Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 192 of 540
PDF/HTML Page 201 of 549

 

background image
ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૯૨
મે પાને ચાલે છે. ફેર છે પુસ્તકમાં (શ્રોતાઃ) બરાબર છે, તો વળી ફેરફાર કેમ બતાવ્યો’તો! ખબર
નથી એટલે ૧૮૮ પાને જુઓ, અહીંયાં એ હાલે છે. આહા... હા!
આહા... હા...! ઝીણું છે ને ઝીણું એ તો લાગે. આહા... હા! ‘મૂળે માખણ છે આ તો બાપુ.’
પરમાત્માએ કહેલું સત્ (છે.) ઉત્પાદ તે સમયનો તે જ. એ જ સમયનો આહાહાહા! એને ઠેકાણે હું
મકાન બનાવું ને... એમાં આપણે રહેશું ને.... બાયડી - છોકરાંવને ત્યાં ઠી’ ક પડશે. અરે... રે..
ભ્રમણા, ભ્રમણા ભ્રમણા છે. (એમ અહીંયાં) કહે છે પ્રભુ! (શ્રોતાઃ) બધાય બાવા થઈ જાય તો
આપશે કોણ ખાવા?
(ઉત્તરઃ) ઈ વખતે પણ ખાવાની પર્યાય (માં જે આવવાનું તે આવવાનું જ
તે.) ઈ પ્રશ્ન થ્યો તો ૭૮ માં ચૂડામાં. ૭૮ ની સાલ. ન્યાં ઘણાં માણસ (ઉપાશ્રયમાં આવે). ન્યાં
પોલીસ એક નીકળેલો, બેઠેલો બહાર. એટલે પૂરું થ્યું પછી કહે મારા’ જ તમે બહુ ત્યાગનું કહો છો.
બધા ત્યાગી થઈ જશે તો એને આહાર-આહાર કોણ આપશે? એવો પ્રશ્ન કર્યો પોલીસે. ૭૮ ની
સાલની વાત છે. કેટલાં થ્યાં સત્તાવન. કીધું બાપું, ઈ કોણ આપશે ઈ પ્રશ્ન ત્યાં છે જ નહીં. એ ટાણે
પર્યાય થવાની હોય તે આપશે જ. આપશે જ (એટલે) થશે જ. મેં તો જવાબ ઈ આપ્યો’ તો કે’
એક માણસ લાખપતિ છે ને પચ્ચીલાખ (પતિ) થવા માંગે છે. તે એમ વિચારે કે આ બધા
પચ્ચીસલાખવાળા થઈ જશે તો ગરીબ-વાસણ ઉટકનારા કોણ રહેશે? મારું રાંધનારું કોણ રહેશે? આ
લાકડા લાવનાર કોણ રહેશે? એમ વિચાર કરે છે કીધું તે દી’. આ તો ૭૮ ની વાત છે ચૂડામાં.
ઓહોહો! માણસ સાધારણ વાંચી, અને એમ થઈ જાય કે આપણને જ્ઞાન થઈ ગ્યું છે, સાચું.
પણ અઘરી વાત છે ભાઈ! જ્ઞાન આત્માનું’ થવું જોઈએ. હવે આત્માનું જ્ઞાન ક્યારે થાય? કે એની
પર્યાય જે છે જે સમય થવાની એ પર્યાયને ત્રણ્ય લાગુ પડે. પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ, વર્તમાન
અપેક્ષાએ, ઉત્પન્ન, છેછે અપેક્ષાએ ધ્રૌવ્ય. એવી જ્યાં પર્યાયનો નિર્ણય કરે ત્યારે તે જ્ઞાતા-દ્રષ્ટા થાય.
ત્યારે તે વર્તમાન થતી પર્યાયનો પણ તે કર્તા ન થાય. કારણ કે એમાં ‘ભાવ’ નામનો (આત્મામાં)
ગુણ છે. અને અનંતગુણમાં ‘ભાવ’ નું રૂપ છે. જે સમયે જે પર્યાય થવાની હોય તે થાય જ. કરું તો
થાય નહિતર ન થાય એમ’ છે નહીં. આહા... હા! ઠીક! ભાઈ આવી ગયા આજ. આવું બધું વારંવાર
ન આવે ન્યાં. આતો સામે પુસ્તક આવ્યું. હોય એનો અર્થ થાય ને..! આહા...! આ પંડિતો બધા
(અહીંયાં છે ને...!) આ માળા’ પંડિતો લ્યો છે ને પચાસ પંડિતો ભેગા થ્યા’ તા ઈન્દોર. અહીંયાંનો
વિરોધ (કરવા). ‘પરંતુ ન કરે એ દિગંબર નહીં. અર... ર અરે પ્રભુ! પ્રભુ! આ તું શું કરે છે!
અહીંયાં તો (કહે છે) પરનું તો ન કરે પણ પોતાની પર્યાય ને ય કરે નહીં. ‘થાય’ તે તેને
કરે (એવું) ક્યાં છે? સમજાય છે કાંઈ? આહાહાહાહા! (તત્ત્વ) પણ હતું નહીં હોં, હતું નહીં એટલે
પછી એ શું કરે? (સત્નો વિરોધ કરે.) સ્થાનકવાસી, શ્વેતાંબરમાં તો એ વાત (ક્રમબદ્ધની) જ નથી.
એ તો જૈનપણાથી વિરુદ્ધ બધી વાતો એનામાં તો. આહા! આ તો દિગંબરમાં પણ ગોટા ઊઠયા.