Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 540
PDF/HTML Page 22 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૩
દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપ ગુણોથી રચાયેલાં (ગુણોનાં બનેલાં)
હોવાથી ગુણાત્મક છે.
(શું કહે છે...?) કેઃ મિથ્યાત્વના પ્રતિક્રમણની વ્યાખ્યા ચાલે છે. અને સમ્યક્ત્વ રૂપ દર્શન થાય
અને સમ્યગ્જ્ઞાન થાય તેની વાત છે. એ સમ્યગ્દર્શન - જ્ઞાનમાં - આયત - આખી પહોળી (દ્રવ્યના
પહોળાઈ -અપેક્ષાના - એક સાથે રહેનારા, સહભાવી) ભેદોને (વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં
આવે છે; જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તાર - વિશેષો અર્થાત્ ગુણો છે. તે
વિસ્તાર-વિશેષોમાં રહેલાં વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્મા રૂપ સામાન્યપણું
ભાસે છે. આ વિસ્તારસામાન્ય તે દ્રવ્ય છે. અને ક્રમભાવી વિશેષપણાને ગૌણ કરીને એટલે પર્યાય
ત્રણેય કાળની પર્યાયોને (ગૌણ કરીએ તો એ બધામાં એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું જ ભાસે છે.) તે
દ્રવ્ય છે (આ) વિસ્તાર સામાન્ય (તે) દ્રવ્ય છે. અને આમ લંબાઈથી (લંબાઈ - અપેક્ષાના)
ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ કરીએ તો તે એક દ્રવ્ય છે. વિસ્તાર સામાન્યનું દ્રવ્ય
જુદું અને આયતસામાન્યનું દ્રવ્ય જુદું એમ નથી. સમજાણું કાંઈ....? આમ એક સાથે (સહભાવી)
અનંતા ગુણો છે. એ પણ દ્રવ્ય છે. (અને) એની જે દ્રવ્ય-ગુણથી, ત્રિકાળીથી ઉત્પન્ન થયેલી પર્યાયો -
એ ત્રિકાળી પર્યાયોનો સમુદાય - એમાં વિશેષ કાઢી નાખો (દ્રષ્ટિમાં ન લ્યો) તો તે સમુદાય એકલું
દ્રવ્ય રહે છે. જેમ વિસ્તારસામાન્યનું દ્રવ્ય છે એવી રીતે આયતસમુદાયનું (પણ) એ જ દ્રવ્ય છે.
વિસ્તારસમુદાયનું દ્રવ્ય જુદું અને આયતસમુદાયનું દ્રવ્ય જુદું એમ નથી. એ તો બે પ્રકારે (દ્રવ્ય)
સમજાવ્યું છે. બે એનાં જુદાં જુદાં દ્રવ્ય નથી. આહા...હા! સમજાણું કાંઈ....?
(કહે છે) કેઃ વિસ્તારસામાન્યનું આ તીચ્છું છે તે (પહોળાઈ -અપેક્ષાએ) સાથે આયાત
સામાન્યનું) લંબાઈ - અપેક્ષાએ (એટલે કે) સહભાવી અને ક્રમભાવી આમ બે દ્રવ્ય જુદાં નથી (પણ
એક જ દ્રવ્ય બે પ્રકારે છે) હજી તો દ્રવ્યને - ગુણને અને પર્યાયને સમજાવવા આ વાત છે. અરે...!
શું થાય? (પોતે સમજે તો થાય).
આહા...હા...! (જુઓ ને...!) બિચારાં નાની - નાની ઉંમરમાં અસાદ્ય (બેભાન) થઈ જાય
(છે). બાપુ...! (ભાઈ...!) સાધ (ભાન) થવાની તો (આ) વાતો છે. મિથ્યાદ્રષ્ટિ છે તે અસાદ્ય છે.
અહીંયાં તો (કોઈ) બાહ્યથી અસાધ (હેમરેજ થવાથી) છે. (પણ) જેને આ દ્રવ્ય-ગુણ-પર્યાયની
વાસ્તવિકતાની ખબરું ય નથી તે (અંતરથી ખરેખર) અસાધ પ્રાણી છે. એ મિથ્યાત્વમાં અસાધ
(મૂઢ) થઈ ગયા છે...! (કારણ કે) એને સાધ (વસ્તુ-સ્થિતિનું ભાન) નથી કે આ દ્રવ્ય તે
વિસ્તારસામાન્યગુણોનો સમુદાય અને આયાતસામાન્યસમુદાય-ત્રિકાળી લંબાઈ - અપેક્ષાના પર્યાયો છે
તે દ્રવ્ય છે.
(શું કહે છે...?) કેઃ (એક ગુણની) એક સમયની પર્યાય અને એવી ત્રિકાળી (ભૂત-
ભવિષ્ય-વર્તમાન) પર્યાયો તે આખો ગુણ. અને એવા અનંતા ગુણોની (ત્રિકાળી) પર્યાયો તે અનંત
ગુણો. તે અનંતી પર્યાયોનો સમુદાય-વિશેષોને કાઢી નાખો (લક્ષમાં ન લ્યો) તો જીવનું
વિસ્તારસામાન્ય દ્રવ્ય છે તે જ પોતે આયતસામાન્યનું દ્રવ્ય છે. આહા...હા... હવે આવી ભાષા....
(કોઈ દી’ સાંભળી ન હોય) અરે રે....! આવી (વસ્તુતત્ત્વની) વાત છે. બાપા...! આત્મા કહો કે
પરમાણુ કહો કે છ દ્રવ્યમાંથી કોઈપણ દ્રવ્ય (ની વ્યાખ્યા) કહો, દ્રવ્ય જ એને કહીએ કે આમ તીરછા
(પહોળાઈ-અપેક્ષાના ગુણો-સહભાવી) નો પિંડલો તે દ્રવ્ય છે.