આ... હા... એ વાત થઈ ચૂકેલી છે વંચાઈ ગ્યુ ત્યારે “મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે
અસ્તિત્વ છે.” વસ્તુ છે તેનું હોવાપણું એનું મૂળસાધન ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય છે. આહા... હા... હા
એનાથી સિદ્ધ થાય છે તે દ્રવ્ય! ‘મૂળસાધન’ તો એ છે. હવે એ પર્યાયને ન માને (એને) મૂળસાધન
તો રહે નહિ! હેં! આહા... હા... હા...! દ્રવ્યને સિદ્ધ કરવા (એટલે) દ્રવ્યનો અનુભવ કરવા માટે પર્યાય
પ્રગટ છે. એ નથી તો તો એ રહ્યું નહીં એ લોકો તો (વેદાંત) એમ કહે છે ને... આત્માનો અનુભવ એ
શું વળી, તો તો દ્વૈત થઈ ગયું! આત્માનો અનુભવ શું? આત્મા છે બસ! પણ અહીંયાં તો કહે છે કે
‘છે’ એનો જે અનુભવ થાય પર્યાયમાં ત્યારે ‘છે’ એવું ખ્યાલમાં આવે. કારણ પરમાત્મા છે આહા...
હા..! (કોણ?) ભગવાન ત્રિકાળી આનંદનો નાથ, સચ્દિાનંદ પ્રભુ! સનાતન સત્ય ધ્રુવ છે. એનું એ
તરફ ધ્યાન ગયા વિના, તે તરફ શ્રદ્ધા ગયા વિના આ કારણ પરમાત્મા નિત્ય ધ્રુવ છે એ કોણ નક્કી
કરે? (એ જ્ઞાન-શ્રદ્ધા-ધ્યાનની પર્યાય નકકી કરે છે)
કહ્યું છે ને....! (છપદના પત્રમાં)... ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળજ્ઞાન થયુ છે;
ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્ત્તે છે... શ્રદ્ધા થતાં કેવળજ્ઞાન થયું
એટલે કેવળજ્ઞાન તો હતું જ્ પણ શ્રદ્ધા થઈ ત્યારે ‘કેવળજ્ઞાન છે’ એમ આસ્થા આવી. આહા... હા...!
“એવા દ્રવ્યનું –મૂળસાધનપણે” એમાં (ટીકામાં ત્રણ બોલમાં) કરણમાં (એટલે) સાધન તો આવ્યું’
તું. શું કીધુ? કાંઈ સમજાણું.? કર્તા-કરણ-અધિકરણ કહ્યું તેમાં સાધન તો આવ્યું તું. છતાં વિશેષ આ
સાધન કે જે દ્રવ્ય છે ઉત્પાદ - વ્યય- ધ્રૌવ્યનું કર્તા - કરણ ને સાધન ને અધિકરણ છે, એ કરતાં
(વિશેષ) ઉત્પાદ- વ્યય - ને ધ્રૌવ્ય એ દ્રવ્યનું સાધન છેે મૂળસાધન છે. આહા... હા!
વ્રત કરો. ભગવાનની પૂજા કરો. રથ કાઢો... પંચ કલ્યાણક કરો. અરે કાઈ એમાં, કરો... કરો તો
મિથ્યાત્વ છે સાંભળને. કરવાની બુદ્ધિ એ જ મિથ્યાત્વ છે. અર... ર...! ત્યારે તો...! ગજબ વાત
બાપુ! ભાવ હોય શુભ! કે આવું હોય ઈ. પણ એ શુભભાવ વિકૃત છે. એનાથી આત્માની સિદ્ધિ ન
થાય. આ ‘આત્મા આવો છે’ એમ એ વિકૃત (અવસ્થાથી) ન થાય. એનો અવિકૃતસ્વભાવ જે નિર્મળ
(છે) એની શ્રદ્ધા જ્ઞાન શાંતિ આદિની જે નિર્મળપર્યાય, તેનાથી દ્રવ્યનું ભાન થાય, તેથી તેને
‘મૂળસાધન’ ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્યને કીધું. આહા... હા...હા... હા.! ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્ય તે દ્રવ્ય છે
ત્યાં તેને મૂળસાધન ન કહ્યું ભાઈ! શું કહ્યું? કે દ્રવ્ય - વસ્તુ છે એ ગુણ, પર્યાયનાં કર્તા- કરણ-
અધિકરણ-સાધન છે એમ (પહેલા) આવી ગયું છે ને...! પણ ‘મૂળસાધન’ ત્યાં શબ્દ વાપર્યો નથી.
(શ્રોતાઃ) ત્યાં કરણ કહ્યું છે પણ ‘મૂળસાધન’ કહ્યું નથી... (ઉત્તર;) હા... સાધન-કરણ તો આવી ગયું છે