ઉપાયનું ધ્યેય, દ્રવ્ય તો ધ્યેય છે જ. તે તો દ્રષ્ટિમાં ધ્યેય છે પણ પ્રગટ કરવા માટે ઉપેય એ સિદ્ધપદ
(છે). તે તેનું (સાધકનું) સાધ્ય છે. સાધવા માટે સાધ્ય એ છે. આહા..હા..હા! સમજાણું કાંઇ?
પૂર્ણ ચૈતન્યનો આધાર (છે.) જેણે ‘ચેતન’ (આત્માનો) યથાર્થપણે નિર્ણય કર્યો એને હવે (ભાન
વર્તે છે કે) પૂર્ણ જ્ઞાન પૂર્ણચેતનના આધારે છે. એને શક્તિ અને સ્વભાવરૂપે (ચૈતન્ય) છે, એને
પર્યાયરૂપે (પૂર્ણપણે પ્રગટ) કરવા માટે “પ્રશમના લક્ષે” વીતરાગભાવના લક્ષે (-ઉપશમ પ્રાપ્ત
કરવાના હેતુથી) વાત તો ઈ (એક જ) છે. ઉપશમ એટલે (મંદ કષાયરૂપ) ઉપશમ એમ નહીં
(પણ) વીતરાગભાવ છે - કષાયરહિત વીતરાગ-ભાવની પર્યાય અને કેળવજ્ઞાનની પર્યાય, એને પ્રાપ્ત
કરવાના હેતુથી - “જ્ઞેયતત્ત્વ જાણવાનો ઈચ્છક (જીવ) ” - પોતાનું જે જ્ઞાન (છે) એનો આધાર
આત્મા (છે), પણ જ્ઞાન છે ઈ પર્યાયમાં જેટલા જ્ઞેયો (જણાય) છે તેને જાણવાનો ઈચ્છક (જીવ)
(એટલે કે) અનંત જ્ઞેયો જે દ્રવ્ય-ગુણ-પર્યાય (સહિત) છે તેને જાણવાનો ઈચ્છક જીવ સર્વ પદાથોને
(જાણે છે). જે સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે. જોયું? અહીંયાં તો કહે છે (કેઃ)
“સર્વ પદાર્થોને દ્રવ્ય–ગુણ–પર્યાય સહિત જાણે છે.” -અહીંયાં તો કહે છે કેઃ સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-
પર્યાયપણે (જાણે છે). એટલે એકનું દ્રવ્ય-ગુણ-પર્યાયની જ્યાં સ્વતઃ સિદ્ધિ થઈ (તો) એવા અનંતા
પદાર્થોના દ્રવ્ય-ગુણ - પર્યાય એવી રીતે છે તેનું જ્ઞાન એને થઈ જાય છે! આ જ્ઞાનતત્ત્વ અધિકાર
થયો ને (તેમાં) જ્ઞાનતત્ત્વનું પૂર્ણતાનું (સ્વરૂપ) બતાવ્યું. હવે જ્ઞેયતત્ત્વ અધિકારની શરૂઆત આ એક
શ્લોકમાં બેય (ની) વાત કરે છે - સંધિ કરે છે. આહા...હા...!
ગયું ને...! અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું એમ આવ્યું હતું. ઈ તો (એ તો) પોતાનો સ્વભાવ જ
એવો છે! અંતર્મુખ (એટલે) પોતાનો અને બહિર્મુખ (એટલે) પર, બેયને જાણવાના સ્વભાવવાળું
(ચૈતન્ય) છે. એવું આ ચૈતન્ય અને જ્ઞાયક, તેની પૂર્ણ પ્રાપ્તિ માટે સર્વ પદાર્થોને (દ્રવ્ય-ગુણ-પર્યાય
સહિત જાણે છે.) હવે આવા (ચૈતન્યનો સ્વભાવ) સર્વ પદાર્થોને જાણવાનો છે. (સાધક) છહ્મસ્થ છે,
સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાનતત્ત્વનો નિર્ણય કર્યો છે. તો એ જ્ઞાનતત્ત્વ તો જાણનારું છે એટલે જાણનારું છે
(તો) એ સર્વ પદાર્થોને જાણવા માટે (પુરુષાર્થશીલ) છે. સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે
છે. આહા... હા...! વજન આહીં છે,
(દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત) જાણવાનો ઈચ્છક છે..! એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનો ઈચ્છક છે..!
છે...? (પાઠમાં) તેની સિદ્ધિને અર્થે જ્ઞેયતત્ત્વને જાણવાનો ઈચ્છક. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે
(ઈચ્છક) સર્વ પદાર્થોને દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત જાણે છે.
કરવાનો કામી સર્વ પદાર્થોને જાણવા ઈચ્છક (જીવ) દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે (કે) જેથી
મોહાંકુરની બિલકુલ ઉત્પત્તિ ન થાય. વીતરાગતા અને કેવળજ્ઞાન થાય.