પરમાણુ દ્રવ્યની એ જડની (પરમાણુની) પર્યાય છે. આ મનુષ્યપણું ઉત્પન્ન થયું છે એ જડની
પર્યાય છે. “કાદાચિત્કપણાને લીધે પર્યાય છે.” આ પર્યાય (મનુષ્યપણાની) એમ ને એમ રહે
સદાય રહે એમ નહીં. આહા... હા...! બહુ નાખ્યું છે...! બે પરમાણુ (લઈને) અનંત પરમાણુ સુધીના
(સ્કંધની) ઉત્પત્તિ તે એ (પરમાણુ) દ્રવ્યથી થાય છે. આહા... હા..! બીજા આત્માથી નહીં. આ
(શરીર છે મનુષ્યનું) એ અનંત પરમાણુથી ઉત્પન્ન થયેલી આ પર્યાય છે, એ પરમાણુથી ઉત્પન્ન થયેલ
છે. આત્માથી ઉત્પન્ન થયેલ નહીં.”
જીવની પર્યાય કદાચિત્ એટલે જે સમયે જ્યાં હોય (મનુષ્ય, દેવ, તિર્યંચ, નારકમાં) ત્યાં થાય એમ.
કદાચિત્કનો અર્થ કદાચિત્ (છે). પણ (દ્રવ્યમાં) પર્યાય તો સદાય થાય છે, પણ એ પર્યાય (મનુષ્ય,
દેવ, આદિ) તે સમયની હોય ત્યારે (ત્યાં) થાય છે એમ કદાચિત્ (કહ્યું છે). આહા.... હા... હા...!
ઘણું સમાવ્યું છે ઘણું સમાવ્યું પ્રભુ...! ઓહોહો...!
અવસ્થાયી. શું કહે છે. પર્યાય છે ઈ તો કદાચિત્ ઉત્પન્ન થાય છે. અને વસ્તુ છે (દ્રવ્ય) તે ત્રિકાળ છે.
આહા... હા..! ભાઈ! આવું હતું ત્યાં ક્યાંય? ક્યાંય નથી. બીજે વેપાર ધંધા છે. આહા... હા..! શું
તત્ત્વની ઝીવણવટની સ્થિતિ..! આહા..! “દ્રવ્ય તો અનવધિ” છે. ઉત્પન્ન થાય તે તે પર્યાય છે,
કદાચિત્ છે તે તે સમયે ઉત્પન્ન થાતી છે. એ પર્યાય સદાય ઉત્પન્ન થાય એમ નથી. આહા... હા...!
એમ સત્ પણ છે. આહ... હા....!
‘સત્ છે’ એવો ભાવ દ્રવ્યના સત્તાસ્વરૂપ સ્વભાવનો જ બનેલો – રચાયેલો છે). એ સ્વભાવ ને સત્
એ બે જુદાં નથી. કે આ દ્રવ્યથી સત્તા-સત્ ઉત્પન્ન થયેલું છે. એમ પણ નથી. દ્રવ્યથી સત્ કોઈ જુદું છે
એમ નથી. જેમ દ્રવ્ય અનાદિઅનંત છે તેમ ‘સત્’ તેની સાથે અભેદ છે. આહા... હા..!