ધ્રૌવ્ય નામનો ગુણ છે. (ક્રમવૃત્તિરૂપ અને અક્રમવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ–વ્યય–
ધ્રુવત્વશક્તિ – ૧૭) કે જેથી તેને તે તે સમયના તે પર્યાય ઉત્પન્ન થાય. એ ગુણને લઈને ગણનો
ધરનાર દ્રવ્ય એની દ્રષ્ટિ થઈ તેને થાય. એ ઉત્પાદ કરવા પડે નહીં. આહા... હા! આવી વાત છે. “તે
સ્વભાવ ઉત્પાદ વ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે.” એ પરિણામ છે હોં ઈ. “જેમ દ્રવ્યના વિસ્તારનો
નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે.” ઓલી વાત જુદી હતી ભાઈ! સમાનજાતીય, અસમાનજાતીય (ની
હતી) આ બીજી વાત છે. ત્યાં તો દ્રવ્યની સીધી પર્યાય ન બતાવતાં વિભાવપર્યાય સમાનજાતીયમાં
પરમાણુ - પરમાણુ અને અસમાનજાતીયમાં જીવ ને જડની. ઈ પણ પર્યાયના પ્રકાર બતાવ્યા
દ્રવ્યપર્યાયના. અને પછી ગુણપર્યાયના બે ભેદ સ્વભાવ, વિભાવ (કહ્યા હતા) એ જુદી શૈલી છે. આ
જુદી વાત છે. અહીંયાં તો અંતર જે સમયે જે પરિણામ થાય તે પરિણામ તેનો ઉત્પાદનો કાળ હતો.
અને પછી પણ જે પરિણામ થાય તે તે તેના ઉત્પાદના કાળે થાય. અને (પરિણામ) ગયા તે તેના
ઉત્પાદના કાળે હતા તે ગયા. એ એ અપેક્ષાએ એક એક પરિણામને પૂર્વની અપેક્ષાએ વિનિષ્ટ,
પોતાની અપેક્ષાએ ઉત્પન્ન અને છેછેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય. આહા... હા! વીતરાગ મારગ!! જેના
ફળ બાપા ભવના અંત! આહા... હા! એ ચોરાશીના ભવનો અંત ભાઈ! ભવના અંત જેમાં છે. એ
ત્રણલક્ષણ પદ્ધતિમાં વર્તુતું દ્રવ્ય, એનો સ્વીકાર થતાં ત્યાં ભવનો અંત આવે છે. આહા... હા! મોક્ષની
પર્યાય શરૂ થાય છે એટલે ઈ પણ સમ્યગ્દર્શન પણ મુક્તની પર્યાય છે. મુક્તવસ્તુ છે ભગવાન પ્રભુ!
મુક્તસ્વરૂપ એની એ પર્યાય છે. આહા.. હા! પૂરણ મુક્ત તો કેવળજ્ઞાન થઈ જાય. પણ અહીંયાં
(આત્મા) મુક્તસ્વરૂપ છે તો મુક્તની પર્યાય થાય છે. આહા... હા! જ્યાં અજોગગુણનો અંશ પણ
મુક્ત થાય છે. તો ભગવાન તો અજોગગુણે મુક્ત છે. તો એનો પણ અંશ વ્યક્તમાં મુક્ત થાય જ તે.
ત્યારે તેણે મુક્તને જાણ્યું ને માણ્યું કહેવાય. જાણ્યું- માણ્યું ક્યારે કહેવાય? કે મુક્તસ્વરૂપ જ છે પણ
મુક્તની પર્યાય પ્રગટી ત્યારે કહેવાય.
પરિણામ - પ્રવાહક્રમ (છે.) “દરેક પરિણામ સ્વ–કાળમાં પોતાના રૂપે ઊપજે છે.” આ આકરું પડે છે
ને..!