ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧પ૪
હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું ને દ્રવ્યથી સત્તાનું* અર્થાંતરપણું હોવાનું ખંડન કરે છે
(અર્થાત્ કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જુદો પદાર્થ નથી
એમ નક્કી કરે છે);-
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा।
सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ।। ९८।।
द्रव्यं स्वभावसिद्धं सदिति जिनास्तत्त्वतः समाख्यातवन्तः।
सिद्धं तथा आगमतो नेच्छति यः स हि परसमयः।। ९८।।
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’ – તત્ત્વતઃ શ્રીજિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮
ગાથા ૯૮
અન્વયાર્થઃ– (द्रव्यं) દ્રવ્ય (स्वभावसिद्धं) સ્વભાવથી સિદ્ધ અને (सत् इति) (સ્વભાવથીજ)
‘સત્’ છે એમ (जिनाः) જિનોએ (तत्त्वतः] તત્ત્વતઃ (समारख्यातवन्तः) કહ્યું છે, (તથા) એ
પ્રમાણે (आगमतः) આગમ દ્વારા [सिद्धं] સિદ્ધ છે, (यः), જે (न इच्छति) ન માને (सः) તે
ખરેખર (परसमयः) પરસમય છે.
ટીકાઃ– ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની ઉત્પત્તિ થતી નથી, કારણ કે સર્વ દ્રવ્યો સ્વભાવસિદ્ધ છે.
(તેમનું) સ્વભાવસિદ્ધપણું તો તેમનાં અનાદિનિધનપણાને લીધે છે; કારણ કે૧ અનાદિનિધન
સાધનાંતરની અપેક્ષા રાખતું નથી, ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ - કે જે મૂળસાધન છે
તેને - ધારણ કરીને સ્વયમેય સિદ્ધ થયેલું વર્તે છે.
જે દ્રવ્યોથી ઉત્પન્ન થાય છે તે તો દ્રવ્યાંતર નથી, કાદાચિત્કપણાને લીધે પર્યાય છે; જેમ કે દ્વિ
અણુક વગેરે તથા મનુષ્ય વગેરે. દ્રવ્ય તો અનવધિ (મર્યાદા વિનાનું), ત્રિસમય અવસ્થાયી (ત્રણે
કાળ રહેનારું) હોવાથી ઉત્પન્ન ન થાય.
હવે એ રીતે જેમ દ્રવ્ય સ્વભાવથી જ સિદ્ધ છે, તેમ ‘(તે) સત્ છે’ એવું પણ તેના
સ્વભાવથી જ સિદ્ધ છે એમ નિર્ણય હો, કારણ કે સત્તાત્મક એવા પોતાના સ્વભાવથી નિષ્પન્ન થયેલા
ભાવવાળું છે (- દ્રવ્યનો ‘સત્ છે’ એવો ભાવ દ્રવ્યના સત્તા સ્વરૂપ સ્વભાવનો જ બનેલો -
રચાયેલો છે).
દ્રવ્યથી અર્થાન્તરભૂત સત્તા ઉત્પન્ન નથી (-બની શકતી નથી. ઘટતી નથી, યોગ્ય નથી) કે
જેના સમવાયથી તે (-દ્રવ્ય) ‘સત્’ હોય. (આ વાત સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ)
----------------------------------------------------------------------
* અર્થાંત્તર = અન્યપદાર્થ.
૧. અનાદિનિધન=આદિ અને અંત રહિત્ત. (જે અનાદિ=અનંત હોય વેની સિદ્ધિ માટે અન્ય સાધનની જરૂર નથી.
૨. કાદાચિત્ કોઈવાર હોય એવું; અનિત્ય.