(શ્રોતા) એ બે (દ્રવ્ય - પર્યાય) વચ્ચેની ભિન્નત્તા...! (ઉત્તરઃ) એ બે વચ્ચેની વાત છે અહીંયા તો
બીજા દ્રવ્યોથી ભિન્નતાની (વાત) છે. આહા...! આ (આત્મ) તત્ત્વ શરીરને - તત્ત્વને ઊપજાવે કે
શરીરની પર્યાયને ઉપજાવે એમ નથી. આહા... હા બહુ..! ઝીણું બહુ..!!
બાપથી દીકરો થ્યો, આને બાપથી દીકરો થ્યો..?
દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતા...?
કરે...? એ બધું. અહીં તો જંગલ હતું. તમે આવ્યા તેથી (આ બધુ) તમારાથી થયું છે. (પણ) એમ
નથી. (શ્રોતાઃ) ભક્તિમાં તો આપે ગવરાવ્યું હતું કે આમ થાય..? (ઉત્તરઃ) એ તો નિમિત્તની વાતું
છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ખેંચી લાવે બીજે ક્ષેત્રેથી, એમેય નથી. આહા... હા... હા! એક દ્રવ્ય બીજા
દ્રવ્યને નવું બનાવે એમેય નથી અને તે દ્રવ્યની પર્યાય બનાવે એમેય નથી. તેમ એ દ્રવ્ય બીજાં દ્રવ્યો,
બીજા ક્ષેત્રે હોય ત્યાંથી ખેંચીને (તેને) આમ લાવે, એમ પણ નથી. આહા... હા... હા!
સ્વભાવથી તે સિદ્ધ છે. કંઈ પરને લઈને સિદ્ધ નથી. આહા...! “આહા...!
સ્વભાવનું સિદ્ધપણું અનાદિ- અનંતને લઈને છે. દીકરામાં બાપનો અણસાર આવે છે. તો બાપથી એ
દીકરો થ્યો.... એમનો? અને અણસાર આવે એના જેવો!
આવે..! આહા...! વીતરાગભગવાન, ત્રિલોકનાથ પરમાત્મા, એનો અણસાર મુનિપણામાં આવે. એમ
આવ્યું છે ને...! અહીંયાં વાત એ સિદ્ધ કરવી છે. આહા... હા.! પિતાજીનો અણસાર જે શરીર આદિ,
આકારમાં અમુક, એ પુત્રમાં તે દેખાય (છતાં) છે સ્વતંત્ર, પણ દેખાય (પુત્રના અણસારમાં) એમ
ત્રિલોકનાથ, વીતરાગ પ્રભુ..! સર્વજ્ઞ પરમેશ્વર..!
આજીવન વીતરાગનો ભાવ. પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ એનો અણસાર મુનિની દશામાં દેખાય છે.
આહા... હા... હા...! શાંત.... શાંત... શાંત... શાંત...! વીતરાગ, વીતરાગ, વીતરાગ... વીતરાગ!!
રાગની જ્યાં પ્રેરણાં ને વિકલ્પને જ્યાં સ્થાન નથી. એવા મુનિપણાનું - વીતરાગી સ્વભાવનો નમૂનો
(ત્યાં) દેખાય છે. આ મુનિ! જેની