ગાથા – ૯૭ પ્રવચનસાર પ્રવચનો ૧૪૨
પ્રવચન તા. ૬ તથા ૭–૬–૭૯
હવે આ (નીચે પ્રમાણે) સાદ્રશ્ય અસ્તિત્વનું કથન છેઃ-
इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं।
उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं।। ९७।।
‘પ્રવચનસાર’ ગાથા - ૯૭.
હવે સાદ્રશ્ય અસ્તિત્વ (ની વાત છે). એટલે છે... છે... છે... ને... છે બધાં છે ને...! એ ‘છે’
બધાં છે એ અપેક્ષાએ સાદ્રશ્ય-અસ્તિત્વ (કહેવામાં આવે છે) બધા એક છે એમ નહીં. જેવા આત્મા
છે એવા અનંત આત્મા છે, અનંત પરમાણુ છે. ધર્માસ્તિ છે, કાલાણુ છે. એ સાદ્રશ્ય અસ્તિત્વ ‘છે’
સરખા. ‘છે પણે’ સરખા છે. એમ. ‘છે’ બધા પણ ‘છે પણે’ બધાં સરખા છે. એ સત્તામાં (કહ્યું)
“વિધવિધલક્ષણીનું સરવ–ગત ‘સત્ત્વ’ લક્ષણ એક છે,” બધામાં એક લક્ષણ છે. છે.... છે....
છે... છે..... એ બધામાં એક લક્ષણ છે. પરમાણુ પણ છે, ધર્માસ્તિકાય છે, આત્મા છે, (અધર્માસ્તિકાય
છે), આકાશ છે. ‘છે’ એમાં ‘નથી’ એમ થાય? ‘છે’ એ સદ્રશ મહાસત્તાની અપેક્ષાએ છે. (બધા
પદાર્થો) ‘છે’ એમ. આહા... હા..!” ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિદિષ્ટ છે.
અહીં થોડો અન્વયાર્થ લઈએ, થોડો વખત છે ને...!
અન્વયાર્થઃ- (धर्म) ધર્મને [खलु] ખરેખર [उपदिशता] ઉપદેશતા [जिनवरवृषभेण]
જિનવરવૃષભે [इह] આ વિશ્વમાં [विविधलक्षणानां] વિવિધલક્ષણવાળા (ભિન્ન-ભિન્ન સ્વરૂપ-
અસ્તિત્વવાળા સર્વ) દ્રવ્યોનું, [सत् इति] ‘સત્’ એવું [सर्वगतं] સર્વગત [लक्षणं] લક્ષણ
(સાદ્રશ્ય-અસ્તિત્વ) [एकं] એક [प्रज्ञप्तम्] કહ્યું છે.
“ધર્મને ખરેખર ઉપદેશતા જિનવરવૃષભે” જિનવરવૃષભ (એટલે) જિનવરોમાં શ્રેષ્ઠ તીર્થંકરે
“આ વિશ્વમાં વિવિધલક્ષણવાળા.” ભલે ચૈત્તન્ય લક્ષણવાળા આત્માઓ, જડલક્ષણવાળા પરમાણુઓ
આદિ, એમ વિવિધ લક્ષણવાળા દ્રવ્યો, “ભિન્ન–ભિન્ન સ્વરૂપ–અસ્તિત્વવાળા સર્વ” સર્વ દ્રવ્યોનું “સત્
એવું” આહા... હા...! ભલે એના લક્ષણો ભિન્ન હો, પણ ‘છે પણે’ એમાં સર્વ દ્રવ્યો આવી જાય છે.
“છે” એવું ‘સત્’ સર્વગત’ સર્વમાં વ્યાપનારું “લક્ષણ (સાદ્રશ્ય અસ્તિત્વ એક કહ્યું છે” ‘સત્’
‘છે’ એક એ અપેક્ષાએ. બધા (પદાર્થો) છે ને....! બે છે એમ છે કાંઈ? તો એક છે ને બીજું નથી,
અથવા એક છે ને બીજું ઓછું છે, એક સત્ આખું છે ને એક (સત્) ઓછું છે એવું છે કાંઈ? બધું
પૂરણ છે એકે-એક. બધા સ્વરૂપ-અસ્તિત્વમાં એકે-એક (જુદાંજુદાં) લીધા છે. સાદ્રશ્ય - અસ્તિત્વમાં
બધાં છે એની વ્યાખ્યા કરે (છે).
(અહીંયા કહે છે કે;) ” ટીકાઃ– આ વિશ્વમાં, વિચિત્રતાને વિસ્તારતા (વિવિધપણું –
અનેકપણું દર્શાવતા), અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્ત રહીને વર્તતા” અન્ય દ્રવ્યોથી, ભિન્ન-ભિન્ન સ્થિતિએ
રહીને, એવા”