એકપણું આપતા છતાં તેના દ્રવ્યનું ભિન્નપણું - અનેકપણું છે. એ કાંઈ નાશ થતું નથી. એ (સ્વરૂપ-
અસ્તિત્વ) અનેકપણું પ્રકાશમાન રહે છે આહા... હા... હા...! હવે અહીં દ્રવ્યની સત્તા દ્રવ્ય જુદી છે
એનું (એ મતનું) ખંડન કરે છે શું કીધું?”
વળી ઉત્પત્તિ થાય દ્રવ્યથી પણ પર્યાયની થાય (એક) દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થાય એમ નથી.
આહા... હા... હા!” અને દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જુદો પદાર્થ નથી.” વસ્તુથી એની સત્તા જે છે એ
વસ્તુથી જુદી નથી. આહા...! સમજાણું કાંઈ?”
सिद्धं तथ आगमदो णेच्छदि जो सो हि परसमओ ।। ९८।।
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
છે સમજાય છે. કાંઈ.?
પર્યાયની કંઈ ઉત્પત્તિ કરે એમ નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ઉત્પત્તિ તો કરે નહીં પણ બીજા દ્રવ્યની
પર્યાયની ય ઉત્પત્તિ કરે નહીં આહા... હા... હા! આવું છે.
આહા... હા... ઈશ્વર કર્તા તો નથી પણ આ દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા નથી. આહા... હા..! ‘એકતાપણું
તો ત્યાં સુધી સિદ્ધ કર્યુ છે એ દ્રવ્ય પર્યાયનું એકતા ત્યાં સુધી ‘એકતાપણું’ સિદ્ધ કર્યુ છે પરની
પર્યાયનું કર્તા નહીં પણ દ્રવ્ય પોતે, પોતાની પર્યાયનું કર્તા નહીં પર્યાય પર્યાયથી થાય અને પર્યાય
પર્યાયની કર્તા છે એમ છે. આહા... હા... આવું સ્વરૂપ છે. ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપે
બિરાજમાન છે. જિન-સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ! અખંડ અનંત શક્તિઓની અખંડતાનું પ્રતીક છે, પણ
તે પ્રતીકમાં એના ગુણો એ દ્રવ્યથી જુદાં છે (જેમ) સત્તા જુદી છે એ દ્રવ્યની એમ નથી એની
(દ્રવ્યની) પર્યાય દ્રવ્યથી જુદી છે એમેય અહીંયાં નથી કહેવું અહીંયાં નથી કહેવું. અહીંયાં ફકત પરથી
ભિન્ન પાડવું છે...ને! બીજે ઠેકાણે (દ્રવ્યથી પર્યાય જુદી કહી છે) ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય તહાં
સમજવું તેહ બીજે ઠેકાણે - ગાથા ૩૨૦ (‘સમયસાર’) માં