Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 540
PDF/HTML Page 21 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૨
અહીંયાં કહે છે કેઃ એ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જીવ દ્રવ્યના વિસ્તારવિશેષો (જે છે) તે
આમ તીરછા (છે) તેને ગુણો કહે છે. તે વિસ્તારવિશેષોમાં રહેલાં વિશેષપણાને ગૌણ કરીએ -
દ્રવ્યના વિશેષ ગુણ ભેદો છે એને ગૌણ કરીએ - (દ્રષ્ટિમાં ન લઈએ) તો એ બધામાં એક આત્મા
સામાન્યપણે ભાસે છે. તે અનંતા ગુણોનું સામાન્ય અને વિશેષપણું જે છે તે એકલું દ્રવ્ય છે. એકલું
ભાસે છે. એક સામાન્યપણારૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તારસામાન્ય (સમુદાય) તે દ્રવ્ય છે. તે
વસ્તુ છે. શું કીધું...? સમજાણું...? વસ્તુમાં ગુણો છે તે વિશેષ છે, દ્રવ્ય સામાન્ય છે. એમાં (દ્રવ્યમાં)
ગુણો વિશેષ છે. આહા...હા...હા...!! અનંતા ગુણોનું વિશેષપણું જે છે તે વિશેષપણું જો લક્ષમાં ન લ્યો
તો તે અનંત ગુણોનું રૂપ તે આત્મદ્રવ્ય છે. વિસ્તારસામાન્યનું રૂપ તે પદાર્થ છે. આહા...! આવી
ભાષા...!
(શું કહે છે...?) કેઃ દ્રવ્યમાં ગુણો છે તે આમ (તીચ્છા-પહોળા) રહેલા છે. જ્ઞાન, દર્શન,
ચારિત્રાદિ ક્રમે ક્રમે રહ્યા નથી. અક્રમે - સહભાવી - સાથે ગુણો રહ્યા છે. દ્રવ્યની સાથે રહ્યા છે એમ
નહીં. કેમ કે દ્રવ્યની સાથે તો પર્યાય પણ રહેલી છે. (પણ પર્યાય ક્રમભાવી છે.) અને ગુણો એક
સાથે રહ્યા છે. આમ સાથે અનંતા...!! આહા...હા...! (સાધકને) એવા આત્માનું સામાન્યપણું ભાસે
છે. આ વિસ્તારસામાન્ય તે દ્રવ્ય છે. (જો કે) આયતસામાન્યસમુદાય (પણ) દ્રવ્યથી રચાયેલો બીજી
અપેક્ષાએ છે. છે તો દ્રવ્ય એનું એ. વિસ્તારસામાન્યનું દ્રવ્ય જુદું અને આયતસામાન્યનું દ્રવ્ય જુદું એવું
કાંઈ નથી..! આહા... હા...!
(જુઓ!) ગુણોનો આમ (એટલે કે પહોળાઈ અપેક્ષાએ) વિસ્તાર છે. એ દ્રવ્યના વિશેષણ
(ભેદો) વિશેષ હોવાથી એમ (વિસ્તારસામાન્યસમુદાય) કહેવાય (છે). પણ એવું વિશેષપણું કાઢી
નાખો તો તે સામાન્યવિસ્તારગુણો તે દ્રવ્ય છે. અને આયતસામાન્યસમુદાય (એટલે) લંબાઈ
(અપેક્ષાના) આમ એક પછી એક (ક્રમભાવી) પર્યાયો છે તે ક્રમવર્તી છે. ગુણો એક સાથે અક્રમે છે
પર્યાયો ક્રમભાવી (ક્રમવર્તી) છે. પદાર્થના અનંતગુણો છે તે બધા સહભાવી - સાથે છે. અને પર્યાયો
સાથે નથી - એક પછી એક - એક પછી એક - એમ લંબાઈને આમ પર્યાયો થાય છે. કાળ
અપેક્ષાએ તો આ દ્રવ્યના, લંબાઈ - અપેક્ષાના એક પછી એક પ્રવર્તતા ક્રમભાવી, કાળઅપેક્ષિત ભેદોને
- આયતવિશેષોને - પર્યાયો કહેવામા આવે છે. તે (પર્યાય) એક પછી એક, એક પછી એક ક્રમબદ્ધ
(છે). (પાઠમાં) એમ તો કીધું ને...! અંદર ‘ક્રમભાવી’ (એટલે) ક્રમે થનારા (કહ્યું) (તેમાં)
ક્રમબદ્ધ આવી ગયું! ક્રમબદ્ધ વિશેષ કહેવા માટે ક્રમ નિયમિત નાખ્યું છે. (વળી) ક્રમે તો થાય પણ
નિશ્ચિત સમયે જે (પર્યાય) થવાની (હોય) તે જ થાય. ‘સર્વ વિશુદ્ધ અધિકાર’ માં એ નાખ્યુ છે. એ
ક્રમનિયમિત - ક્રમબદ્ધ છે. એને અહીં ક્રમભાવી પર્યાય કીધી છે.
આહા...હા...! જુના માણસને પણ (આ વસ્તુસ્થિતિ) કઠણ પડે...! તો તદન નવા બિચારા
(માણસ) વળી સંપ્રદાયની દ્રષ્ટિવાળા હોય એને તો એમ થાય કે આ શું કહે છે... આમાં કાંઈક
સામાયિક કરવી, પોષહ કરવો કે પ્રતિક્રમણ કરવું (એ વાત તો આવી નહી, પણ ભાઈ!) એ સાચી
સામાયિક કેમ થાય એની વાત ચાલે છે. અત્યારે તો બધી ખોટી સામાયિકો, ખોટા પોષહને ખોટા
પડિક્કમણા કેમ કે હજી મિથ્યાત્વનું પ્રતિક્રમણ નથી ત્યાં અવ્રત-પ્રમાદ-કષાયનું પ્રતિક્રમણ ક્યાંથી
આવ્યું...? (એટલે કે સમકિત વિના સાચું પ્રતિક્રમણ હોતું નથી) આહા...હા....હા...!
“અને આયતસામાન્યસમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય (દ્રવ્યસ્વરૂપ) છે. વળી