પણ આવું (ક્રમબદ્ધ) થાય તો એમાં પુરુષાર્થ ક્યાં રહયો? પણ પ્રભુ સાંભળ તો ખરો ભાઈ! એ
ત્રણ્ય લક્ષણે પ્રવર્તુતું દ્રવ્ય એમ જ્યાં એનો નિર્ણય કરવા જાય છે - એ જ પુરુષાર્થ છે ને એમાં
અતીન્દ્રિય આનંદ આવે છે. આહા...હા...! અને એ અતીન્દ્રિય આનંદ વધારવા - રાજકુમારો,
ચક્રવર્તીના પુત્રો, આઠ - આઠ વરસના (જંગલમાં ચાલી નીકળે છે.) કંઈ પડી નથી એને દુનિયાની!
આહા... હા! આઠ વરસના રાજકુમાર એક મોરપીંછી ને કમંડળ (લઈને) એવા વાઘ ને વરૂ, વાઘ
અને વીંછીના ઢગલા હોય જંગલમાં (એવા જંગલમાં) હાલી નીકળે છે. આહા... હા! અતીન્દ્રિય
આનંદ આવવો (એક જ લક્ષ છે.) બહારની કોઈપણ, અરે! એક વિકલ્પ ઊઠે તે ઘોરસંસારનું કારણ
છે, શુભ વિકલ્પ ઊઠે એ પણ (દુઃખ છે) આગમે (જે) પ્રરૂપ્યું છે ત્રિલક્ષણ પરિણામ પદ્ધતિમાં વર્તતું
આ દ્રવ્ય, એ દ્રવ્ય ઉપર જ્યાં પર્યાય જાય છે ત્યાં અનુમોદન - (એટલે) અનુસરીને આનંદ આવે છે.
આહા... હા! એ આનંદના વધારવા (મુનિ દીક્ષા લેવી) કરવાનું તો આ છે. આહા.. હા! જંગલમાં
આઠ વરસના રાજકુમારો વાઘ ને વરૂ ને નાગના (સંયોગમાં) ચાલ્યા જાય છે એ તો, એક મોરપીંછીં ને
નાનું કમંડળ હાથમાં (અહો! મુનિરાજ!) જેને અતીન્દ્રિય આનંદના વધારવામાં - પ્રેમમાં, જેને ક્યાંય
પ્રતિકૂળતા દેખાતી નથી, તેમ બહારની કોઈ અનુકૂળતા પણ જણાતી નથી. આહા...હા!
આબરુને.... પુણ્ય કરે.. તો લોકો માન આપે, દુનિયામાં ગણાઉં ને ગણતરીમાં આવું ને... આહા...!
(નિજાનંદ પ્રગટ થતાં) ગણતરીમાં તો લઈ લીધો પ્રભુએ! આહા... હા! ઈ તો આનંદધનજીમાં આવ્યું
નહોતું ઈ. “વે ગુન ગનન પ્રવીના, અબધૂ કયા માગું ગુન હીના.” વે ગુન - (આત્મામાં) ગુણ
એટલા છે કે ગણતાં પાર ન આવે! ઈ અનંતાગુણનો સ્વાદ (આવે.) એકલા આનંદનો સ્વાદ નહીં.
અનંતગુણનો સ્વાદ (આવે.) આહા... હા! જેન આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો, ઇન્દ્રાણીઓ જે એની
અનુકૂળતાના ભોગ પણ સડેલા કૂતરા જેવું લાગે. એવો ભગવાન આત્મા, પોતાના સ્વભાવને પ્રાપ્ત
થયો (પર્યાયમાં) સ્વ-સ્વભાવ તો આનંદ (સ્વરૂપ પૂર્ણ) હતો. એ કોઈ એમ કહે છે કે તમે આમ
“ક્રમબદ્ધનું” નક્કી કરવાનું કહો છો તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? (પુરુષાર્થ ઊડી જાય છે.) પ્રભુ તું
એમ કહેવું રહેવા દે ભાઈ! ઈ ક્રમબદ્ધના પરિણામ - પરિણામ કાળે થાય ને વ્યય થાય ને ધ્રૌવ્ય રહે.
એમાં વર્તુતું દ્રવ્ય છે એવો તેનો નિર્ણય કરવા (જાય તો) જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય. ગમે તે પ્રસંગમાં
ઊભો હોય (જ્ઞાની). પણ એ નહીં. પોતાના અવસરે ઉત્પાદ થાય એ આવ્યું ને એમાં
એમ જ્યાં અંતરદ્રષ્ટિ કરવા જાય છે, ત્યારે અંતર આનંદથી અનુમોદન- એ અતીન્દ્રિય આનંદનો