અર્થે, એટલે (જ્ઞાન-દર્શન) સ્વભાવ ચેતનને આધારે છે તેથી પૂર્ણ પર્યાય પ્રગટ કરવાને “તેની
સિદ્ધિને અર્થે (–કેવળજ્ઞાન પ્રગટાવવા અર્થે) ” એટલે જ્ઞાયકચૈતન્ય પૂર્ણ છે. એ પૂર્ણસ્વરૂપ દ્રવ્ય
(પૂર્ણ) ના આધારે છે એવો જે નિર્ણય કર્યો. એ નિર્ણયની પર્યાયમાં, જીવ પૂર્ણ ચૈતન્ય ને ચેતન છે.
એવી પૂર્ણ પર્યાયની પ્રસિદ્ધિ કરવા, એટલે (હજી) પૂર્ણ પર્યાયમાં આવ્યો નથી. હજી તો યથાર્થ નિર્ણય
સમ્યગ્દર્શનાદિ થયું છે. આહા... હા! સમજાણું કાંઈ?
વસ્તુ છે, પૂર્ણ ગુણ છે તો એવી જ (પૂર્ણ) પર્યાય પણ થવી જોઇએ; તેથી આવો નિર્ણય કરનારે
“તેની સિદ્ધને અર્થે” એ પૂર્ણ છે છે તો એની પૂર્ણ પર્યાયમાં પ્રાપ્તિને માટે (-કેવળજ્ઞાન પ્રગટાવવા
અર્થે) “પ્રશમના લક્ષે (–ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી) ” - દ્રવ્ય અને ગુણ જ પૂર્ણ (છે). ભાઈ!
માર્ગ કંઈક જુદી જાત છે! આ તો અંતરના મારગની વાતો છે! લોકો બહારથી કલ્પે છે ને...! આ
વ્યવહાર કર્યો - આ કર્યા ને આ કર્યા! પંચ - કલ્યાણક કર્યા ને... લાખ્ખો રૂપિયા ખર્ચ્યા ને. ગજરથ
કાઢયા. એમાં શું તું (છો)! એમાં ક્યાં આત્મા આવ્યો?! એ (બધું) થાય છે તેને જ્ઞાનની પર્યાય
(જાણે છે) જ્ઞાયકને એમ (એને) આત્મા સાથે સંબંધ છે, એમ (જ્ઞાની) જાણનારો રહે છે, એ
(આત્મા) જાણનારો રહે છે. ઈ (એ) જેવું પૂર્ણ સ્વરૂપ (પોતાનું) છે એવી પૂર્ણ પર્યાયની પ્રાપ્તિના
અર્થે - છેને? એની સિદ્ધિના અર્થે પૂર્ણ ભગવાન ચૈતન્યને આધારે અસ્તિપણે, સત્તાપણે, હોવાપણે છે.
એવા ચૈતન્યની ચેતનાના આધારે રહેલો ભગવાન (આત્માની) પૂર્ણ પર્યાયની પ્રસિદ્ધ અર્થે વસ્તુ
પૂર્ણ છે તો એની પ્રાપ્તિ પર્યાયમાં પૂરી થવા અર્થે - તેની સિદ્ધિને અર્થે - કેવળજ્ઞાન પ્રગટાવવા
અર્થે
કીધું. “પ્રશમવિષય” એમ શબ્દ છે. પાઠમાં. ‘પ્રશમ’ વિષય છે જેનો. (કારણકે) ઉપશમ પ્રાપ્ત
કરવાના હેતુથી. પ્રશમ-વીતરાગતા પ્રાપ્ત કરવાના હેતુથી, આમ (શા માટે) કહ્યું? કેઃ ઉપેય - ઉપાય
છે. પણ એનો (ઉપાયનો) ઉપેય તો સિદ્ધપદ છે. એથી ઉપાયે ચૈતન્યગુણ ન ચેતનના આધારે છે
એવો નિર્ણય કર્યો. પર્યાયમાં પૂર્ણ (થવા અર્થે) પૂર્ણ ગુણની, પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ આવી અને (દ્રવ્ય-
ગુણ) પૂર્ણ છે એવું જ્ઞાન પણ પર્યાયમાં આવ્યું પણ પર્યાય પૂર્ણ થઇ નથી; એથી પૂર્ણપર્યાયને પ્રગટ
કરવા માટે... છે? તેની સિદ્ધિને અર્થે એટલે એનો અર્થ એ પૂર્ણ છે તેની સિદ્ધિને અર્થે (અર્થાત્) પૂર્ણ
પર્યાયની પ્રાપ્તિને અર્થે (એટલે કે) જેવું દ્રવ્ય ચેતન પૂર્ણ છે, એવો ચૈતન્યગુણ પૂર્ણ છે, એવી પર્યાય
પૂર્ણ (થાય) - કેવળજ્ઞાન થાય તેને અર્થે (જ્ઞેયતત્ત્વ જાણવાનો ઈચ્છક (જીવ) સર્વ પદાર્થોને દ્રવ્ય-
ગુણ-પર્યાય સહિત જાણે છે).” એમ (એ રીતે) ત્રણેય (એક-) પૂરા થઇ જાય. આહા... હા..!
આવો મારગ) હવે... (આવો) માર્ગ જ સાંભળવા મળે નહીં,. અરે રે! (બિચારા જીવો શું કરે?!)
આવી રીત છો!!
વીતરાગતા અને