સ્વરૂપ છે એ સર્વનું એ તો બરાબર છે.
વિસ્તારને અસ્ત કરતું.” આહા... હા...! જ્ઞાનનું લક્ષણ આત્માનું જડનું લક્ષણ-સ્વરૂપ-અસ્તિત્વ ભલે
હો. પણ એ બધાનું વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું ભિન્ન-ભિન્ન નહીં પણ ‘છે’ બસ! બધા ‘છે’
અને સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું” ભિન્ન–ભિન્ન ન
ગણતાં ‘સત્’ એવું જે સર્વગત સામાન્ય લક્ષણભૂત સાદ્રશ્ય અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું” ઈ
‘છે’ ઈ પણે જાણવું. ભલે લક્ષણ ભેદ છે સર્વનાં. પણ (સાદ્રશ્યઅસ્તિત્વ) માં કોઈ ભેદ છે નહીં.
સ્વરૂપનાં અસ્તિત્વથી, પરથી ભિન્ન છે. પણ પ્રત્યેક આત્માઓ છે. પરમાણુઓ છે અને બીજા બધા
પદાર્થો છે એવી સદ્રશ ‘સત્’ ની અપેક્ષાએ, અનેકપણું એટલે ભિન્ન છે તે લક્ષમાં લેતાં નથી. અહીંયાં
એક ‘સત્’ છે, બધાં દ્રવ્યો ‘છે’ ‘છે પણે’ સદ્રશદ્રષ્ટિમાં મહાસત્તા કેટલાક કહે છે ને...! મહાસત્તા
ભિન્ન છે (પણ) એમ નથી. બધા થઈને એવી એક મહાસત્તા છે (એમ કોઈ માને છે પણ) એમ
નથી. આહા... હા...! પણ છે... છે... છે.... છે... એ સાદ્રશ્ય-અસ્તિત્વપણે (છે). એકપણું જુદું પણ છે
(એટલે સ્વરૂપ-અસ્તિત્વ) અને છે... છે.... છે.... છે... પણેંમાં બધું આવી જાય છે સાદ્રશ્યપણાંમાં.
એમાં એકપણું જુદું છે. અનેકપણું ઘુંટાઈ જાય છે. આહા... હા...! આવી વાત છે. વસ્તુની સ્થિતિ!
(શ્રોતા) અનેકપણું અનેકપણાપણે રહે છે ઘુંટાઈ કેવી રીતે જાય છે..? (ઉત્તરઃ) એમ છે વસ્તુ તરીકે
(દરેકનું) સ્વરૂપ-અસ્તિત્વ ભિન્ન-ભિન્ન છે. પણ એક પોતે છે એવા બધા છે એ (‘સત્’) અપેક્ષાએ
સાદ્રશ્ય-અસ્તિત્વ કહ્યું છે. ‘સંગ્રહનય’ ની દ્રષ્ટિએ (અપેક્ષાએ) બધા એક છે એમ કહેવામાં આવે છે.
છે... છે... છે... છે.... છે... એ અપેક્ષાએ (બધા એક ‘સત્’ છે) બધા એક થઈ જાય છે એમ નથી.
અન્ય (મત) માં તો એમ કહે છે વેદાંત આદિમાં કહે છે મહાસત્તા - સર્વવ્યાપકવસ્તુ છે. એક જ છે.
બે (દ્વૈત્ત) નથી કાંઈ! અહીંયાં તો વસ્તુ છે (એ) પોતાના સ્વરૂપે છે પરસ્વરૂપે નથી. એવું અનેકપણું
હોવા છતાં, પોતે છે અને બીજા છે એમ “છે પણા” માં અનેકપણું લક્ષમાં નથી આવતું ‘છે પણાં’
માં છે. બધું એવું લક્ષમાં આવ્યું. આહા...! આવો મારગ છે.
હોવો જોઈએ. કોઈક અસત્ (હયાતી વિનાનો) હોવો જોઈએ. કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ,
અને કોઈક અવાચ્ય હોવો જોઈએ,; પરંતુ તે તો વિરુદ્ધ જ છે. અને આ (‘સત્’ એવું કથન અને
જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત) તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.