Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 16 of 540
PDF/HTML Page 25 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૬
કાળની પર્યાયને એક સમયમાં અનંતી પર્યાય અનંત ગુણની છે. એવી અનાદિ-અનંત જે અનંત
પર્યાય છે (એટલે કે) અવસ્થા- હાલત (છે) તેનો પિંડ તે દ્રવ્ય છે. આહા...હા...! કહો (આમાં)
સમજાણું કાંઈ..?
આવી વાત છે...! આ “જ્ઞેય અધિકાર” છે. ખરેખર તો આ સમકિતનો અધિકાર છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્મની પહેલી શ્રેણીવાળાનો (અધિકાર છે) શ્રાવકનું પાંચમું ગુણસ્થાન હોય એ તો બહુ
જુદી ચીજ છે. એ કાંઈ આ વાડાના (સંપ્રદાયના) શ્રાવક (કહેવાય છે) એ કાંઈ શ્રાવક નથી..!
આહા... હા...! અંતરમાં શ્રાવક થવા પહેલાં (ચોથા ગુણસ્થાને) સમ્યગ્દર્શન થાય. એ સમ્યગ્દર્શનમાં
આ આત્મદ્રવ્ય (આત્મા) કેવો છે તેનું જ્ઞાન એને થાય છે. આહા...હા...!
તે અનંતા જે વિસ્તાર.... સોનામાં જેમ પીળાશ ને ચીકાશ ને વજન ને (અનંત ગુણો) જેમ
એક સાથે છે તેમ આ આત્માની અંદરમાં (જ્ઞાનાદિ અનંત ગુણો) છે. એ આત્માને દ્રવ્ય કેમ કહેવું...?
(કેઃ) તેમાં અનંત જ્ઞાનાદિ ગુણો અનંત...અનંત...અનંત.... છે. પણ બધો વિસ્તાર આમ તીરછા- એક
સાથે (સહભાવી) વિસ્તાર છે. (અને) કાળક્રમે વિસ્તાર છે એ તો પર્યાય છે. આ તો આ વિસ્તાર -
અનંત ગુણનો પિંડ-જે સમુદાય તેને દ્રવ્ય કહીએ. અથવા ત્રણે કાળની અનાદિ - અનંત પર્યાયોનો
પિંડ એને દ્રવ્ય કહીએ. એ તો એકની એક વાત છે. ગુણથી દ્રવ્ય કીધો, પર્યાયથી દ્રવ્ય કીધો. ત્યાં સુધી
તો આવી ગયું છે.
“વિસ્તારસામાન્યસમુદાયાત્મક–વિસ્તારસામાન્યસમુદાયસ્વરૂપઅનેઆયતસામાન્યસમુદાય–
સ્વરૂપ દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય (દ્રવ્યસ્વરૂપ) છે.” - આહા.... હા..! આવા ગુણ ને આવા
પર્યાયથી રચાયેલો હોવાથી
(પ્રશ્નઃ) (કોઈએ) રચ્યો હશે...? (ઉત્તરઃ) અનાદિથી ભગવાને જોયો છે.
દરેક પરમાણુ અને (અનંત) આત્મા પોતાના અનંતા ગુણોનો આમ (એક સાથે) વિસ્તાર અને
પર્યાયના ક્રમ એનાથી રચાયેલા (છે). એટલે હોવાવાળા (અસ્તિત્વ) એને દ્રવ્ય કહેવામાં આવે છે.
એ દ્રવ્યસ્વરૂપ છે (શ્રોતાઃ) આ વળી નવું કહ્યું...! (સમાધાનઃ) ભાષા તો શું થાય...? રચાયેલો
એટલે...? એ રીતે છે. દરેક દ્રવ્ય-વસ્તુ ભગવાને (આ રીતે) દીઠી (છે). એ દ્રવ્યનો કોઈ કર્તા નથી.
ઈશ્વર કે કોઈ કર્તા છે એમ નથી. એ દ્રવ્ય પોતે જ અનંત ગુણોનો સામાન્ય સમુદાય-વિસ્તારનો પિંડ
છે. અને આયતસામાન્ય સમુદાયનો પિંડ એને દ્રવ્ય અથવા વસ્તુ કહેવામાં આવે છે. ભાષા તો સાદી
છે પ્રભુ...! શું થાય? બાપુ...! અત્યારે તો તત્ત્વની વાત સમજ્યા વિના બધી વાતું બહારની ચાલે
છે). બધુ થોથે થોથાં હાલે (અને) ધર્મ થઈ ગયો એમ માને (છે). અરે રે...! જિંદગી ચાલી જાય
છે. ભાઈ...આહા...હા...હા..! લાભુભાઈ અહીંયા બેસતા ને...! અસાદ્ય થઈ ગયા. હેમરેજ થઈ ગયું છે.
હજી સાદ્ય આવી નથી, ડોકટર કહેતા હતા કે હજી છ - સાત દિવસે આવે તો...! આહા.... હા...! આ
દશા જડની! ... જે સમયે જે પર્યાય થવાની તે થવાની જ તે. તે બધી પર્યાયોનો પિંડ તે પરમાણું છે.
(આ શરીર) કંઇ એક ચીજ નથી એ અનંતા પરમાણુનો પિંડ છે એના કટકા (ટુકડા) કરતાં-કરતાં
છેલ્લો પોઇંટ રહે - છેલ્લી ચીજ (રહે) તેને જિનેશ્વર દેવ, પરમાત્મા પરમાણુ કહે છે. પરમાણુ એટલે
પરમ+અણું (એ) વિસ્તારસામાન્યસમુદાય - અનંતગુણનો પિંડ છે અને અનંતી આયત-લંબાઈથી
થયેલી - આમ ક્રમેથી થયેલી પર્યાયોનો પિંડ તે પરમાણુ છે.
(શ્રોતાઃ) બન્ને મળીને છે ને...!
(સમાધાનઃ) બન્ને મળીને એક છે. એક જ વસ્તુ છે. વિસ્તારસામાન્યનો એક દ્રવ્ય છે અને
આયતસામાન્યનો એક દ્રવ્ય છે એમ નહીં. એ દ્રવ્યની સ્થિતિ આ છે. એને વિસ્તારસામાન્યસમુદાયથી
જાણો કે