Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 187 of 540
PDF/HTML Page 196 of 549

 

background image
ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૮૭
‘છે’ એને કોઈ અપેક્ષા નથી. આહા... હા! ‘છે’ હવે એ જ પર્યાયને પૂર્વના પરિણામની અપેક્ષાએ
વિકાર્ય કહ્યું. પૂર્વનો અભાવ છે. તે જ અપેક્ષાએ તે પર્યાયને વિકાર્ય કહ્યો. પહેલું પ્રાપ્ય કીધું’ તું તે જ
પરિણામને પૂર્વની અપેક્ષાએ એને વિકાર્ય એટલે બદલીને થયું એમ કહ્યું અને નિર્વર્ત્ય-ઊપજયું છે. ઈ
ને ઈ પર્યાયને ઊપજયું છે તે અપેક્ષાએ તેને નિર્વર્ત્ય કહીએ. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય. આ... રે!
આવી વાતું હવે (પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્યનું પૂરું સ્વરૂપ ગાથા) ૭૬-૭૭-૭૮-૭૯ ચારમાં આવે છે.
આહા... હા!
(કહે છેઃ) દરેક દ્રવ્યને, તે સમયનો પરિણામ-ધ્રૌવ્યનો (એટલે) તે સમય થવાનો થ્યો છે
તેથી (ધ્રૌવ્ય). ઓલું ધ્રુવ એટલે ત્રિકાળીધ્રુવ નહીં. આ તો નિશ્ચય ‘છે’ એને એટલે (ધ્રૌવ્ય
પરિણામને કહેવાય છે). આહા... હા..! એ પરિણામ એ સમયે ત્યાં ‘છે’ એની અપેક્ષાએ પ્રાપ્ય -
ધ્રૌવ્ય કહીએ. અને પૂર્વની અપેક્ષાએ બદલીને થ્યું માટે એને વિકાર્ય કહીએ અને ઊપજયું છે એ
અપેક્ષાએ પરની અપેક્ષા જ્યાં ન આવી (ઊપજવામાં) - એ ઊપજયું છે તે (અપેક્ષાએ) તેને નિર્વર્ત્ય
કહીએ. આહા... હા..! એ ભાઈ! મુંબઈમાં, મુંબઈમાં કાંઈ ન મળે, બધે થોથાં, પૈસા મળે, બે-અઢી
હજારનો પગાર મળે. (આ તત્ત્વ ન મળે.) આહા.. હા! એમ એ પરિણામ જે આત્મામાં થવાના એ
થવાના તે તેનો અવસર જ છે. એ આઘે - પાછળ નહીં. પણ તે પરિણામની ત્રણ અપેક્ષા (છે.) પૂર્વ
પરિણામની અપેક્ષાએ વ્યય વિનષ્ટ કહીએ. તેને જ પૂર્વની અપેક્ષા કહીને ત્યાર પછીનો કહીને ઉત્પન્ન
કહીએ. (અર્થાત્) ત્યારપછીનો કહીને (ઉત્પાદ) ઉત્પન્ન કહીએ. અને તેને જ પૂર્વની અપેક્ષા અને
ત્યાર પછીની બે અપેક્ષા છોડી દઈએ ‘છે’ તો એને ધ્રૌવ્ય કહીએ. આહા... હા! સમજાણું? (શ્રોતાઃ)
એકમાં ત્રણ.
(ઉત્તરઃ) એકમાં ત્રણ (ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય). આહા... હા..! સમજાય છે આમાં? ‘છે’
ને.... ‘છે’ ને... ‘છે’ ને (પરિણામ) ‘છે’ ને..! ત્રિકાળી ધ્રુવ ‘છે’ એને એકકોર રાખો. અહીંયાં તો
વર્તમાન પરિણામ ઉત્પન્ન થાય, તે તે જ સમયે થાય, આગળ-પાછળ નહીં “ક્રમબદ્ધ” “આ એક જો
સમજે “ક્રમબદ્ધ” નું તો બધો ફેંસલો ઊડી (થઈ) જાય.”
આ ગજરથ ચલાવ્યા. ને આ ઇન્દ્રો થ્યાને.... આ હાથીમાં બેઠાને... પાંચ લાખ આપ્યા... ને,
માટે મને કંઈક (ધર્મ થશે.) આપે કોણ...? લ્યે કોણ? (શ્રોતાઃ) આપ્યા વગર આવડું મોટું મકાન
(પરમાગમ મંદિર) થ્યું? (ઉત્તરઃ) સાંભળને...! એની, એની મેળાએ પર્યાય થઈ છે. પૈસા કોઈએ
આપ્યા માટે થઈ છે એમ છે નહીં. બાપુ! આહા... હા! સમજાણું કાંઈ?
(કહે છે કેઃ) જડના પરિણામ લ્યો, આ (પરમાગમ મંદરની) પર્યાય ઉત્પન્ન થઈ, એ પૂર્વની
અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ, અને એ વિનષ્ટ અપેક્ષા ત્યાર પછીની (અપેક્ષાએ) એને ઉત્પન્ન કહીએ.
ત્યારપછી એટલે પૂર્વની અપેક્ષા કીધી ત્યાર પછીની એમ. અને તે કાળે ‘છે’ પરને લઈને અભાવ
(વિનષ્ટ) પોતાને લઈને ઉત્પન્ન (ઉત્પાદ) એવી કોઈ અપેક્ષા નથી ‘છે’ એ ધ્રૌવ્ય