Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 10 of 540
PDF/HTML Page 19 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૦
આહા...હા...હા...!! પંચમ આરાના સાધુ (મુનિ) આમ વાત કરે છે...! અમને પંચમઆરો નડશે માટે
પરને પૂર્ણને જાણી નહીં શકીએ. એમ (જાણવું - માનવું) રહેવા દે. બાપુ! ઈ શું કીધું...? તેની ચીજ
(મુનિની વસ્તુ-દ્રવ્ય) કેવળજ્ઞાન ઉપજાવવાને અર્થે (પુરુષાર્થી છે) તો કેવળજ્ઞાન તો છે નહીં
અત્યારે? (આ કાળે, ક્ષેત્રે) પ્રગટ થતા નથી. હવે સાંભળને...! સમ્યગ્દ્રષ્ટિની ભાવના (તો)
કેવળજ્ઞાન પ્રગટાવવાની (હોય છે). ધ્યેય (પ્રગટાવવું) તે જ છે. દ્રષ્ટિમાં ધ્યેય દ્રવ્ય છે. એ જુદી વસ્તુ
છે. ઉપાયમાં ઉપેય તો સિદ્ધપદ પૂર્ણ છે. તેનું (સમ્યગ્દ્રષ્ટિનું) લક્ષ પૂર્ણ છે. અને પૂર્ણતાને લક્ષે શરૂઆત
એ (સાચી) શરૂઆત છે. પર્યાયની (પૂર્ણતાનું) લક્ષ છે. આહા...હા...!
આહા...હા...! એક શ્લોક જુઓ...! શ્લોક છે ચાર લીટીનો... લ્યો...! પાંત્રીસ મિનિટ તો
(વ્યાખ્યાન) ચાલ્યું. આહીં તો (શું) કહેવું છે કેઃ પંચમઆરાનો જીવ (કે જેને) પર્યાયમાં,
જ્ઞાયકભાવનો સંબંધ દ્રવ્ય સાથે છે એવું સમ્યગ્દર્શન થયું એવું જ્ઞાન થયું એવું જ્ઞાન થયું. તે જ્ઞાન, પૂર્ણ
પ્રાપ્તિને અર્થે કેવળ જ્ઞાનની પ્રાપ્તિને અર્થે સર્વે પદાર્થોના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણે છે. અત્યારે પાંચમો
આરો છે તેથી સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાય ને જાણે એમ ન બની શકે (પણ) એમ નથી. એમ કહે છે.
આહા... હા...!
(જિજ્ઞાસાઃ) હેય - ઉપાદેય કરવા માટે જાણે છે....?
(સમાધાનઃ) નહીં નહીં...નહીં... પ્રગટ કરવા માટે જાણે છે; પૂર્ણ દશા પ્રગટ કરવા માટે જાણે
છે. કારણ કે પૂર્ણ જાણવું એ મારી પર્યાય (નો સ્વભાવ) છે તે પર્યાય પ્રગટ કરવા માટે, એ પર્યાયમાં
સર્વ દ્રવ્ય-પર્યાય જણાશે એટલે પહેલેથી દ્રવ્ય-ગુણ-પર્યાય કેવા છે એ જાણવા માટે પ્રયત્ન કરે છે.
(પુરુષાર્થ કરે છે.) આવું છે...! વીતરાગતા-વીતરાગભાવે પૂર્ણ પ્રાપ્તિ કરવી છે.
“કે જેથી મોહાંકુરની
બિલકુલ ઉત્પત્તિ ન થાય.” (આમ (શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસાર
શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વદીપિકા નામની ટીકામાં જ્ઞાનતત્ત્વ–પ્રજ્ઞાપન નામનો
પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયો.)
આહા... હા! પહેલો શ્રુતસ્કંધ. ૯૨ મી ગાથાનો (ચૈતન્ય) પિંડ...!
(સમાપ્ત થયો.) હવે, ગાથા - ૯૩. “જ્ઞેય-અધિકાર’ હવે આવે છે. આ જ્ઞેય અધિકાર, એ દર્શન
અધિકાર છે. પહેલો જ્ઞાન અધિકાર છે, આ બીજો સમકિત અધિકાર (અને) ત્રીજો ચરણાનુયોગ
સૂચક (ચૂલિકાનો) અધિકાર છે.
(“હવે જ્ઞેયતત્ત્વનું પ્રજ્ઞાપન કરે છે અર્થાત્ જ્ઞેયતત્ત્વ જણાવે છે. તેમાં (પ્રથમ) પદાર્થનું
સમ્યક્ (સાચું) દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપ વર્ણવે છે.”)
આહા... હા...! હવે જ્ઞેયતત્ત્વનું પ્રજ્ઞાપન કરે છે, જ્ઞેયતત્ત્વ જણાવે છે. ‘જ્ઞેય’ એ પહેલાં આવી
ગયું છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, જ્ઞેય લોકાલોકપ્રમાણ છે. પહેલી ગાથામાં
શરૂઆતમાં આવી ગયું છે ને...! આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, “જ્ઞેય”
લોકાલોકપ્રમાણ છે. એવી વાત તો પહેલી શરૂઆતમાં કરી ગયા છે. આહા...હા...! પણ (એનું)
માહાત્મ્ય (આવવું જોઈએ) બાપા...! અલૌકિક વાતો છે. ભાઈ...! ભલે સંક્ષેપ રુચિ હોય. સમજાય
છે...? વિસ્તારનું (ન જાણે) છતાં ય એની રુચિમાં પૂર્ણ જાણવું અને કેવળજ્ઞાન પ્રગટાવવું એ જ હોય
છે. એ સંક્ષેપરુચિનો અર્થઃ ૮૦ની સાલમાં કર્યો હતો. કેટલાં વર્ષ થયાં...? પંચાવન (વર્ષ પહેલાં)
સંપ્રદાયમાં એ લોકો એવો અર્થ કરતા કેઃ આપણો વિષય