જરૂર નથી. આહા... હા...! નિર્મળપર્યાયનું સાધન તે તેનું દ્રવ્ય છે. પોતાનું દ્રવ્ય છે. એ તો આવી ગયું
ને..! (ગાથા. ૯૬ ટીકામાં) કર્તા-કરણ (અધિકરણ). એ આવી ગ્યું ને...! ગુણ, પર્યાયનું કર્તા-કરણ
- અધિકરણ દ્રવ્યને દ્રવ્યનું કર્તા-કરણ-અધિકરણ ગુણ પર્યાય (છે) આહા... હા...! થોડી વાતે પણ
(પૂર્ણ સ્વરૂપ વસ્તુ - સ્થિતિ) ગજબ કામ કર્યું છે ને...! આવું ક્યારે મળે! ભાઈ! આહા... હા...!
એક આત્મા, અનંતગુણોનો ધણી, અરે જગતમાં અનંત આત્માઓ પણ એક આત્મા પણ અનંત-
અનંત-અનંત ગુણોનો પિંડ છે, પર્યાયની નજર ન કર....! કેમ કે તેં જયારે પર્યાયની દ્રષ્ટિ છોડીને
દ્રવ્ય-દ્રષ્ટિ કરી છે ત્યારે તું પર્યાયને ન જોઈને દ્રવ્ય જોયું કે દ્રવ્ય આવું છે. એ ભગવાનસ્વરૂપ છે ઈ.
એ અનંતા જે જીવ છે એ પરમાત્મસ્વરૂપ છે. એના અસ્તિત્વમાં ઈ આ રીતે છે. એનું આગવું
અસ્તિત્વ બીજા અસ્તિત્વની અપેક્ષા રાખતું નથી. આહા... હા..! શું કહ્યું છે..! ઘણું સમાડયું છે, આમાં
તો ઘણું સમાડયું છે!!! આહા... હા.. પ્રભુના વિરહ ભૂલાવ્યા છે. આહા...! એવી સ્પષ્ટતા કરી નાખી
છે...!! શું કીધું? “ગુણ પર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ કે જે મૂળસાધન છે તેેને –ધારણ
કરીને દરેક દ્રવ્ય સ્વયમેવ સિદ્ધ થયેલું વર્તે છે.” સ્વયમ્ એવ, સ્વયં જ –પોતાની હયાતી પણે –
સિદ્ધપણે વર્તે છે. આહા... હા...!
છે. આહા... હા...! બીજાની પર્યાયને દ્રવ્ય - ગુણ તો નહીં પણ તે દ્રવ્ય પોતાની પર્યાયને ઉત્પન્ન કરે
છે. ઉત્પન્ન કરે છે દ્રવ્ય તમારે દ્રવ્યાંતર સિદ્ધ કરવું હોય તો, એ દ્રવ્ય (પોતાની) પર્યાયને ઉત્પન્ન કરે
છે. આહા.. હા...! આજ! આજ પ્યાલા ફાટે અંદર!! ભિન્ન ભિન્ન (સત્તા) વીજળીનો ડુંગરમાં ઘા પડે
ને (ત્રાટકે ને) ડુંગરમાં બે ભાગ પડી જાય, એમ આ (બે) ભાગ પડી જાય છે. આહા... હા! પ્રભુ
તું ઉત્પન્ન કર તો તારી પર્યાયને હોં! અને તે પર્યાયની ઉત્પત્તિ કરતાં - દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય છે. તેથી
તેની પર્યાયની ઉત્પત્તિ, મૂલક થાય છે. (દ્રવ્યનું મૂલ્યાંકન કરતી) દ્રવ્યની સિદ્ધિ -દ્રવ્ય છે ત્યાં જઈને
એમ માન. દ્રવ્ય છે એનાથી પર્યાય થાય છે. એ દ્રવ્ય ધ્રુવ છે, ધ્રુવની સત્તા ત્યાં છે. સમજાણું
આમાં...? આહા... હા! શું કહ્યું ઈ...? શું કહ્યું....? ‘દ્રવ્ય છે’ એમ જ્યાં બેઠું જેને, એ દ્રવ્યથી ઉત્પન્ન
થાય તે દ્રવ્યાંતર નથી. અનેરા દ્રવ્યથી ઉત્પત્તિ અને અનેરું દ્રવ્ય (આ) નથી.
એક પર્યાય એક પર્યાય એક, તે તે સમયે થાય... આહા... હા... હા...! એક પર્યાય સદાય રહે એમ
નહીં. એ કદાચિત્ થાય (એટલે) એક પછી એક થાય-અનંતી પર્યાયો પછી - પછી (તે તે સમયે
થાય). આ નથી સાંભળતા શું માંડી છે આવી! આહા....! આવો તો કેવો જૈન ધરમ...!! બાપુ,
મારગડા જુદા ભાઈ...! પ્રભુ બધાની સત્તાનો સ્વીકાર કરી લે. તારા દ્રવ્યનો સ્વીકાર થાય, તે
દ્રવ્યમાંથી પર્યાય થાય. એ પર્યાયથી પર્યાય ન થાય. દ્રવ્યમાંથી (પર્યાય) થાય. રાગથી ન થાય. પરથી
ન થાય દ્રવ્યથી દ્રવ્યાંતર (એટલે અન્ય દ્રવ્યોથી ન થાય) પણ દ્રવ્યથી પર્યાયની ઉત્પતિ થાય, એ
દ્રવ્યાંતર નથી. આહા... હા...! સમજાય છે કાંઈ...?