છે (અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાના કારણે થાય છે) એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ
કે), ક્યો ભેદ? પ્રાદેશિક કે અતાદ્ભાવિક? સત્ દ્રવ્ય છે અને સત્તા (છે) બેના પ્રદેશભેદ છે કે
બેયને અતદ્ભાવ છે. સત્તા તે સત્ નહીં અને સત્ તે સત્તા નહીં. એવો અતદ્ભાવ છે, પણ તું એના
પ્રદેશભેદ કહેતો હો તો એ રીતે નથી. આહા... હા... હા...! આકરું! વીતરાગે કહેલા તત્ત્વો, બીજે ક્યાંય
નથી. વીતરાગ સર્વજ્ઞે કહેલું ‘સત્’ તે સત્તાથી યુતસિદ્ધ છે (એટલે કે જોડાઈને સિદ્ધ થયેલું,
સમવાયથી - સંયોગથી સિદ્ધ થયેલું) એમ નથી. સત્ (અને) સત્તા બેય એક જ છે પણ, ‘છે સત્’
અને ‘સત્તા’ અયુતસિદ્ધ કહે છે તો પછી કે’ એમાં ભેદ કઈ રીતે (છે)...? પ્રદેશભેદથી અયુતસિદ્ધ
છે...? કે અતદ્ભાવથી અયુતસિદ્ધ છે...? છે...? (પાઠમાં) “પ્રાદેશિક તો નથી, કારણ કે યુતસિદ્ધપણું
પૂર્વે જ રદ કર્યું છે.” દ્રવ્ય અને સત્તાના પ્રદેશ જુદા (છે) એમ નથી. આ... રે... આવી વાતું હવે,
વાણિયાને નવરાશ ન મળે..! આહા... હા... હા. ‘સત્’ (કોણ?) છ દ્રવ્ય. તો ઈ દ્રવ્ય ને સત્તા
(ગુણને) ભેદથી તમે કહેતા હો તો કઈ રીતે (છે)? પ્રદેશભેદથી (ભેદ છે) કે અતદ્ભાવભેદથી?
પ્રદેશભેદ તો અમે રદ (એટલે) નથી એમ કહેતા આવ્યા છીએ. કે ‘સત્’ (અર્થાત્) દ્રવ્યને ‘સત્તા’
ના પ્રદેશ જુદા નથી.
થઈ જાય. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે (કહેલી વસ્તુસ્થિતિ છે.) આ ‘જ્ઞેય અધિકાર’ તે સમ્યગ્દર્શનનો
વિષય છે. જ્ઞાન પ્રધાનપણે (કહ્યું છે) આહા... હા...! જે વસ્તુ જે રીતે છે તે રીતે તેને જ્ઞાનમાં
આવવી જોઈએ. આહા...! ઈ તો કહ્યું ને...! કે વાણિયાને નવરાશ ન મળે, આવું છે ભાઈ! નવરાશ
નહીં ને...! (તત્ત્વનો) નિર્ણય કરવાનો વખત ક્યાં છે. ...? રળવું છે. એકાદ કલાક જાય સાંભળવા,
થઈ ગ્યું...!! ભાઈ! અહીંયાં તો વસ્તુ (સ્થિતિ) ભગવાન લોજિક- ન્યાયથી સિદ્ધ કરે છે. આહા...
હા...! સમજાણું...?
અમે નિષેધ કરતા આવ્યા છીએ.
આવું કોઈ દી’ બાપદાદે ય સાંભળ્યું ન હોય...! રામજીભાઈએ તો સાંભળ્યું ય ન્હોતું. હિંમતભાઈએ ય
સાંભળ્યું ન્હોતું. શ્રીમદ્ના ભગત. (શ્રોતાઃ) હતું જ ક્યાં...? (આવું તત્ત્વ ક્યાં હતું...?) (ઉત્તરઃ)
કહે છે ભગવાન સર્વજ્ઞ તીર્થંકરે જે પદાર્થ જોયા એ પદાર્થની સ્થિતિ શી છે...? એમાં આવ્યું કે ‘સત્’
છે દ્રવ્ય. તે દ્રવ્ય સત્ છે હયાતીવાળું છે. એ સત્તાને લઈને હયાતીવાળું છે કે સત્તાસહિત હયાતીવાળુ
છે...? આહા...! સત્ ને સત્તાના પ્રદેશભેદ છે કે અયુતસિદ્ધ છે...? એટલે કે એનાથી જોડાણ નથી.
સત્, સત્તાસ્વરૂપે જ છે. સત્તા, સત્સ્વરૂપે જ છે. આહા... હા...! પણ પ્રદેશભેદ કહેતો હો તો (એ છે)
નહીં. પણ અતાદ્ભાવિક કહેવામાં આવે -બોલ છે ને પાંચમો દ્રવ્ય છે તે ગુણ નથી. ને ગુણ છે તે
દ્રવ્ય નથી. (તો અતાદ્ભાવિક ભેદ છે.)