Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 540
PDF/HTML Page 164 of 549

 

background image
ગાથા – ૯૮ પ્રવચનસાર પ્રવચનો ૧પપ
પ્રથમ તો સત્થી સત્તાનું યુતસિદ્ધપણા વડે અર્થાન્તરપણું નથી કારણ કે દંડ અને દંડીની
માફક તેમની બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી. (બીજું.) અયુતસિદ્ધપણા વડે પણ તે
(અર્થાન્તરપણું) બનતું નથી. ‘આમાં આ છે (અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે)’ એવી પ્રતીતિ થતી હોવાથી
તે બની શકે છે એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે) ‘આમાં આ છે’ એવી પ્રતીતિ શાના
આશ્રયે (- શા કારણે) થાય છે? ભેદના આશ્રયે થાય છે (અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાને
કારણે થાય છે) આમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), ક્યો ભેદ? પ્રાદેશિક કે
અતાદ્ભાવિક...? પ્રાદેશિક તો નથી, કારણ કે યુતસિદ્ધપણું પૂર્વે જ રદ કર્યુ છે. અતાદ્ભાવિક
કહેવામાં આવે તો તે ઉત્પન્ન છે (-ઉચિત જ) છે કારણ કે ‘જે દ્રવ્ય છે તે ગુણ નથી’ એવું
(શાસ્ત્રનું) વચન છે પરંતુ (અહીં પણ એ ધ્યાનમાં રાખવું કે) આ અતાદ્ભાવિક ભેદ ‘એકાંતે આમાં
આ છે’ એવી પ્રતીતિનો આશ્રય (-કારણ) નથી, કારણ કે તે (અતાદ્ભાવિક ભેદ) સ્વયમેવ (પોતે
જ)
ઉન્મગ્ન અને નિમગ્ન થાય છે. તે આ પ્રમાણેઃ જયારે દ્રવ્ય ને પર્યાય પ્રાપ્ત કરાવવામાં આવે
(અર્થાત્ જયારે દ્રવ્યને પર્યાય પ્રાપ્ત કરે છે - પહોચે છે એમ પર્યાર્યાર્થિક નયથી જોવામાં આવે), ત્યારે
જ - શુક્લ આ વસ્ત્ર છે, આ આનો શુક્લત્વગુણ છે’ ઇત્યાદિની માફક - ‘ગુણવાળું આ દ્રવ્ય છે,
આ આનો ગુણ છે’ એમ અતાદ્ભાવિક ભેદ ઉન્મગ્ન થાય છે. પરંતુ જયારે દ્રવ્ય ને દ્રવ્ય પ્રાપ્ત
કરાવવામાં આવે (અર્થાત્ દ્રવ્યને દ્રવ્ય પ્રાપ્ત કરે છે - પહોચે છે એમ દ્રવ્યાર્થિક નયથી જોવામાં
આવે), ત્યારે સમસ્ત ગુણવાસનાના ઉન્મેષ જેને અસ્ત થઈ ગયા છે એવા તે જીવને - ‘શુક્લ વસ્ત્ર
જ છે’ ઇત્યાદિની માફક - ‘આવું દ્રવ્ય જ છે’ એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન થાય
છે. એ રીતે ભેદ નિમગ્ન થતાં તેના આશ્રયે (-કારણે) થતી પ્રતીતિ નિમગ્ન થાય છે. તે (પ્રતીતિ)
નિમગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાંતરપણું નિમગ્ન થાય છે. તેથી બધુંય (આખુંય), એક દ્રવ્ય જ
થઈને રહે છે, અને જ્યારે ભેદ ઉન્મગ્ન થાય છે, તે ઉન્મગ્ન થતાં તેના આશ્રયે (- કારણે) થતી
પ્રતીતિ ઉન્મગ્ન થાય છે, તે (પ્રતીતિ) ઉન્મગ્ન થતાં અયુતસિદ્ધત્વજનિત અર્થાંતરપણું ઉન્મગ્ન થાય છે,
ત્યારે પણ (તે) દ્રવ્યના પર્યાયપણે ઉન્મગ્ન થતું હોવાથી, -જેમ જળરાશિથી જળકલ્લોલ વ્યતિરિકત
નથી (અથાત્ સમુદ્રથી તરંગ જુદું નથી) તેમ - દ્રવ્યથી વ્યતિરિકત હોતું નથી.
આ પ્રમાણે હોવાથી (એમ નક્કી થયું કે) દ્રવ્ય સ્વયમેવ સત્ છે. આ જે માનતો નથી તે
ખરેખર પરસમય જ માનવો. ૯૮.
----------------------------------------------------------------------
૧. સત્ = હોતું - હયાતીવાળુ - અર્થાત્ દ્રવ્ય.
૨. સત્તા = હોવાપણું; હયાતી.
૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલું; સમવાયથી - સંયોગથી સિદ્ધ થયેલું (જેમ લાકડી અને માણસ જુદાં હોવા છતાં લાકડીનાં યોગ થી
માણસ ‘લાકડીવાળો’ થાય છે તેમ સત્તા અને દ્રવ્ય જુદાં હોવા છત્તાં સત્તા સાથે જોડાઈને દ્રવ્ય ‘સત્તાવાળું (-સત્) થયું છે એમ
નથી. લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદાં જોવામાં જ આવતાં નથી. આ રીતે ‘લાકડી’ અને ‘લાકડીવાળા’ ની માફક
‘સત્તા’ અને ‘સત્ત્’ ની બાબતમાં યુતસિદ્ધપણું નથી.)
૪. દ્રવ્ય અને સત્તામાં પ્રદેશભેદ નથી. કારણ કે પ્રદેશભેદ હોય તો યુતસિદ્ધપણું આવે - જે પ્રથમ જ રદ કરી બતાવ્યું છે.
પ. દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી - આવા દ્રવ્ય ગુણના ભેદને (ગુણ-ગુણીભેદને) અતાદ્ભાવિક ભેદ (તે- પણે નહિં હોવા
રૂપ ભેદ) કહે છે. દ્રવ્ય અને સત્તામાં આવો ભેદ કહેવામાં આવે તો તે યોગ્ય જ છે.
૬. ઉન્મગ્ન થવું = ઉપર આવવું; તરી આવવું; પ્રગટ થવું (મુખ્ય થવું).
૭. નિમગ્ન થવું = ડૂબી જવું (ગૌણ થવું).
૮. ગુણવાસનાના ઉન્મેષ = દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટય; ગુણ ભેદ હોવારૂપ મનોવલણનાં
(અભિપ્રાયનાં) ફણંગા.