કરે છે, તેમ ઘણાં બહુવિધ દ્રવ્યોને પોતપોતાના વિશેષલક્ષણભૂત સ્વરૂપ- અસ્તિત્વના અવલંબનથી
ઊભું થતું જે અનેકત્વ તેને સામાન્ય લક્ષણભૂત સાદ્રશ્યદર્શક ‘સત્’ પણા વડે (‘સત્’ એવા ભાવ
વડે, હોવાપણા વડે, ‘છે’ પણા વડે) ઊભું થતું એકત્વ તિરોહિત કરે છે. વળી જેમ તે વૃક્ષોની
બાબતમાં, સામાન્યલક્ષણભૂત સાદ્રશ્યદર્શક વૃક્ષપણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં
(પોતપોતાના) વિશેષલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે
પ્રકાશમાન રહે છે - (આબાદ રહે છે, નષ્ટ થતુ નથી), તેમ સર્વ દ્રવ્યોની બાબતમાં પણ,
સામાન્યલક્ષણભૂત્ સાદ્રશ્યદર્શક ‘સત્’ પણાથી ઊભા થતા એકત્વ વડે તિરોહિત થતું હોવા છતાં
(પોતપોતાના) વિશેષલક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું અનેકત્વ સ્પષ્ટપણે
પ્રકાશમાન રહે છે. (ઘણાં (અર્થાત્ સંખ્યાથી અનેક) અને બહુવિધ (અર્થાત્ આમ્રવૃક્ષ, અશોકવૃક્ષ
ઇત્યાદિ અનેક પ્રકારનાં) વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ-અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ-અસ્તિત્વની
અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે. પરંતુ વૃક્ષપણું કે જે સર્વ વૃક્ષોનું સામાન્ય લક્ષણ છે અને જે
સર્વવૃક્ષોમાં સાદ્રશ્ય (સમાનપણું) બતાવે છે તેની અપેક્ષાએ સર્વ વૃક્ષોમાં એકપણું છે; આ એકપણા ને
મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે; તેવી રીતે ઘણાં (અર્થાત્ અનંત) અને બહુવિધ (અર્થાત્
છ પ્રકારનાં) દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ- અસ્તિત્વ ભિન્ન-ભિન્ન હોવાથી સ્વરૂપ-અસ્તિત્વની અપેક્ષાએ
તેમનામાં અનેકપણું છે, પરંતુ સત્પણું (-હોવાપણું, ‘છે’ એવો ભાવ) કે જે સર્વ દ્રવ્યોનું સામાન્ય
લક્ષણ છે અને જે સર્વ દ્રવ્યોમાં સાદ્રશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે. આ
એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે. વળી આ પ્રમાણે જયારે સામાન્ય સત્પણાને
લક્ષમાં લેતાં સર્વ દ્રવ્યોના એકત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થાય છે, ત્યારે પણ તે (સમસ્ત
દ્રવ્યોનું સ્વરૂપ - અસ્તિત્વ સંબંધી) અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે.) (આ પ્રમાણે સાદ્રશ્ય
- અસ્તિત્વનું નિરૂપણ થયું) ૯૭.
----------------------------------------------------------------------