આહા... હા! “આ પ્રમાણે સ્વભાવથી.” શું કહે છે? છએ દ્રવ્યની વાત છે હોં! “આ પ્રમાણે
સ્વભાવથી જ” “ત્રિલક્ષણ પરિણામ” . ત્રણેય લક્ષણવાળું પરિણામ. (એટલે) ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય
એની “પદ્ધતિમાં (પરિણામોની પરંપરામાં) આહા.. હા..! “વર્તુવું દ્રવ્ય”. ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્યની
પરંપરામાં વર્તતું દ્રવ્ય, દરેક (દ્રવ્યની વાત છે પણ) અત્યારે આત્માની વાત મગજમાં છે.
“પરિણામોની પરંપરામાં” આહા...હા...! એક તો ત્રિલક્ષણ (બીજું) પરિણામની પદ્ધતિ પરંપરા-
એમાં વર્તુતું દ્રવ્ય. “સ્વભાવને નહિ અતિક્રમતું હોવાથી.” એ ભગવાન આત્મા (દ્રવ્ય) ત્રિલક્ષણ
પરિણામની પરંપરામાં વર્તુતું, સ્વભાવને નહિ છોડતું ‘સત્ત્વને.” સત્ત્વ એટલે દ્રવ્ય. દ્રવ્ય-વસ્તુને
“ત્રિલક્ષણ જ અનુમોદવું” અનુ-મોદવું. એવી ત્રિલક્ષણ - ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યમાં વર્તુતું દ્રવ્ય,
(ત્રિલક્ષણ) તેનો સ્વભાવ છે. (તે) સ્વભાવમાં વર્તુતું (એવા) દ્રવ્યને ત્રિલક્ષણ જ અનુમોદવું. એવું
જ્યાં ત્રણલક્ષણમાં વર્તુતું દ્રવ્ય, એ દ્રવ્ય ઉપર જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં તેને અનુમોદન થાય છે.
(અનુમોદન) એટલે અનુસરીને મોદન થાય (છે) આનંદ આવે (છે). ‘અનુમોદવું’ - પ્રમોદ આવે
(છે.) આહા... હા...! ભાષા તો જુઓ!!
સ્વભાવ છે એ દ્રવ્યનો. એમાં દ્રવ્ય વર્તુતું તે સત્ત્વને - તે દ્રવ્યને “ત્રિલક્ષણ જ અનુમોદવું” એ
ઉત્પાદ - વ્યય ને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે, એમાં (દ્રવ્ય) વર્તે છે. એની દ્રવ્યની પર્યાય થવા કાળે
થાય છે. (તેમ જાણ્યું) તેથી તેની દ્રષ્ટિ જાય છે દ્રવ્ય ઉપર, કેમકે એ ત્રણ્યમાં વર્તુતું ‘દ્રવ્ય’ છે.
આહા... હા..! એ દ્રવ્ય તેમાં વર્તુતું આ ત્રણ્યપણું - એમ દ્રષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ
થાય, કહે છે. આહા...! અનુ-મોદવું, મોદન. એને (દ્રવ્યને) અનુસરીને આનંદ આવે. આહા... હા!
ભગવાન આત્મા (આત્મદ્રવ્ય), અતીન્દ્રિ આનંદ અમૃતનું પૂર છે. એવા આત્માને - ત્રણ લક્ષણ
પદ્ધતિમાં વર્તુતું (આત્મ) દ્રવ્ય. એમ જ્યાં નિર્ણય કરવા જાય છે. આહા..! ત્યાં તેને અનુમોદન, એટલે
દ્રવ્યને અનુસરીને ત્યાં આગળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે કહે છે. આહા... હા..!
દ્રષ્ટિ (તેના પર) જાય છે ત્યાં આનંદ આવે છે. આહા... હા! અને એ આનંદને વધારવા.
રાજકુમારોને પણ જ્યાં આનો આનંદ- આનંદ આવે છે. ક્યાં’ ય પછી (બીજે) એની રુચિ જામતી
નથી. સંસારને... જાણી લીધો એણે (એમ) કહે છે. આહા.. હા! એની રુચિ આનંદમાં