Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 146 of 540
PDF/HTML Page 155 of 549

 

background image
ગાથા – ૯૭ પ્રવચનસાર પ્રવચનો ૧૪૬
દરેક પરમાણુ પોતાના સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી “ઊભુ થતું અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન
રહે છે”
એક-એક સત્ સત્ સત્ સત્ એક કીધું માટે એ જુદાપણું નાશ થઈ જાય છે એમ નથી.
આહા.... હા...! વીતરાગનો મારગ આવો છે ભાઈ...! ભાઈ એક જ કહે છે ‘સર્વવ્યાપક’ ત્યારે તો
એ બધા અનેક છે. એકાંત અનેક છે, પણ અનેક ભિન્ન-ભિન્ન જાત છે એનું નામ જ્ઞાન છે. છ એ
દ્રવ્યો ત્યાં કાંઈ જાણતાં નથી. એક ચેતન છે અને પાંચ અચેતન છે. એ ‘છે’ પણે બધા ‘સત્’ માં
જાય છે તેમ છતાં ‘સત્’ માં એકપણે રહ્યાં છતાં અનેકપણું જુદું દ્રવ્ય છે ત્યાં તેનો નાશ થતો નથી.
આહા... હા... હા! આમ વસ્તુની સ્થિતિ જે રીતે છે તે રીતે સિદ્ધ કરે છે. આહા... હા... “ઘણાં
(અર્થાત્ સંખ્યાથી અનેક) અને બહુવિધ (અથાત્ આમ્રવૃક્ષ અશોક વૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં)
વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ– અસ્તિત્વ ભિન્ન–ભિન્ન હોવાથી સ્વરૂપ – અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં
અનેકપણુંછે.”
ઘણાં પ્રકારનાં વૃક્ષોનું પોતાનું સ્વરૂપ - અસ્તિત્વ ભિન્નભિન્ન હોવાથી સ્વરૂપ -
અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે. ઝાડદીઠ અનેકપણું જુદું - જુદું છે “પરંતુ વૃક્ષપણું કે જે
સર્વ વૃક્ષોનું સામાન્ય લક્ષણ છે.” (એટલે) વૃક્ષપણું બસ. આ યે વૃક્ષ, આ યે વૃક્ષ, આ યે વૃક્ષ એમ
બસ વૃક્ષપણું, એ અપેક્ષાએ (સામાન્ય લક્ષણ)
“અને જે સર્વ વૃક્ષોમાં સાદ્રશ્ય – સમાનપણું બતાવે છે
તેની અપેક્ષાએ સર્વ વૃક્ષોમાં એકપણું છે.” આહા... હા...!
(અહીંયાં કહે છે કે;) “આ એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે.” છે છે
છે છે છે એમ મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે. ભિન્ન ભિન્ન ચીજ ત્યારે ગૌણ થાય છે.
આહા!! વાણિયાને નવરાશ ક્યારે આ સમજવાની! આ ‘પ્રવચનસાર’ છે. ભગવાનની દિવ્યધ્વનિ છે
એનું આ માખણ છે. (શ્રોતા) સમજી શકે તો વાણિયા જ સમજી શકે છે. (ઉત્તરઃ) હેં! સમજે તેદી’
ને બિચારાને આ લ્યો ને! આહા... હા! (શ્રોતા;) બીજા ને મળે તેમ નથી..! (ઉત્તર;) બીજામાં છે
જ ક્યાં (આ તત્ત્વ). “તેવી રીતે ઘણાં (અર્થાત્ અનંત) અને બહુવિધ (અર્થાત્ છ પ્રકારનાં) ”
જોયું? છ પ્રકારનાં (કહ્યાં) ઘણાં (એટલે) અનંત અને છ પ્રકારનાં
“દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ –
અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ–અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે” દરેક દ્રવ્ય
જુદાંજુદાં છે. “પરંતુ સત્પણું હોવાથી (હોવાપણું’ છે’ એવો ભાવ).” હોવાપણાંનો ભાવ, આ યે
હોવાપણું, આ યે હોવાપણું, -એ છે, એ છે, એ છે. (એવો ભાવ)”
કે જે સર્વદ્રવ્યોનું સામાન્યલક્ષણ
છે અને જે સર્વ દ્રવ્યોમાં સાદ્રશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે.” સર્વ દ્રવ્યો કહ્યા
ને..! છ એ દ્રવ્ય, છ! એ સ્વરૂપ-અસ્તિત્વ (પણે) એક એક ભિન્ન છે એ છે છે છે છે છે (એવા)
સાદ્રશ્ય-અસ્તિત્વમાં છ એ દ્રવ્યો સમાઈ જાય છે. “આ એકપણાં ને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું
ગૌણ થાય છે.”
છે છે છે છે છે એમ બધાનું એકપણું કરીએ (ત્યારે) ભિન્ન-ભિન્ન ચીજ જે છે તે
ગૌણ થઈ જાય છે. અભાવ થતો નથી. આહા... હા..!
જેમ પર્યાય ને અભૂતાર્થ કીધી ને...! (‘સમયસાર’) ૧૧મી ગાથા. (ववहारोऽभूदत्थो
भूदत्थो देसिदो दु सुद्धणओ] એ પર્યાયને ગૌણ કરીને અૂભતાર્થ કીધી છે. પર્યાય નથી એમ નહીં.
દરેક દ્રવ્યની પર્યાય પ્રગટ, ત્રણે કાળે દ્રવ્યની પર્યાય પ્રગટ, પ્રગટ પ્રગટ છે. વર્તમાન! સમજાણું કાંઈ?
આહા... હા...! પર્યાય અભૂતાર્થ કીધી એટલે કે નથી એ ગૌણ કરીને નથી કહ્યું છે. અભાવ કરીને
નથી એમ નથી કહ્યું. આહા... હા...!