વિસ્તારસામાન્યનું દ્રવ્ય તો એનું એ (છે). લંબાઈની અપેક્ષાએ એક પછી એક પછી એક તે પર્યાય છે
કેમ કે અનંતી પર્યાયોનો પિંડ તે ગુણ (છે). અને અનંતા ગુણોનો વિસ્તારનો એકરૂપ પિંડ તે દ્રવ્ય
(છે). ઝીણી વાત છે બાપુ...! વીતરાગ જિનેશ્વરનો માર્ગ એવો અલૌકિક છે...! અને એના ફળ તો
અનંતાનંત આનંદ! જેના ફળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય (છે). જેને અંતર આવો દ્રવ્ય-ગુણ-
પર્યાયનો નિર્વિકલ્પપણે (નિર્ણય) બેસે તેને (કેવળજ્ઞાનનું ફળ આવે...!) આહા...હા...હા...!
અંદર (દ્રવ્યમાં) પડી છે. (આહા...હા!) (વર્તમાન) પ્રગટ પર્યાય એમ નિર્ણય કરે છે કે! બધી પ્રગટ
પર્યાય અને બધા ગુણોના પિંડ જ દ્રવ્ય છે. છતાં ત્યાં વળી (‘સમયસાર’) ગાથા-૪૯ માં
(‘અવ્યક્ત’ ના છ બોલમાં - બોલ - પાંચમામાં કહ્યું છે કેઃ “વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં
મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે કેવળ વ્યક્તપણાને જ સ્પર્શતો નથી માટે ‘અવ્યક્ત’ છે)’
કહ્યું કેઃ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. અડતું નથી અને એ પર્યાયો દ્રવ્યને સ્પર્શતી નથી. અડતી નથી.
એ વર્તમાનની અપેક્ષાએ (કહ્યું) છે. (પણ) ત્રિકાળપર્યાયનો સમુદાય તે તો દ્રવ્ય છે. ત્રિકાળ અને
વિશેષ ને પર્યાય એવા ભેદ લક્ષમાંથી કાઢી નાખો તો ત્રિકાળની લંબાઈનું તે દ્રવ્ય છે. એ
આયતસમુદાય છે. સમુદાયદ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્ય સ્વરૂપ છે. આહા...હા...! આ હજી એકલા
દ્રવ્યની વાત થઈ. હવે એના ગુણોની વ્યાખ્યા કરશે.