપર્યાય (જે છે)
તે એની કર્તા છે. વ્યય પર્યાય, તે એની કર્તા છે. દ્રવ્યનો ઓલું (પહેલાં કહ્યું હતું કે) દ્રવ્ય એનો કર્તા
છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવનો દ્રવ્ય કર્તા (છે). (અહીંયાં કહે છે કે) આ ઉત્પાદ, વ્યય, ને ધ્રુવ એ દ્રવ્યનો
કર્તા છે. આહા.... હા! જો ઉત્પાદની પર્યાય બહાર ન હોય, તો તો દ્રવ્યનું કર્તાપણું રહેતું નથી. વાત
સમજાય છે આમાં? (મર્મ છે.) દ્રવ્યની એક - એક પર્યાય, અનાદિ- અનંત છે. એમાં વર્તમાન
પર્યાય પ્રગટ ન હોય, તો તો એનું કર્તા - કરણ (અધિકરણ) પણું દ્રવ્યમાં છે એ રહેતું નથી,.
સમજાય છે કાંઈ? એવી રીતે વાત સિદ્ધ કરી છે. કે જે ભૂતની ને ભવિષ્યની પર્યાયો તે દ્રવ્યમાં
શક્તિરૂપે રહી, પણ વર્તમાન પર્યાય છે એ જો દ્રવ્યમાં ભળી જાય, તો પર્યાય, દ્રવ્યનું કર્તા છે એ પણ
રહેતું નથી. આહા...! સમજાણું કાંઈ? જે અહીં પર્યાય થાય છે. પરમાણુ-સોનું (દ્રવ્યની) કુંડળ, એ
પર્યાય જો પ્રગટ ન હોય, તો સોનાની કર્તા તો એ પર્યાય છે, તો પર્યાય કર્તા ન રહે તો દ્રવ્ય જ સિદ્ધ
થતું નથી. આહા... હા! છે?
(અહીંયાં કહે છે કેઃ) “કર્તા–કરણ–અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને.” ઓલી
(પહેલાં) સુવર્ણની વાત હતી. અહીંયાં દરેક પદાર્થની વાત છે. ‘કર્તા-કરણ-અધિકરણરૂપે, ‘દ્રવ્યના’
સ્વરૂપને ધારણ કરીને વસ્તુ છે તેનો ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એ ત્રણેય દ્રવ્યના કર્તા છે. આહા... હા...
હા! દ્રવ્યની ‘સિદ્ધિ’ એ ઉત્પાદ - વ્યય - ધ્રુવથી થાય છે. આહા... હા! ઘણો સિદ્ધાંત! જો પ્રગટ
પર્યાય ન હોય, અને વર્તમાન પર્યાય પણ અંદર ભળી જાય, તો દ્રવ્યની ઉત્પાદપર્યાય (વિના) કર્તા-
કરણ -સાધન દ્રવ્યને (સિદ્ધ) કરવા રહેતું નથી. તો દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. સમજાય છે કાંઈ?
(મર્મની વાત છે) આખું દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. કેમકે ઉત્પાદ છે જે છે - પ્રગટ પર્યાય જે છે એ
દ્રવ્યની કર્તા છે, પ્રગટપર્યાય છે એ દ્રવ્યનું કરણ-સાધન છે, પ્રગટપર્યાય છે એ દ્રવ્યનું અધિકરણ છે.
(એટલે) આધાર છે. ત્રણ કરણ લીધા છે (અહીં) આહા... હા... હા! ભાષા જરી ઓલી છે, પણ
સમજાય તેવી છે. (શ્રોતાઃ) મૂળ સાધન કહ્યું એ...! (ઉત્તરઃ) મૂળસાધન છે ઈ. (અહીંયાં)
મૂળસાધનપણે શબ્દ વાપર્યો છે. ઓલામાં (પહેલાં) બીજી રીતે વાપર્યો છે. દ્રવ્ય એનું કારણ