Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 11 of 540
PDF/HTML Page 20 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૧
જાણવાનો ન હોય, અમને વિશેષ જ્ઞાન નથી પણ ભગવાને કહ્યું છે એવો સાચો સંપ્રદાય મળ્‌યો છે.
ગણધર (દેવ), સમકિત અને જ્ઞાન આપણને મળ્‌યું છે. હવે આપણે ચારિત્ર કરવાનું બાકી છે. અને
અમે સંક્ષેપરુચિવાળા છીએ ત્યારે કીધું કે, એમ નથી. મોટી સભા હજારો માણસ હતા. કીધું, અહીં
સંક્ષેપરુચિનો અર્થઃ વિસ્તાર (વાળું) એવું જ્ઞાન નથી, પણ વાસ્તવિક તત્ત્વ છે તેની (યથાર્થ) દ્રષ્ટિ
અને રુચિ તેનું જ્ઞાન છે. તેને અહીં સંક્ષેપરુચિ કહેવામાં આવે છે. આહા... હા...!
અહીંયા કહે છે કેઃ જ્ઞેયતત્ત્વનું પ્રજ્ઞાપન એટલે (જ્ઞેયતત્ત્વ) જણાવે છે, તેમાં પ્રથમ પદાર્થનું
સમ્યક્ સાચું-પદાર્થની સત્ય વસ્તુ કઈ રીતે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વ લેવાના (છે.) જોયું...?
અહીંયા દ્રવ્ય-ગુણ-પર્યાય લીધા. પહેલેથી જ દ્રવ્ય-ગુણ-પર્યાય શબ્દ ઉપાડયા (છે) * ગાથા-૯૩,
ટીકા (પછી લેશું) પહેલી ગાથા છે ને એટલે અન્વયાર્થ લઈએ.
अर्थःखलु- એટલે પદાર્થ
द्रव्यमयःદ્રવ્ય સ્વરૂપ છે. પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. द्रव्याणि गुणात्मकानि- દ્રવ્યો ગુણસ્વરૂપ છે.
એ તો અભેદ એક જ છે. દ્રવ્યસ્વરૂપ છે તે ગુણસ્વરૂપ જ છે. ભગવાની વાણીમાં એમ કહેવામાં
આવ્યા છે. અને વળી દ્રવ્ય અને ગુણોથી (અભેદ) એ દ્રવ્ય છે. તે સ્વરૂપ છે. વળી તે દ્રવ્ય-ગુણ
સ્વરૂપ જ (પદાર્થ) છે. તે દ્રવ્ય અને ગુણોથી પર્યાયો થાય છે.
पर्यायमूढाः हि(પર્યાય-મૂઢ જીવો
પરસમય છે.) અર્થમાં (ટીકામાં) સમાન અસમાનજાતીય લીધું હતું અને સ્વભાવ (પર્યાય)
વિભાવપર્યાય એમ લીધું છે. લોકોને સમજાય ને...! એ રીતે છે. દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય છે.
પર્યાય મૂઢ (જીવો) છે એની દ્રષ્ટિ તો પર દ્રવ્ય ઉપર જાય છે. સમાન-અસમાન જાતીય (દ્રવ્ય
પર્યાય) ઉપર પર્યાયમૂઢની દ્રષ્ટિ જાય છે. એ પર્યાય મૂઢ છે અથવા પરસમય (છે) મિથ્યાદ્રષ્ટિ છે.
(હવે) * ટીકાઃ–
“આ વિશ્વમાં” - (જોયું) પહેલાં વિશ્વ લીધું. ઘણાં પદાર્થોવાળું તત્ત્વ તેને વિશ્વ કહે છે. ઘણાં
પદાર્થોથી ભરેલું તેને વિશ્વ કહે છે. આ વિશ્વમાં “જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય”
- તે પદાર્થ આખોય. “વિસ્તારસામાન્યસમુદાયાત્મક” નીચે * (ફૂટનોટ) માં અર્થ કર્યો છે.
વિસ્તારસામાન્ય સમુદાય એટલે વિસ્તારસામાન્યરૂપ સમુદાય વિસ્તાર એટલે પહોળાઈ. દ્રવ્યના
પહોળાઈ - અપેક્ષાના એક સાથે રહેનારા સહભાગી (અર્થાત્) ગુણો. પહોળાઈ એટલે આમ તીરછા
(તીરછા) ભગવાન આત્મા કે દરેક વસ્તુ - એમાં (જે) ગુણો છે અનંતા તે આમ તીરછા (છે).
અને પર્યાય છે તે આમ (લંબાઈ) છે. આયત (એટલે લંબાઈ).
એ વિસ્તાર એટલે પહોળાઈ - દ્રવ્યની પહોળાઈ - દ્રવ્યના પહોળાઈ - અપેક્ષાએ એટલે
સહભાવી. એના જે ભેદો. (પણ) દ્રવ્યની સાથે રહેનારા એમ નહીં. દ્રવ્યના પહોળાઈ - અપેક્ષાએ
એક સાથે રહેનારા સહભાવી ભેદો એ ગુણો છે. તે એક સાથે રહે છે. અનંતા એવા સહભાગી ભેદોને
- વિસ્તાર વિશેષોને - ગુણો કહેવામાં આવ્યા છે. આહા... હા! આત્મા વસ્તુ છે ને....! (તેમાં) જ્ઞાન,
આનંદ, દર્શન આદિ (ગુણો) પહોળા-આમ છે. પહોળાઈ, પહોળાઈ - તીરછા છે. (વિસ્તાર છે.)
પર્યાય છે. તે આયત - લાંબી- કાળ અપેક્ષાએ - એ પછી એક, એક પછી એક (ઉત્પાદ-વ્યય) રૂપે
લંબાઈ છે. આહા...હા....! સમજાય છે કાંઈ...?
* ગાથા-૯૩, અન્વયાર્થ અને ટીકા માટે જુઓ પાના નંબરઃ-૧
* (ફૂટનોટ) માટે જુઓ પાના નંબરઃ-૧