Pravachansar Pravachano (Gujarati). Date: 28-05-1979.

< Previous Page   Next Page >


Page 15 of 540
PDF/HTML Page 24 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧પ
પ્રવચનઃ તા. ૨૮–પ–૭૯.
‘પ્રવચનસાર’ જ્ઞેય અધિકાર. પહેલી ગાથા - ૯૩. આહા... હા! ભગવાનના (સર્વજ્ઞના)
જ્ઞાનમાં જે છ દ્રવ્ય જણાણા છે. એમા દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ, અને પર્યાય કોને કહીએ -
એ જ્ઞાનની વિશેષતા જાણવા માટે - સ્વના લક્ષે, તેનું જ્ઞાન કરવામાં આવે છે.
એક ફેરે તો આંહી ‘દ્રવ્યદ્રષ્ટિ તે સમકિત દ્રષ્ટિ’ અંદર (સ્વાધ્યાય મંદિરમાં) એમ લખ્યું હતું
ને...! દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ. થાનના એક ભાઈ આવ્યા હતા. (વાંચીને) કહે કેઃ આ દ્રવ્યદ્રષ્ટિ તે
સમ્યગ્દ્રષ્ટિ જૈનમાં પણ હજી એને ખબર ન હતી કે દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને
કહેવી...? એને ખબર ન મળે. તે કહે કે આ દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ (એટલે કે) અહીંયા પૈસાવાળા
બહુ આવે છે. કરોડપતિઓ (આવે છે) એ દ્રવ્યદ્રષ્ટિ એટલે સમ્યગ્દ્રષ્ટિ...? (એમ કહે પૈસા એટલે દ્રવ્ય
અને એની દ્રષ્ટિ એ સમ્યગ્દ્રષ્ટિ) કીધુંઃ અરે ભાઈ.... એ દ્રવ્ય - પૈસાનું આહીં શું કામ છે..? દ્રવ્ય તો
આત્મા (છે). એને અહીં (દ્રવ્ય) કહ્યું (છે). કોને દ્રવ્ય કહીએ...? કેઃ વિસ્તારસામાન્યસમુદાયનો પિંડ
તેને દ્રવ્ય કહીએ. હવે આ ભાષા! એટલે જે આ દ્રવ્ય વસ્તુ છે આત્મા. એમાં જ્ઞાન, દર્શન એ
અનંતગુણો - આમ એ વિસ્તાર છે. વિસ્તારસામાન્યસમુદાય એને દ્રવ્ય કહીએ. આત્મામાં તીરછા -
આમ - અનંત - ગુણો છે જે અનંત છે. પણ આમ (પહોળાઈ-અપેક્ષાના) છે. પર્યાય એમ નથી.
પર્યાય છે એ એક પછી એક, એક પછી એક એમ (લંબાઈ-અપેક્ષા) કાળ ક્રમે થાય છે. પર્યાય ક્રમે
થાય અને ગુણો અક્રમે છે. આહા...હા...!
એટલે દ્રવ્ય કોને કહીએ...? આત્મદ્રવ્ય પણ કોને કહીએ...? (કેઃ) વિસ્તારસામાન્ય જે અનંત
ગુણો-જ્ઞાન, દર્શન (આદિ) જે ગુણો છે, એ ત્રણેય અનંતગુણોનું સામાન્ય એક રૂપ, તેને દ્રવ્ય કહીએ.
અને બીજી અપેક્ષાએ દ્રવ્ય કોને કહીએ....? કેઃ જે આ દ્રવ્ય છે તેની ત્રણે કાળની પર્યાયો છે એ
આયત (સામાન્ય સમુદાય કહેવાય છે). ગુણો છે તે અક્રમે - સહભાગી - એક સાથે છે. પર્યાયો છે
તે ક્રમભાવી છે. તે ક્રમભાવી અનંત ગુણની પર્યાયો એક સમયે અનંતી. એવા ત્રણે કાળની પર્યાયનો
સમુદાય તે દ્રવ્ય છે. એ બન્ને એક જ વાત છે. અનંત ગુણોનો તીરછો - વિસ્તારસામાન્યસમુદાય તે
દ્રવ્ય (છે). વળી ત્રિકાળી અનાદિ અનંત પર્યાયો છે તેનો (આયત સામાન્ય) સમુદાય તે દ્રવ્ય છે.
બધી એક જ વસ્તુ છે. સમજાય છે કાંઈ....?
આવું (દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ) કોઈ દિવસ સાંભળ્‌યું (પણ) ન હોય. અને સામાયિક કરો
ને પોષહ કરો. ને પડિક્ક્મણા કરે...! મરી ગયો. કરી, કરીને અનંતવાર...! તત્ત્વની ખબર ન મળે
(કેઃ) દ્રવ્ય કોને કહેવાય...? ગુણ કોને કહેવા...? આ પર્યાય કોને કહેવી....? (તત્ત્વનો અભ્યાસ
નહીં). તો આપણે આ દ્રવ્યની વ્યાખ્યા આવી ગઈ. હવે ગુણની વ્યાખ્યા છે.
આહા...હા...! દ્રવ્ય એને કહીએ કેઃ પરમાણુ હો કે આત્મા (કે) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,
આકાશ, કાળ એ છે એ દ્રવ્યમાં કોઈ (પણ) દ્રવ્ય હો- એમ ભગવાને છ દ્રવ્ય જોયાં છે. જાતિએ છ
(દ્રવ્ય) છે. અને સંખ્યાએ અનંત છે. પણ તે અનંત દ્રવ્યનું દ્રવ્ય કેમ કહેવું એને કે એમાં અનંતા
ગુણો તીરછા-આમ (પહોળાઈ - અપેક્ષા) વિસ્તારસામાન્ય (સમુદાય) અને અક્રમે - એક સાથે -
(સહભાવી) રહેલાં છે તેથી તેનો સમુદાય તેને દ્રવ્ય-વસ્તુ કહીએ. અને આયત (સામાન્ય સમુદાય)
પર્યાય, આમ-ત્રણેય કાળની છે - ત્રણેય