Pravachansar Pravachano (Gujarati). Gatha: 97.

< Previous Page   Next Page >


Page 140 of 540
PDF/HTML Page 149 of 549

 

background image
ગાથા – ૯૭ પ્રવચનસાર પ્રવચનો ૧૪૦
હવે આ (નીચે પ્રમાણે) સાદ્રશ્ય - અસ્તિત્વનું કથન છે;-
इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं ।
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ।। ९७।।
इह विविधलक्षणानां लक्षणमेंकं सदिति सर्वगतम् ।
उपदिशता खलु धर्म जिनवरवृषभेण प्रज्ञप्तम् ।। ९७।।
વિધવિધ લક્ષણીનું સરવ–ગત ‘સત્ત્વ’ લક્ષણ એક છે,
–એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
ગાથા ૯૭.
અન્વયાર્થઃ– [धर्मं] ધર્મને [खलु] ખરેખર [उपदिशता] ઉપદેશતા [जिनवरवृषभेण]
જિનવર વૃષભે [इह] આ વિશ્વમાં [विविधिलक्षणानां] વિવિધલક્ષણવાળાં (ભિન્ન-ભિન્ન સ્વરૂપ
અસ્તિત્વવાળાં સર્વ) દ્રવ્યોનું. [सत् इति] ‘સત્’ એવું (सर्वगतं). સર્વગત [लक्षणं] લક્ષણ
(સાદ્રશ્ય-અસ્તિત્વ) [एकं] એક [प्रज्ञप्तम्] કહ્યું છે.
ટીકાઃ– આ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણું - અનેકપણું દર્શાવતા) અન્ય દ્રવ્યોથી
વ્યાવૃત્ત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા વિશેષલક્ષણભૂત સ્વરૂપ- અસ્તિત્વ વડે
(સર્વ દ્રવ્યો), લક્ષિત થતાં હોવા છતાં સર્વ દ્રવ્યોનું, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, સર્વ દ્રવ્યોમાં
પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું, ‘સત્’ એવું જે સર્વગત સામાન્ય
લક્ષણ - ભૂત સાદ્રશ્ય - અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું. એ રીતે ‘સત્’ એવું કથન અને ‘સત્’
એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન
હોય) તો કોઈક પદાર્થ સત્ (હયાતીવાળો) હોવો જોઈએ, કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો
જોઈએ, કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ; પરંતુ તે તો વિરુદ્ધ
જ છે. અને આ (‘સત્’ એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે,
વૃક્ષની જેમ.

----------------------------------------------------------------------
૧. જિનવરવૃષભ-જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર.
૨. સર્વગત=સર્વમાં વ્યાપનારું.
૩. વ્યાવૃત્ત=જુદું; છુટું; ભિન્ન.
૪. પરામર્શ=સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ.