Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 189 of 540
PDF/HTML Page 198 of 549

 

background image
ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૮૯
છે. આહા...! સમજાય છે?
(કહે છે કેઃ) (એ ત્રણ-પણું સમજ્યા) પછી આખું ઉત્પાદ- વ્યય- અને ધ્રૌવ્ય-ત્રિકાળી.
એના ઉપર દ્રષ્ટિ જાય ત્યારે આ ઉત્પાદ, ઉત્પાદના સ્થાને (અને તે) ઉત્પાદ (પૂર્વની) પરની અપેક્ષા
એ વિનષ્ટ (તથા) છે, છે, છે, છે, છે તે ધ્રૌવ્ય, એનો નિર્ણય પ્રભુ! આહા... હા! એનો અકર્તાપણાનો
આહા.. હા! પોતાની (પર્યાય) હો! પરની તો વાતે ય શી કરવી? પરની દશા પાળવી, પૈસા દેવા,
પૈસા લેવા, એ પર્યાય તો તારી કર્તાપણાની નથી.’ એમાં તારો કાંઈ અધિકાર નથી.’ (જ્યાં પોતાની
પર્યાયનો પણ કર્તા નથી.) આહા... હા! મુનિરાજ! સાચા સંતો! એમને આહાર દેવા વખતે શરીરની
ક્રિયા- જે આહાર (દેવાની) પર્યાય (થાય છે.) એ એમ તે વખતે ઉત્પન્ન થવાની હતી તે થઈ (છે.)
પૂર્વની અપેક્ષાએ તેને વિનષ્ટ કહીએ, થવાની અપેક્ષાએ - ત્યાર પછીની અપેક્ષાએ તેને ઉત્પન્ન કહીએ
છેછેછેછેછે તેને ધ્રૌવ્ય કહીએ. એમાં આહાર દેનારો કહે કે ‘મેં આહાર-પાણી આપ્યાં’ એ વાત એમાં
રહેતી નથી. આહા... હા! (શ્રોતાઃ) બધાને લોલાં (પાંગળા) બનાવી દીધાં...! (ઉત્તરઃ) બધાને
પુરુષાર્થવાળા બનાવી દીધાં. આહા...હા..! વીર્યવાળા બનાવ્યા ઈ. હું મારી પર્યાયનો પણ કર્તા નથી
એવું મારું વીર્ય છે. આહા...હા! સમજાણું કાંઈ? જ્ઞાતા છઊં તે મહાવીર્ય છે. એ મહાપુરુષાર્થ છે.
સમજાય છે કાંઈ? આવી વાતું હવે!! આમાં વાદ - વિવાદ કરે તો ઈ ક્યાં પાર પડે! આહાહા!
વસ્તુસ્થિતિ!! બધા તો એમ કહે કે કાનજીસ્વામી અહીં આવ્યા ત્યારે આ બધું થયું. એ વાત -એ
કહેતા’ તા ઓલા
(શ્રોતાઃ) નહિતર તો ઢોર બેસતા’ તા - ખોટી છે કહે છે. અહીંયાં ભેંસું બેસતી
ને ન્યાં કરોડો રૂપિયા નંખાઈ ગ્યા. માટે એમ કહે કે’ આ આવ્યાને આ બધું થ્યું. ના. ના. હો! ભાઈ
એમ નથી બાપુ!
તે પરમાણુની ક્રમસર અવસરે થવાની પર્યાય ત્યાં થઈ. જે પર્યાયનું ત્રણપણું લાગુ પડે. તેને
પૂર્વની અપેક્ષાએ વ્યય લાગુ પડે. એમ વ્યયની પછીની અપેક્ષાએ તેને ઉત્પન્ન લાગુ પડે. અને વ્યય ને
ઉત્પન્ન બેની અપેક્ષા જ્યાં છે જ નહીં છેછેછે તે કાળે તે પર્યાય, તે કાળે તે પર્યાય, તે કાળે તે પર્યાય
છે. આહા... હા..! ‘છે’ ની અપેક્ષાએ એક - એક પર્યાયમાં ત્રણપણું લાગુ પડે બાપુ! આહા... હા..!
એ તો (‘સમયસાર’) ૩૨૦ માં આવ્યું ને ભાઈ! સર્વવિશુદ્ધ અધિકાર.
(जाणदि य बंधमोक्खं
कम्मुदयं णिज्जरं चेव) એ ક્રમનિયમિત નક્કી કરતાં એ મોક્ષની પર્યાયને નિર્જરાની પર્યાયને ‘જાણે
છે’ એમ કહ્યું. ‘જાણે છે’ ઈ પર્યાય પણ તે કાળે થવાની હતી. આહા... હા.! ‘જાણે છે’ તે પર્યાય
પણ તે કાળે થવાની હતી. અને તે કાળે થવાની હતી (તે થઈ) તે ઉત્પાદ છે. પહેલાની અપેક્ષાએ
વ્યય છે. અને છેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. પણ જ્ઞાનમાં ‘જાણવાની’ વાત (છે.) એ જ્ઞાનની
પર્યાય ફેરવું એ નહીં પાછું આહા...હા...! આ...રે!
“જ્ઞાતાપણું ને દ્રષ્ટાપણું સહજ થઈ જાય છે.”
સમજાણું કાંઈ? આવી વસ્તુસ્થિતિ છે. આહા... હા! ભગવાન ત્રણલોકનાથે દિવ્યધ્વનિ દ્વારા આ કહ્યું,
એ સંતોએ શાસ્ત્ર રચીને સમજાવ્યું (છે.) (આપે સ્પષ્ટીકરણ કરીને સહેલું બનાવી દીધું.) આહા...
હા..! આવું