હા...! જ્યાં પર્યાય કરવાનું માને એ પણ મિથ્યાત્વ માને. અને એની પોતાની પણ રાગની પર્યાય
કરવાનું માને તે મિથ્યાત્વ માને, અરે! નિર્મળપર્યાય પણ કરું (તેને પણ મિથ્યાત્વ માને.) પર્યાય જે
થવાની છે પ્રભુ સ્વયં તે સમય થવાની છે. એને ઠેકાણે કરું એ ક્યાં રહ્યું? જે થવાની છે તે થવાની
જ તે. સમજાય છે કાંઈ? આવી વાત છે ઝીણી શું થાય. આહા.... હા..! ‘સત્ આ જ છે ભાઈ...!’
ભગવાનનું કહેલું અને વસ્તુનું સ્વરૂપ સત્ આમ જ છે. એમાં ક્યાં’ ય સંદેહને સ્થાન નથી. આઘી -
પાછી પર્યાય થાય એ પણ સંદેહને સ્થાન નથી. આઘી - પાછીની વ્યાખ્યા શું? પ્રભુ! કે આ ઠેકાણે
આ પર્યાય થવાની હતી તે ન થઈ એટલે શું? અને આ પર્યાય પચ્ચીસમે સમયે થઈ એટલે શું?
પચ્ચીસમે સમયે (જે) પર્યાય થવાની હતી તે ન થઈ એટલે શું? મેળ ક્યાં? જુવાનોને આકરું પડે
એવું છે થોડું! અમારા આ (પંડિતજી) ને એ બધા તો અભ્યાસી છે. એને આ સમજાય એવું છે આ
તો. આહા... હા..!
પૂર્વનું પરિણામ છે તેની અપેક્ષાએ ત્યાર પછી થ્યું છે માટે ત્યાર પછીના પરિણામના ઉત્પાદ સ્વરૂપ છે.
આહા... હા! તથા તે જ પર્યાય પ્રવાહક્રમાં આવી એટલે પર્યાય પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા જે
પોતે સળંગ છે, છે, છે, છે, છે, છે (ધ્રૌવ્ય.) (માળામાં) મોતી જેમ છે છે છે છે ધ્રૌવ્ય દોરો જેમ છે.
મોતી છે છે છે એ દરેકને (પહેલા-પછીના મોતીને) છેછેછે લાગુ પડે છે.
પરમાણુમાં એક પ્રવાહપણે ક્રમસર.... ક્રમસર... ક્રમસર... એક (આખો) પ્રવાહ ક્રમે, ક્રમે, ક્રમથી થયા
જ કરે છે એ અપેક્ષા લઈએ તો તે ઉત્પાદ અને વ્યય ન કહેવાય તે ધ્રૌવ્ય કહેવાય - છે એમ કહેવાય.
(અનુભય છે એમ કહેવાય, અનુભયસ્વરૂપ છે.)
અભ્યાસમાં નથી અને જ્યાં - ત્યાં હું કરું. આ શરીર હાલે તો કહે હું હલાવું છું. બોલું તો પણ હું.
‘સ્વાહા’ ભગવાનની પૂજામાં સ્વાહા-સ્વાહાની ભાષા પણ મારી. અને (અર્ધ્ય ચડાવું તે) આ
આંગળા હાલે છે એ પણ મારા. આવી જ્યાં હોય ત્યાં બુદ્ધિ પડી છે. (શ્રોતાઃ) આંગળા કેના છે?
(ઉત્તરઃ) આંગળા જડના (છે.) અને જડની અવસ્થા થાય ઈ જડના કારણે થાય. અને તે અવસ્થા
તે જ સમય તે જ થવાની હતી. (તે જ થઈ છે.) સમજાણું કાંઈ?