ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૭૦
હવે ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવા છતાં દ્રવ્ય “સત્’ છે એમ દર્શાવે છેઃ-
सदवठ्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो ।
अत्थेसु सो सहावो ठिदिसंभवणाससंबद्धो ।। ९९।।
सदवस्थितं स्वभावे द्रव्यं द्रव्यस्य यो हि परिणामः ।
अर्थेषु स स्वभावः स्थितिसंभवनाशसंबद्धः ।। ९९।।
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ–ધ્રૌવ્ય – વિનાશયુત પરિણામ દ્રવ્ય સ્વભાવ છે. ૯૯
ગાથા ૯૯
અન્વયાર્થઃ– (स्वभावે) સ્વભાવમાં (अवस्थितं) ૧અવસ્થિત (હોવાથી) (द्रव्यં) દ્રવ્ય (सत્)
‘સત્’ છે; (द्रव्यस्य) દ્રવ્યનો (यः हि) જે (स्थितिसंभवनाशसंबंद्धः) ઉત્પાદવ્યયધ્રૌવ્યસહિત
(परिणामः) પરિણામ (સઃ) તે (अर्थषु स्वभाव) પદાર્થોનો સ્વભાવ છે.
ટીકાઃ– અહીં (વિશ્વને વિષે) સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’ છે. સ્વભાવ
દ્રવ્યનો ધ્રૌવ્ય- ઉત્પાદ -વિનાશની એકતાસ્વરૂપ પરિણામ છે.
જેમ દ્રવ્યનું ૨વાસ્તુ સમગ્રપણા વડે (અખંડપણા વડે) એક હોવા છતાં, વિસ્તારક્રમમાં
પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પ્રદેશો છે, તેમ દ્રવ્યની ૩વૃત્તિ સમગ્રપણા વડે એક હોવા છતાં,
પ્રવાહક્રમમાં પ્રવર્તનારા તેના જે સૂક્ષ્મ અંશો તે પરિણામો છે. જેમ વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો
પરસ્પર વ્યતિરેક છે, તેમ પ્રવાહક્રમનું કારણ પરિણામોનો પરસ્પર૪ વ્યતિરેક છે.
જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ-રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર
(બધેય) પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલાં એકવાસ્તુપણા વડે અનુત્પન્ન - અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ -
સંહાર- ધ્રૌવ્યાત્મક છે તેમ તે પરિણામ પોતાના અવસરમાં સ્વ-રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ
હોવાથી તથા સર્વત્ર પરસ્પર પઅનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન - અવિનષ્ટ હોવાથી
ઉત્પત્તિ-સંહાર-ધ્રૌવ્યાત્મક છે. વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ પૂર્વ પ્રદેશના
વિનાશસ્વરૂપ છે તે
----------------------------------------------------------------------
૧. અવસ્થિત = રહેલુ; ટકેલું
૨. દ્રવ્યનું વાસ્તું = દ્રવ્યનો સ્વ. -વિસ્તાર; દ્રવ્યનું સ્વક્ષેત્ર; દ્રવ્યનું સ્વ-કદ; દ્રવ્યનું સ્વ-દળ (વાસ્તુ= ઘર; રહેઠાણ; નિવાસસ્થાન આશ્રય;
ભૂમિ)
૩. વૃત્તિ = વર્તવું તે; હવે તે; હોવાપણું; હયાતી.
૪. વ્યતિરેક = ભેદ; (એકનો બીજામાં) અભાવ, (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે.)
પ. અનુસ્યૂતિ = અન્વયપૂર્વક જોડાણ (સર્વ પરિણામો પરસ્પર અન્વયપૂર્વક (-સાદ્રશ્ય સહિત) ગૂંથાયેલા (જોડાયેલા) હોવાથી તે બધા
પરિણામો એક પ્રવાહપણે છે તેથી તેઓ ઉત્પન્ન કે વિનિષ્ટ નથી.)