સંબંધ છે એવો (યુતસિદ્ધપણાનો) તેથી અર્થાંતરપણું નથી. દાખલો આપશે. શું કીધું સમજાણું...? સત્
છે દ્રવ્ય. આત્મા, પરમાણુ આદિ (દ્રવ્ય). એની જે સત્તા છે એ અર્થાંતરપણું નથી. સત્ જુદું ને સત્તા
જુદી, દ્રવ્ય જુદું ને સત્તા જુદી એમ’ નથી.. આહા...! “કારણ કે દંડ અને દંડીની માફક તેમની
બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી.” ‘લાકડીવાળો’ માણસ. (તેમાં) લાકડી અને માણસ
બેય ભિન્ન છે. એ લાકડીથી ‘લાકડીવાળો માણસ’ એમ બીજી ચીજથી એને સિદ્ધ કરવામાં આવ્યો છે.
એમ સત્ અને સત્તામાં એ રીતે નથી. લાકડીવાળો માણસ એમ સત્તાવાળું સત્ એમ નથી. આહા...
હા...! આવી વાતું છે. વસ્તુની સ્થિતિ વર્ણવે છે. આ તો જ્ઞાન કરાવે છે. આશ્રય કોનો કરવો એ
(વાત) પછી છેલ્લે. આ તો વસ્તુસ્થિતિ શું છે? (તેનું જ્ઞાન કરો એમ કહે છે.) જેમ દંડ અને દંડી બે
જુદી ચીજ છે. છે ને?
કહેવામાં આવ્યું છે. દંડનો સંયોગ સંબંધ છે ને...! આહા... હા! એમ આત્મા, દરેક વસ્તુ અને એની
સત્તા એ રીતે નથી. સત્તા સત્સ્વરૂપે જ છે. સત્ સત્ સત્ સત્તાસ્વરૂપે જ છે. સમજાણું કાંઈ...?
આહા...! આવી વાત છે.
આવે તો.” હવે તેના બે પ્રકાર પાડયા છે. શું કહે છે? અયુતસિદ્ધ (સંબંધ) દંડ અને દંડીની પેઠે નહીં.
પણ અયુતસિદ્ધ સત્ છે તે સત્તા છે. સત્ છે ઈ સત્તાવાળું છે એમ. સત્તા છે તેથી સત્ છે. એવું
અયુતસિદ્ધપણા વડે પણ બનતું નથી. જોયું...? ‘આમાં આ છે’ દ્રવ્યમાં સત્તા છે એવી પ્રતીતિ થતી
હોવાથી તે બની શકે છે. એમ કહેવામાં આવે તો “આમાં આ છે” ‘સત્માં સત્તા છે’ એમ કહેવામાં
આવે તો
(અધિકાર ઝીણો) લોજિકની વાત છે. દ્રવ્યમાં સત્તા (છે) એવી પ્રતીતિ થતી હોવાથી, એમ તું કહેવા
માગે છે. (તો) પૂછીએ કે ‘આમાં આ છે’ એવી પ્રતીતિ શાના આશ્રયે (થાય છે...?) ભેદના
આશ્રયે થાય છે..? દ્રવ્યને સત્તા