(એક) અધર્માસ્તિકાય, (એક) આકાશ. એક વાત. (હવે બીજી વાત)
“તે સ્વભાવ ઉત્પાદ–વ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” તે સ્વભાવ છે, તેમાં એ (ત્રિલક્ષણ) સ્વભાવ
છે. કેટલું સ્પષ્ટ છે! દરેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં છે અને સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે.
એટલે કે તે દ્રવ્ય તેના સ્વભાવમાં ઉત્પન્નને કાળે પર્યાય ઉત્પન્ન થાય. દ્રવ્ય નહીં. દ્રવ્ય ઉત્પન્ન થાય જ
નહીં. દ્રવ્યનો જે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્ય, એમાં એ પોતે દ્રવ્ય વર્તે છે, કે દ્રવ્ય ઉત્પાદને કરે છે. આ
તો કરમને લઈને પર્યાય થાય એ વાત આમાં રહેતી નથી.
અહીંયાં તો વાડામાં તો ઈ થઈ ગ્યું છે. આહા... હા!
દરેક દ્રવ્ય, પોતાની વર્તમાન પર્યાયના ઉત્પાદનમાં એનો સ્વભાવ છે માટે ઉત્પન્ન થાય છે. એના ઉત્પન્ન
(થવા) માટે, બીજા દ્રવ્યના સ્વભાવની એને જરૂર નથી. તેમ બીજું દ્રવ્ય પણ (પોતાના) સ્વભાવથી
(પોતાના) ઉત્પાદવ્યયમાં છે. કરમ જે છે જડ, એ પણ પરમાણુદ્રવ્ય છે ને એ દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્ય
સ્વભાવમાં છે (વળી) સ્વભાવ છે ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ). એટલે (પરમાણુ) કરમ પણ તેની
પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પૂર્વની પર્યાય વ્યય થાય છે, કાયમ રહેવાની અપેક્ષાએ ધ્રૌવ્ય છે. પર્યાય પણ
(ધ્રૌવ્ય) હોં! આહા...! હવે કરમ પણ જયારે પોતાના સ્વભાવમાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યમાં વર્તે, એ
આત્માને વિકાર કરાવે એ વાત ક્યાં રહી? (છે જ નહીં). મોટો વાંધો આ અત્યારે. સંપ્રદાયમાં
(આવી જ માન્યતા) અહીંયાં તો ના પાડે છે. સ્વભાવ
થ્યાને ત્રણ, ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય દ્રવ્યના એ ત્રણ્ય પરિણામ છે. આહાહા!