આ રીતે જાણીને (આત્મતત્ત્વ) અનુભવ્યું છે. આહા.. હા! એના સંસારના અંત આવી ગ્યા. એ
અંતનો સમય હતો. પણ જયારે એ હતો એવું જ્ઞાન ને આનંદ પ્રગટયો. એને અલ્પસમયમાં સંસારનો
અંત આવી જાય, એને ભવનો અંત આવી જાય. આહા... હા..! “આ પ્રમાણે સ્વભાવથી જ.”
સ્વભાવથી જ. એક પરિણામમાં ત્રણલક્ષણપણું. એ સ્વભાવથી જ છે. આહાહાહા!
(પરિણામોની પરંપરામાં.) ” પરંપરા પરિણામની આહા... હા! હવે એકવાર મધ્યસ્થી (થઈને)
સાંભળે તો ખરા, બાપુ! શેના વિરોધ કરો છો, ભાઈ! ‘આ પ્રમાણે સ્વભાવથી જ ત્રિલક્ષણ પરિણામ
પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) “વર્તુતું દ્રવ્ય.” છે? હવે ત્રણ્યમાં વર્તુતું દ્રવ્ય. “સ્વભાવને નહિ
અતિક્રમતું હોવાથી.” એવું જે દ્રવ્ય સ્વભાવથી જ ત્રિલક્ષણ. આવો જે સ્વભાવ ત્રિલક્ષણ પરિણામ
પદ્ધતિની પરંપરામાં વર્તુતું દ્રવ્ય “સ્વભાવ ને નહિ અતિક્રમતું હોવાથી.” આહા...! એ (દ્રવ્ય)
સ્વભાવને ઓળંગતું નથી. સમજાય છે? “સત્ત્વને ત્રિલક્ષણ જ અનુમોદવું.” સત્ત્વ એટલે સત્દ્રવ્ય.
ઓલું હતું પરિણામનું ત્રિલક્ષણ હવે અહીંયાં દ્રવ્યને ત્રિલક્ષણ (કહયું.) દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું
ઓલું પરિણામનું હતું. એથી દ્રવ્યને ત્રિલક્ષણ જ અનુમોદવું. આહા... હા! ‘અનુમોદવું’ નો અર્થ કર્યો
કે આ રીતે જયારે દ્રવ્યસ્વભાવ ત્રિલક્ષણવાળું લઈને જે દ્રવ્યદ્રષ્ટિ થાય એને આનંદથી માન્ય અતીન્દ્રિય
આનંદના વેદનથી એને માન્ય રાખવું. આહા... હા... હા.. હા!